લૂકની સુવાર્તા 7 - કોલી નવો કરારરોમન અધિકારીનો ચાકર હાજો થયો ( માથ્થી 8:5-13 ; યોહ. 4:43-54 ) 1 જઈ ઈસુએ લોકોને પોતાની બધી વાતો કય દીધી, પછી ઈ કપરનાહૂમ શહેરમાં આવ્યો. 2 અને ન્યા હો સિપાયોનો એક અધિકારીનો ચાકર જે એને વાલો હતો, ઈ માંદો પડીને મરવાની અણી ઉપર હતો. 3 એટલે જઈ એણે ઈસુની સરસા હાંભળી, તઈ એણે યહુદીઓના કેટલાક વડીલોને આ વિનવણી કરવા હાટુ એની પાહે મોકલ્યા કે, ઈ આવીને મારા ચાકરને હાજો કરી દેય. 4 તેઓ ઈસુની પાહે આવ્યા, અને એને ખુબ આગ્રહથી વિનવણી કરી કે, “ઈ હાટુ લાયક છે કે, તુ એની હાટુ મદદ કરે છે. 5 કેમ કે, ઈ આપડા લોકો ઉપર પ્રેમ રાખે છે; વળી પોતાના ખરચે આપણુ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યા એણે બનાવી છે,” 6 ઈસુ તેઓની હારે ગયો, અને ઈ એના ઘરથી થોડોક આઘો હતો, એટલામાં જમાદારે એની પાહે કેટલાક મિત્રને મોકલીને એણે કેવડાવ્યુ હે પરભુ, તુ મારા ઘરે આવ એવો હું લાયક નથી. 7 ઈ હાટુ કે જેથી મે પણ તારી પાહે આવવા લાયક પોતાને ગણ્યો નય, પણ તું ખાલી મોઢાથી શબ્દ બોલી દે, તોય મારો સેવક હાજો થય જાહે. 8 હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારી આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ એવુ કરે છે. 9 ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.” 10 સુબેદારના મોકલેલા લોકો જઈ પાછા ઘરે આવ્યા, તઈ તેઓએ માંદા ચાકરને હાજો થયેલો જોયો. રંડાયેલીનો દીકરો હાજો થયો 11 થોડાક દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયો, અને એના ચેલાઓ, અને બોવ મોટો ટોળો એની હારે જાતો હતો. 12 જઈ શહેરના સીમાડા પાહે ઈ આવ્યો, તઈ તેઓએ જોયું કે, લોકો મરી ગયેલા માણસને બારે લય જાતા હતાં, અને ઈ એની માનો એકનો એક દીકરો હતો, અને ઈ રંડાયેલ હતી, શહેરના ઘણાય લોકો એની હારે હતા. 13 એને જોયને પરભુને એની ઉપર દયા આવી, ઈસુએ ઈ બાયને કીધું કે, “રોતી નય.” 14 તઈ ઈ પાહે આવીને ઠાઠડીને અડયો; અને કાંધિયા ઉભા રયા, તઈ ઈસુએ કીધું કે, “હે જુવાન, હું તને કવ છું કે, ઊભો થય જા!” 15 તઈ જે મરેલો હતો ઈ ઊભો થયો, અને બોલવા મંડો અને ઈસુએ એને એની માંને હોપો. 16 એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.” 17 એના વિષેની આ વાત આખા યહુદીયામાં અને આજુ-બાજુના બધાય પરદેશમા ફેલાય ગય. જળદીક્ષા દેનાર યોહાન તરફથી સંદેશો 18 અને યોહાનના ચેલાઓએ આ બધીય વાતુ વિષે કયને જણાવું. 19 તઈ યોહાને પોતાના ચેલાઓમાંથી બેને બોલાવીને તેઓને પરભુ આગળ મોકલીને પૂછાવું કે “જે આવનાર છે, ઈ તુ જ છો કે, અમે બીજાની વાટ જોયી?” 20 ઈ માણસોએ એની પાહે આવીને કીધું કે, “જળદીક્ષા દેનાર યોહાને તારી પાહે અમને પૂછવા મોકલા છે કે, શું ઈ મસીહ તુ જ છો, જેને પરમેશ્વરે મોકલવાનો વાયદો આપ્યો હતો કે, અમે કોય બીજાની વાટ જોયી?” 21 ઈ જ વેળાએ ઈસુએ ઘણાય પરકારના ગંભીર રોગથી અને દુખાવાથી પીડાતા અને મેલી આત્માઓથી ઘણાયને હાજા કરયા, અને એણે આંધળા લોકોને હોતન હાજા કરયા, જેથી ઈ જોય હકે. 22 ઈસુએ તેઓને જવાબ દીધો કે, “તમે જે કાય જોવો છો અને હાંભળો છો, ઈ બધુય જયને યોહાનને કય દયો કે, એટલે આંધળા જોતા થાય છે, અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરવામા આવે છે. બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે, 23 જે કોય મારી ઉપર શંકા કરે નય, તેઓ આશીર્વાદિત છે.” 24 જઈ યોહાન જળદીક્ષા દેનારના ચેલાઓ ન્યાંથી વયા ગયા, તઈ ઈસુ યોહાન સબંધી લોકોને કેવા લાગ્યો કે, તમે વગડામાં શું જોવા નિકળ્યા હતાં? શું પવનથી હાલતા ધોકળને? 25 તો તમે શું જોવા ગયા હતાં? શું કિંમતી લુગડા પેરેલા માણસને? જુઓ જે ભપકાદાર લુગડા પેરે છે, એશો આરામ ભોગવે છે, તેઓ તો રજવાડામાં રેય છે. 26 તો તમે શું જોવા નીકળા હતા? શું કોય આગમભાખીયાને જોવા? હા, હું તમને કવ છું કે, આગમભાખીયા કરતાં પણ ઘણોય મહાન છે એવા માણસને જોવા ગયા હતા, 27 અને આ ઈ જ છે, જેની વિષે શાસ્ત્રમાં એમ લખેલુ છે, “જો, હું તારી આગળ મારા સંદેશાવાહકને મોકલું છું, ઈ તારી હાટુ લોકોને તૈયાર કરશે. 28 હું તમને હાસુ કવ છું, કે જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ પરમેશ્વરનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે, ઈ એની કરતાં મોટો છે.” 29 જે ઈસુએ કીધું હતું, ઈ હાંભળીને બધાય લોકો અને વેરો ઉઘરાવનારા જેઓને યોહાને જળદીક્ષા આપી હતી, તેઓએ પરમેશ્વર ન્યાયી છે એમ સ્વીકાર કરયુ. 30 પણ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ જેઓને યોહાનને જળદીક્ષા નોતી આપી, તેઓએ પોતાની હાટુ પરમેશ્વરની ઈચ્છા નકારી દીધી હતી. 31 આ પેઢીના માણસોને હું કોની હારે હરખામણી કરું? તેઓ કોના જેવા છે? 32 તેઓ ઈ બાળકો જેવા છે કે, જેઓ સોકમાં બેહીને એના સાથીઓને રાડ પાડીને કેય છે કે, અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી પણ તમે નાસા નય, અમે હોગ કરયો પણ તમે રોયા નય, 33 કેમ કે, યોહાન જળદીક્ષા આપનાર આવો તઈ ઈ ઉપવાસ કરતો હતો અને દ્રાક્ષારસ પીતો નોતો અને તમે કીધુ કે, એને મેલી આત્મા વળગી છે. 34 માણસનો દીકરો ખાતો-પીતો આવો છે, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર! 35 પણ માણસના કામોથી પારખી હકાય છે કે, જ્ઞાની કોણ છે. સિમોન ફરોશીના ઘરે ઈસુ 36 કોય એક ફરોશી ટોળાના માણસે, એને વિનવણી કરી કે, મારી હારે ભોજન કર; જેથી ઈ ફરોશીના ઘરમાં જયને ખાવા બેઠો. 37 તઈ જુઓ ઈ શહેર કે એમા એક ખરાબ જીવન જીવવાવાળી બાય હતી. એણે જઈ જાણ્યુ કે, ફરોશી ટોળાના લોકોના ઘરમાં ઈ ખાવા બેઠો હતો, તઈ આરસની શીશીમાં મોઘું અત્તર લયને, 38 ઈ ઈસુના પગ પાહે રોતી-રોતી વાહે ઉભી રયને, પોતાના આહુડાઓથી, એના પગ પલાળવા અને પોતાના સોટલાથી લુસવા લાગી, એણે ઈસુના પગને ઘણીય વાર સુમ્યાને, ઈ બાઈએ અત્તર સોળ્યુ. 39 ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે. 40 ઈસુએ એનો વિસાર જાણી કીધું કે, “સિમોન મારે તને કાક કેવું છે,” એણે એને કીધું કે, “હે ગુરુ, કે.” 41 તઈ ઈસુએ આ દાખલો કીધો કે, “એક સાવકારને બે દેવાદાર હતાં, એકને પાનસો દીનાર પાનસો દિવસોની મજુરી અને બીજાને પસાસ દીનાર પસાસ દિવસની મજુરીનું લેણું હતું. 42 જઈ તેઓની પાહે વાળી આપવાનું કાય નોતું તઈ એણે બેય માણસોને માફ કરયા, તો એના ઉપર કોણ બોવ વધારે પ્રેમ રાખશે?” 43 સિમોને જવાબ આપતા કીધું કે, “મને લાગે છે કે, જેને વધારે રૂપીયા માફ કરયા હોય, ઈ વધારે એને પ્રેમ કરશે, અને ઈસુએ એને કીધું કે, ઈ હાસુ કીધું.” 44 અને એણે પેલી બાઈ તરફ મોઢું ફેરવીને સિમોનને કીધું કે, શું આ બાયને તે જોય છે? હું તારા ઘરે આવ્યો, તઈ આપડા રીત રીવાજ પરમાણે તે મારા પગ ધોવા હાટુ મને પાણી આપ્યુ નય, પણ એણે મારા પગ આંહુડાથી પલાળીને પોતાના સોટલાથી લૂછા છે. 45 તે મને સુંબન કરયુ નય, પણ હું અંદર આવ્યો ત્યારથી ઈ મારા પગને એક ધારા સુમ્યા કરે છે. 46 તે મારે માથે જૈતુન તેલ સોળ્યુ નય; પણ ઈ બાયે મારા પગે અત્તર સોળ્યુ છે. 47 “ઈ હાટુ હું તને કવ છું કે, ઘણાય બધાય પાપ જે ઈ બાયે કરયા હતાં, ઈ એને માફ થયા છે, કેમ કે, એણે ઘણોય પ્રેમ રાખ્યો, પણ જેને થોડું માફ થયુ છે, ઈ થોડોક પ્રેમ રાખે છે.” 48 પછી ઈસુએ ઈ બાઈને કીધું કે, “તારા પાપ માફ થયા છે.” 49 તઈ ઈસુની હારે જેઓ ખાવા બેઠા હતાં, તેઓ પોતાના મનમાં વિસારવા લાગા કે, “આ કોણ છે કે, જે પાપોને હોતન માફ કરે છે?” 50 પણ ઈસુએ ઈ બાયને કીધું કે, “તે મારી ઉપર વિશ્વાસ કરયો છે. ઈ હાટુ પરમેશ્વરે તને બસાવી છે, હવે તુ જા પરમેશ્વર તને શાંતિ આપશે.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation