Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લૂકની સુવાર્તા 5 - કોલી નવો કરાર


પેલા ચેલાઓનું તેડું

1 એક દિવસે જઈ ઈસુ ગેન્‍નેસારેત તળાવની કાઠે પરચાર કરવા હાટુ ઉભો રયો; તઈ ગડદીના લોકો પરમેશ્વરનાં વચન હાંભળવા હાટુ એની ઉપર પડાપડી કરતાં હતા.

2 એણે તળાવને કાઠે પડેલી બે હોડી જોય અને ખારવા એમાંથી ઉતરીને માછલી પકડવાની જાળો ધોય રયા હતા.

3 તઈ ઈસુ ઈ હોડી જે સિમોનની હતી, એની ઉપર સડયો, અને એણે ન્યાથી થોડાક આઘે લય જાવા હાટુ એને કીધુ, ઈસુએ એમા બેહીને લોકોને શિક્ષણ આપ્યું.

4 જઈ ઈ લોકોને શિક્ષણ આપી રયો, તો સિમોનને કીધું કે, “હોડી ઊંડા પાણીમાં લય જા, અને માછલીઓ પકડવા હાટુ તારી જાળ નાખ.”

5 સિમોને ઈસુને જવાબ દીધો કે, “સ્વામી, અમે આખી રાત મેનત કરી, પણ કાય પકડાયુ નય; તો પણ તારા કેવાથી હું જાળ નાખય.”

6 જઈ પિતર અને એના સાથીઓએ જાળો નાખી, તો તેઓએ માછલીનો મોટો ઢગલો પકડાણો, એટલે હુંધી કે, તેઓની જાળો ફાટવાની તૈયારી હતી.

7 ઈ હાટુ તેઓના પોતાના સાથીદારો કે, જેઓ બીજી હોડીમાં હતાં, તેઓને ઈશારો કરીને બોલાવ્યા; જેથી તેઓ આવીને મદદ કરે, અને તેઓએ આવીને હોડી આખી ભરી, જેથી હોડી ડૂબવા લાગી.

8 ઈ જોયને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કીધુ કે, “ઓ પરભુ, મારી પાહેથી આઘો જા, કેમ કે, હું પાપી છું”

9 કેમ કે માછલીઓનો જે ઢગલો પકડાયો હતો, એનાથી એને અને એના સાથીયોને નવાય લાગી,

10 અને એમ જ ઝબદીના દીકરા યાકુબ અને યોહાન જે સિમોનના ભાગીદાર હતાં, તેઓને હોતન નવાય લાગી, અને ઈસુએ સિમોને કીધુ કે, “બીવમાં, હું તમને આ શીખવાડય કે, લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા.”

11 જઈ તેઓ પોતાની હોડીઓને કાઠે લાવ્યા તઈ તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા.


કોઢિયો શુદ્ધ કરાણો

12 ઈ એક નગરમાં હતો, તઈ જોવો, કોઢથી પીડાતો એક માણસ ન્યા હતો, એણે ઈસુને જોયને એને પેગે પડીને વિનવણી કરી કે, “હે પરભુ, જો તુ ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.”

13 ઈસુએ હાથ લાંબો કરયો અને અડીને કીધુ કે, “હું તને શુદ્ધ કરવા ઈચ્છું છું, ઈ હાટુ તુ શુદ્ધ થા.” તરત ઈ શુદ્ધ થય ગયો.

14 તઈ ઈસુએ એને સેતવણી દીધી કે, “જો કોયને કાય કેતો નય કે, મેં તને શુદ્ધ કરયો છે, પણ યાજક પાહે જયને તારો દેહ દેખાડ જેથી ઈ તને પારખીને જોહે કે, હવે તું શુદ્ધ થયો છો. એની પછી ઈ બલિદાન સડાવ જે મુસાએ ઈ લોકોને આજ્ઞા આપી હતી જેઓને પરમેશ્વરે કોઢથી હાજા કરયા હતાં, તઈ બધાય જાણશે કે તુ હાજો થય ગયો છે.”

15 પણ ઈસુ વિષે ખબર બોવ જ વધારે ફેલાણી, અને ઘણાય લોકો હાંભળવા હાટુ અને પોતાના રોગથી હાજા થાવા હાટુ એની પાહે ભેગા થયા.

16 પણ ઈ વગડામાં એકલો જુદો થયને પ્રાર્થના કરતો હતો.


એક લાકવાવાળાને હાજાપણું

17 એક દિવસ એવુ થયુ કે, ઈ પરચાર કરતો હતો, તઈ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકો અને શીખવાડનારા શાસ્ત્રીઓ ન્યા બેઠા હતાં, જે ગાલીલ અને યહુદીયા પરદેશના દરેક ગામડામાંથી અને યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, અને માંદાઓને હાજા કરવા હાટુ પરમેશ્વરનું સામર્થ્ય ઈસુની હારે હતું.

18 અને જુઓ થોડાક લોકો એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને લાવ્યા, અને એને ઘરની અંદર ઈસુ પાહે લય જાવાની કોશિશ કરી.

19 પણ ગડદીને લીધે તેઓને અંદર જાવાનો લાગ નો મળ્યો, એટલે જ્યાં ઈ હતો ઈ ઘરનું છાપરું ખોલીને ઈ લકવાવાળો જે પથારીમાં હતો એને ઈસુની હામે ઉતારયો.

20 ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “ભાઈ તારા પાપ માફ થયા છે.”

21 યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એકબીજાની હારે અંદરો અંદર સરસા કરવા લાગ્યા કે, “આ માણસ અભિમાની છે અને આવું કયને પરમેશ્વરની નિંદા કરે છે! આપડે બધાય જાણી છયી કે, પરમેશ્વર સિવાય બીજો કોય પણ પાપોની માફી આપી હક્તો નથી.”

22 પણ ઈસુએ તેઓના વિસારો જાણીને તેઓને કીધુ કે, “તમે તમારા હ્રદયમાં શું વિસાર કરો છો?”

23 વધારે હેલ્લું શું છે? તારા પાપ તને માફ થયા છે, એવુ કેવું કે, ઉઠીને હાલતો થા, એમ કેવું?

24 પણ તમે જાણો કે, મને માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપ માફ કરવાનો હોતન અધિકાર છે. પછી ઈસુએ લકવાવાળા માણસને કીધુ કે, “હું તને કવ છું કે, ઉઠ અને તારી પથારી ઉપાડીને તારા ઘરે વયોજા.”

25 તરત જ ઈ બધાય લોકોની હામે પથારીમાંથી ઉભો થયો જેમાં ઈ હુતો હતો, ઈ લયને લોકોની આગળથી પરમેશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘરે ગયો.

26 એથી બધાય નવાય પામ્યા અને પરમેશ્વરની સ્તુતિ કરી, અને તેઓમાંથી ઘણાય બીયને કેવા લાગ્યા કે, “આજે આપડે ગજબની વાતો જોય છે.”


લેવીનું તેડું.

27 ઈ પછી ઈસુ ન્યાંથી નીકળો અને લેવી નામે એક દાણીને દાણની સોકી ઉપર બેઠેલો જોયને એને કીધું કે, “મારો ચેલો બન.”

28 તઈ ઈ તરત જ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો.

29 લેવીએ પોતાના ઘરે ઈસુની હાટુ મોટી મેમાનગતી કરી. દાણીઓ અને બીજા લોકોનું મોટુ ટોળું એની હારે ખાવા બેઠું હતું.

30 તઈ ફરોશી ટોળાના લોકો અને તેઓના યહુદી નિયમના શિક્ષકો એના ચેલાના વિરોધમાં કચ કચ કરીને કીધુ કે, “તમે દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાવ પીવ છો?”

31 ઈસુએ તેઓને જવાબ દીધો કે, “જે હાજા છે, એને વૈદની જરૂર નથી, પણ જે માંદા છે તેઓને છે.

32 હું ન્યાયીઓને નય, પણ પાપીઓને પસ્તાવા હાટુ બોલાવવા આવ્યો છું.”


ઉપવાસ વિષે પ્રશ્ન

33 તેઓએ ઈસુને કીધું કે, “યોહાનના ચેલાઓ અને ફરોશી ટોળાના લોકો ઉપવાસ અને પ્રાર્થના કરે છે, પણ તારા ચેલાઓ કેમ ઉપવાસ કરતાં નથી?”

34 ઈસુએ તેઓને કીધું કે, “વરરાજો જાનૈયાની હારે છે, ન્યા હુધી તેઓની પાહે શું તમે ઉપવાસ કરાવી હકો છો?

35 પણ એવા દિવસો આયશે જઈ વરરાજો તેઓની પાહેથી લય લેવાહે, તઈ ઈ દિવસે ઈ બધાય ઉપવાસ કરશે.”

36 ઈસુએ તેઓને એક દાખલો પણ કીધો કે, “નવા લુગડાનું થીગડુ ફાડીને કોય માણસના જુના લુગડાને નવા થીગડાથી હાધતું નથી, જો હાધે તો ઈ નવું હોતન ફાડી નાખશે, અને પાછા નવા લુગડામાંથી લીધેલુ થીગડુ જુના લુગડા હારે મળતું નથી.

37 અને કોય નવો દ્રાક્ષારસ જુના સામડાની થેલીમાં ભરતું નથી. જો ભરે તો નવો દ્રાક્ષારસથી જુની સામડાની થેલીને ફૂલીને ફાડી નાખે છે, અને દ્રાક્ષારસ અને જુની સામડાની થેલીનો એમ બેયનો નાશ થાય છે,

38 પણ નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં જ ભરવો જોયી.

39 અને જુનો દ્રાક્ષારસ પીધા પછી કોય નવો દ્રાક્ષારસ પીવા માંગતું નથી કેમ કે, ઈ કેય છે જુનો વધારે હારો છે.”

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan