Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લૂકની સુવાર્તા 6 - કોલી નવો કરાર


વિશ્રામવાર વિષે પ્રશ્ન
( માથ્થી 12:1-8 ; માર્ક 2:23-28 )

1 એક વિશ્રામવારનાં દિવસે ઈસુ અને એના ચેલાઓ ખેતરમાં થયને જાતા હતા, તઈ એના ચેલાઓ ડુંડીયું તોડી-તોડીને અને હાથેથી મહળીને ખાતા જાતા હતા.

2 તઈ ફરોશી ટોળાના લોકોએ ઈસુને કીધુ કે, “વિશ્રામવારે આવું કામ કરવુ ઈ નિયમની વિરુધમાં છે, તો તારા ચેલાઓ આ કામ કેમ કરે છે?”

3 ઈસુએ એને જવાબ દીધો કે, “જઈ રાજા દાઉદ અને એના મિત્રોને ભૂખ લાગી હતી તઈ તેઓએ શું કરયુ ઈ તમે કોય દિવસ નથી વાસુ?

4 ઈ પરમેશ્વરનાં મંદિરનાં પવિત્રસ્થાનમાં ગયો, અને વેદીએ સડાવેલી રોટલી ખાધી અને પોતાના મિત્રોને ખાવા હાટુ દીધી, જે પ્રમુખ યાજક સિવાય બીજા કોયને ખાવી વ્યાજબી નોતી.”

5 પછી ઈસુએ તેઓને કીધું કે, “માણસનો દીકરો વિશ્રામવારના દિવસનો પણ પરભુ છે.”


હુકાયેલા હાથવાળો માણસ

6 બીજા વિશ્રામવારના દિવસે ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં લોકોને શિક્ષણ આપતો હતો, અને ન્યા એક માણસ હતો જેનો જમણો હાથ હુકાઈ ગયેલો હતો.

7 પણ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો ઈસુને પાહેથી જોય રયા હતાં કે, ઈ વિશ્રામવારના દિવસે કોયને હાજો કરશે કે, નય જેથી તેઓને એની ઉપર આરોપ મુકવાનું કારણ મળે.

8 પણ ઈસુ તેઓના વિસાર જાણતો હતો ઈ હાટુ જે માણસનો હાથ હુકાઈ ગયેલો હતો, એણે એને કીધું કે, “ઉઠ, બધાય લોકોની હામે ઉભો થય જા ઈ હાટુ ઈ માણસ ઉભો થય ગયો.”

9 પછી ઈસુએ તેઓને કીધુ કે, “શું વિશ્રામવારના દિવસે હારું કરવુ કે, ખરાબ કરવુ લાયક છે, કા કોયને બસાવવો કે મરવા દેવો?”

10 પછી ઈસુએ સ્યારેય બાજુ બધાયને જોયને પેલા માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે એમ કરયુ, ઈ હાટુ એનો હાથ હાજો થય ગયો.

11 પણ તેઓ ગુસ્સે ભરાણા અને અંદરો અંદર કાવતરૂ કરયુ કે, ઈસુ વિષે આપડે શું કરી?


બાર ગમાડેલા ચેલાઓ

12 ઈ દિવસોમાં ઈસુ ઘરેથી નીકળીને કોય એક ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા ગયો, અને પરમેશ્વરની પ્રાર્થનામાં આખી રાત ન્યા જ કાઢી.

13 બીજા દિવસથી એણે એના બધાય ચેલાઓને પાહે બોલાવ્યા. તેઓમાંથી એણે બાર માણસોને ગમાડયાં તેઓએ એને ગમાડેલા ચેલાઓ પણ કીધા.

14 ઈ હાટુ સિમોન જેનું નામ ઈસુએ પિતર રાખ્યું, અને એનો ભાઈ આંદ્રિયા, અને યાકુબ, અને યોહાન, અને ફિલિપ, અને બર્થોલ્મી,

15 અને માથ્થી, અને થોમા, અને અલ્ફીનો દીકરો યાકુબ, અને સિમોન, જે ઝેલોતસ કેવાય છે,

16 યાકુબનો દિકરો યહુદા, અને યહુદા ઈશ્કારિયોત, જે વિશ્વાસઘાતી હતો.


શિક્ષણ અને હાજાપણું

17 તઈ ઈસુ તેઓની હારે ડુંઘરા ઉપરથી ઉતરીને ચેલાઓના મોટા ટોળાની હારે એક હરખી જગ્યામાં ઉભો રયો, અને બધાય યહુદીયા જિલ્લામાંથી, યરુશાલેમ શહેરમાંથી, અને તુર અને સિદોનના દરિયા કાઠાના અને બધીય જગ્યાનાં લોકોનું મોટુ ટોળુ ન્યા હતું.

18 અને ઈસુએ જેઓ મેલી આત્માઓથી પીડાતા હતાં ઈ લોકોને પણ હાજા કરયા.

19 બધાય લોકો ઈસુને અડવા હાટુ કરતાં હતાં કેમ કે, એનામાંથી પરાક્રમ નીકળતુ અને બધાય હાજા થાતા હતા.


આશીર્વાદના વચનો

20 તઈ ઈસુએ પોતાના ચેલાઓ બાજુ જોયને કીધુ કે, ઓ પરમેશ્વરથી મદદ મેળવનારા ગરીબ લોકો તમે આશીર્વાદિત છો, કેમ કે, પરમેશ્વરનું રાજ્ય તમારુ છે.

21 આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે, અને આશીર્વાદિત છે તેઓ જે હમણાં રોવે છે કેમ કે, તેઓ દાત કાઢશે.

22 તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે.

23 ઈ દિવસે આનંદ કરો, અને રાજી થાવ: કેમ કે, જોવો, સ્વર્ગમા તમને મોટી ભેટ મળશે કેમ કે, એના વડવા આગમભાખીયાઓને હારે એવુ જ કરતાં હતાં.

24 પણ રૂપીયાવાળાને અફસોસ છે! કેમ કે, તમે તમારો રાજીપો મેળવી સુક્યા છો.

25 ઓ આજે ધરાયેલાઓ, તમને અફસોસ છે! કેમ કે, તમે ભૂખા થાહો. ઓ દાંત કાઢનારાઓ, તમને અફસોસ છે! કેમ કે, તમે હોગ કરશો અને રોહો.

26 જઈ બધાય માણસ તમારુ હારું બોલે, તઈ તમને અફસોસ છે! કેમ કે, તમારા વડવાઓએ પણ ખોટા આગમભાખીયાઓની હારે એમ જ કરયુ હતું.


દુશ્મનો પ્રત્યે પ્રેમ

27 પણ હું તમને હાંભળનારાઓને કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખજો, જેઓ તમારો વિરોધ કરે છે એનુ ભલું કરો.

28 જેઓ તમને હરાપ દેય, તેઓને આશીર્વાદ દયો. જેઓ તમારુ અપમાન કરે, તેઓની હાટુ પ્રાર્થના કરો.

29 જે કોય તમને એક ગાલ ઉપર લાફો મારે, તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો; અને જે તમારો કોટ આસકી લેય, તો એને તમારુ બુસ્કોટ હોતન લય લેવા દયો.

30 જે કોય તમારી પાહે કાય માગે, તો એને આપો; અને જે કોય તમારી વસ્તુ આસકી લેય તો, એની પાહેથી તુ પાછી માંગતો નય.

31 અને જેમ તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો.

32 જે તમને પ્રેમ કરે છે, તેઓની હારે જ પ્રેમ રાખો, તો એમા તમારી મોટાય હેની? કેમ કે, પાપીઓ હોતન તેઓની ઉપર પ્રેમ રાખનારા ઉપર પ્રેમ રાખે છે.

33 જેઓ તમારુ ભલું કરે, તેઓનું તમે ભલું કરો છો તો, એમા તમારી મોટાય હેની? કેમ કે, પાપીઓ પણ એમ જ કરે છે.

34 જો તમે તેઓને ઉછીનું આપો જેનાથી પાછુ લેવાની આશા રાખે છે, તો કોણ તમારા વખાણ કરે? કેમ કે, પાપી લોકો પણ બીજા પાપીઓને ઉછીનું આપે છે.

35 પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.

36 ઈ હાટુ જેવો તમારો પરમેશ્વર બાપ દયાળુ છે, એવા તમે પણ દયાળુ થાવ.


બીજાઓનો ન્યાય કરવો નય

37 કોયનો ન્યાય કરવો નય, જેથી તમારો પણ ન્યાય કરવામા આવે નય, કોયને ગુનેગાર ઠરાવવો નય, તો કોય તમને ગુનેગાર ઠરાયશે નય, માફ કરો એટલે તમને માફ કરાહે.

38 આપો એટલે તમને અપાહે; હારુ માપ દાબેલું ને હલાવેલું ઉભરાએલુ તમારા ખોળામાં ઈ ઠલવી દેહે કેમ કે, “જેટલું વધારે ધ્યાનથી તમે હાંભળો છો એટલી વધારે હમજ તમને અપાહે, અને હજી વધારે તમે હમજી હકશો.”

39 ઈસુએ તેઓને એક દાખલો કીધો કે, આંધળો આંધળાને દોરી હકતો નથી, જો ઈ દોરે તો બેય ખાડામાં પડશે.

40 ચેલો પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ જો કોય અભ્યાસ પુરો કરયો છે, ઈ બધાય માણસ પુરી રીતે કેળવાયા પછી પોતાના ગુરુ જેવો થાહે.

41 તું એક નાના પાપ હાટુ પોતાના સાથી વિશ્વાસી ભાઈનો ન્યાય કેમ કરે છે, જે એની આંખમાં કાક કણાની જેમ છે, જઈ તારા જીવનમાં એક મોટો પાપ છે જે તારી પોતાની આંખમાં પડેલા મોટા કસરાની જેમ છે.

42 અને જઈ તને પોતાના જ મોટા પાપો દેખાતા નથી, તો તુ તારાથી નાના પાપવાળા ભાઈથી કેવી રીતે કય હકે કે, ઓ ભાઈ ઉભો રે હું તારા પાપો કાઢવા હાટુ મદદ કરું? અરે ઢોંગી, પેલા તુ તારામાંથી મોટા-મોટા પાપો કાઢ, પછી જ તારા ભાઈનાં નાના નાનાં પાપો કાઢવા હાટુ મદદ કરી હકય.


જેવું ઝાડ એવુ ફળ

43 કેમ કે, કોય હારા ઝાડને ખરાબ ફળ આવતાં નથી, વળી ખરાબ ઝાડને હારા ફળ આવતાં નથી.

44 બધાય ઝાડવા એના ફળથી ઓળખાય છે કેમ કે, કાંટાના ઝાડ ઉપરથી લોકો અંજીર વીણતા નથી, અને કોય ઈગોરીયાના ઝાડ ઉપરથી દ્રાક્ષ વીણતા નથી.

45 જે મનમાં ભરયું હોય, ઈજ મોંઢાંમાંથી બારે કાઢે છે. હારો માણસ હારા મનના ભંડારમાંથી હારુ બોલે છે; અને ખરાબ માણસ ખરાબ મનના ભંડારમાંથી ખરાબ બોલે છે.


ઘર બાંધનારા બે માણસ

46 ઈસુએ ઈ લોકોને કીધુ કે, જઈ તમે મારું કેવું માનતા નથી તો તમે મને હે પરભુ! હે પરભુ! હુકામ કયો છો?

47 જે કોય મારી પાહે આવે છે, મારી વાતો હાંભળે અને ઈ માંને છે, પાળે છે, ઈ કોની જેવો છે? ઈ હું તમને બતાવય.

48 ઈ એવા માણસ જેવો છે જેને ઘર બનાવવા હાટુ જમીનમાં ઊંડું ખોદીને પાણા ઉપર પાયો નાખ્યો, જઈ પુર આવ્યુ તઈ ઈ ઘર ઉપર નદીનો થપાટો લાગ્યો, પણ એને હલાવી હક્યો નય કેમ કે, ઈ હારી રીતે બાંધેલુ હતું.

49 પણ જે માણસ મારા વચનને હાંભળીને પાળતો નથી ઈ એની જેવો છે કે, જેને પાયો નાખ્યા વિના જમીન ઉપર પોતાનુ ઘર બાંધ્યુ એણે નદીનો થપાટો લાગ્યો અને એનો હાવ નાશ થય ગયો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan