Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લૂકની સુવાર્તા 4 - કોલી નવો કરાર


ઈસુનું પરીક્ષણ
( માથ્થી 4:1-11 ; માર્ક 1:12-13 )

1 પછી ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થયો, અને યર્દન નદીથી પાછો આવ્યો; અને આત્માના દોરાવ્યા પરમાણે વગડામાં રયો;

2 તઈ આત્મા ઈસુને સ્યાલીસ રાત અને દિવસ હાટુ વગડામાં લય જય, અને જઈ ઈ ન્યા હતો ન્યા હુધી શેતાન એનુ પરીક્ષણ કરતો રયો. ઈ દિવસો હુધી ઈસુ વગડામાં હતો અને એણે કાય પણ ખાધુ નોતુ, ઈ હાટુ જઈ સાલીસ દિવસ પુરા થયા તઈ એને બોવ જ ભૂખ લાગી.

3 અને શેતાને એને કીધુ કે, “જો તુ પરમેશ્વરનો દીકરો હોય તો, હુકમ કર કે, આ પાણો રોટલી થય જાય.”

4 ઈસુએ એને જવાબ દીધો કે, “આમ શાસ્ત્રમાં લખેલુ છે કે, માણસ ખાલી એકલી રોટલીથી જીવશે નય.”

5 પછી શેતાન એને ઉસી જગ્યાએ લય ગયો અને એને એક પળમાં એને જગતના બધાય રાજ્યો દેખાડયા.

6 અને શેતાને કીધુ કે, “હું બધીય મિલકત, અધિકાર અને ગૌરવ તને આપય કેમ કે, આ બધુય મને હોપવામાં આવ્યુ છે, અને હું જેને ઈચ્છું, એને આપી હકુ છું.

7 ઈ હાટુ જો તું મારા પગમાં પડીને મને પરણામ કરય, તો હું આ બધુય તને આપી દેય.”

8 ઈસુએ એને જવાબ દીધો કે, “શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.”

9 તઈ શેતાન ઈસુને યરુશાલેમમાં લય ગયો, અને એને મંદિરની ટોસ ઉપર ઉભો રાખીને શેતાને ઈસુને કીધુ કે, “જો તુ પરમેશ્વરનો દીકરો હોય તો પોતાની જાતને નીસે પછાડી દે,

10 કેમ કે, એમ પવિત્રશાસ્ત્રમાં લખેલુ છે કે, તારા વિષે પોતાના સ્વર્ગદુતને આજ્ઞા આપશે કે, અને ઈ તને બસાવશે.”

11 અને એમ પણ લખ્યું છે કે, “તેઓ તને પોતાના હાથમાં એવી રીતે પકડી લેહે કે, તારા પગને પાણા હારે ઠેહ નો લાગે.”

12 ઈસુએ એને જવાબ આપ્યો કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.”

13 તઈ શેતાન બધાય પરીક્ષણ પુરા કરીને ઘડીકવાર હાટુ એની પાહેથી વયો ગયો.


ઈસુએ ગલીલમાં સેવા શરુ કરી
( માથ્થી 4:2-17 ; માર્ક 6:1-6 )

14 પછી ઈસુ પવિત્ર આત્માના પરાક્રમથી ભરેલો, ગાલીલ જિલ્લામાં પાછો આવ્યો; અને એની સરસા આજુ બાજુના બધાય દેશોમાં ફેલાય ગય.

15 અને ઈ એના જ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો રયો, અને બધાય એને માન આપતા હતા.


ઈસુનો નાઝરેથમાં નકાર
( માથ્થી 13:53-58 ; માર્ક 6:1-6 )

16 અને ઈસુ નાઝરેથમાં આવ્યો; જ્યાં એનુ પાલન પોષણ કરવામા આવ્યું હતું; અને પોતાની રીત પરમાણે વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને ઈ શાસ્ત્રમાંથી વાસવા હારું ઉભો થયો,

17 યશાયા આગમભાખીયાની સોપડી એને આપવામાં આવી, અને એણે સોપડી ઉઘાડીને, આ ભાગ કાઢયો જ્યાં ઈ લખેલુ હતું:

18 “પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા,

19 અને પરભુની કૃપાના વરહની પરચાર કરવા હાટુ એને મને મોકલ્યો છે.”

20 તઈ એણે સોપડી બંધ કરીને સેવકને પાછી હાથમાં આપીને ઈસુ બેહી ગયો, અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બધાય ધ્યાનથી એના ઉપર જોય રયા હતા.

21 તઈ ઈ બધાયને કેવા લાગ્યો કે, “આજે આ શાસ્ત્રમા લખેલુ વચન તમારી હામે પુરું થયુ છે.”

22 પછી બધાય એની વિષે સાક્ષી આપી એના મોઢામાંથી જે કૃપાની વાતો નીકળી એનાથી આ લોકોએ નવાય પામીને કીધું કે, “ઈ ખાલી યુસફનો જ દીકરો છે”

23 ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.”

24 એણે કીધું કે, હું તમને પાકું કવ છું કે, કોય આગમભાખનારાને પોતાના દેશમાં માન આપતું નથી.

25 હું તમને હાસુ કવ છું કે, આગમભાખીયો એલિયાના વખતમાં હાડા ત્રણ વરહ હુધી આભમાંથી વરસાદ નો થયો, અને આખાય ઈઝરાયલ દેશમાં બોવ દુકાળ પડયો, ઈ વખતે ઈઝરાયલ દેશમાં ઘણીય રંડાયેલી હતી.

26 એલિયાને ઈઝરાયલ દેશમાં કોય રંડાયેલીના ઘરે મોકલવામાં આવ્યો નોતો, પણ સીદોન શહેરના પાહે સારફતના વિસ્તારમા એક બિનયહુદી વિધવાને ન્યા મોકલવામાં આવ્યો હતો.

27 અને એલિશા આગમભાખીયાને વખતમાં ઈઝરાયલ દેશમાં ઘણાય કોઢિયા હતાં, પણ નામાન, સીરીયાવાસી જે યહુદી નતો, એના સિવાય તેઓમાનો કોયને શુદ્ધ કરાયો નોતો.

28 ઈ વાત હાંભળીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બધાય ખીજાય ગયા.

29 તેઓએ ઉઠીને ઈસુને શહેરથી બારે કાઢી મુક્યો, અને તેઓને ડુંઘરા ઉપરથી નીસે પાડી નાખવા હાટુ જે ડુંગર ઉપર એનુ શહેર બાંધેલુ હતું, એની ટોસ ઉપર તેઓ ઈસુને લય ગયા.

30 પણ ઈસુ તેઓની વચમાંથી નીકળીને હાલ્યો ગયો.


દુષ્ટાત્મા વળગેળો માણસ
( માર્ક 12:1-28 )

31 ઈ પછી ઈસુ ગાલીલના કપરનાહૂમ શહેરમાં ગયો, અને બીજા વિશ્રામવારે લોકોને શિક્ષણ આપતો હતો.

32 ઈ ઈસુના શિક્ષણથી સોકી ગયા કેમ કે, જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો.

33 ન્યા યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં એક માણસ જેને મેલી આત્મા વળગેલી હતી, એણે રાડો પાડીને કીધુ કે,

34 “અરે, નાઝરેથ નગરવાસી ઈસુ તારે ને મારે શું છે? અમને હેરાન કરવાનો તને શું અધિકાર છે? તુ કોણ છો ઈ હું જાણું છું, એટલે તુ પરમેશ્વરનો પવિત્ર માણસ છે.”

35 ઈસુએ મેલી આત્મા વળગેલાને ધમકાવીને કીધું કે, “સૂપ રે! એનામાંથી નીકળી જા.” મેલી આત્મા એને બધાયની વસમાં નાખીને કાય પણ નુકશાન કરયા વગર એનામાંથી નીકળી ગય.

36 એનાથી બધાય એવા નવાય પામ્યા કે બધાયે અંદરો અંદર વાત કરી કે, આ ક્યા પરકારનું શિક્ષણ છે? કેમ કે, ઈ અધિકારથી અને પરાક્રમથી મેલી આત્માને હુકમ કરે છે, એટલે ઈ બારે નીકળી જાય છે.

37 સ્યારેય બાજુ બધીય જગ્યાએ એના નામની સરસા થાવા મંડી.


ઘણાય લોકો હાજા થયા
( માથ્થી 8:14-17 ; માર્ક 1:29-34 )

38 ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાએથી નીકળીને સિમોનના ઘરમાં ગયો, ન્યા સિમોનની હાહુને ખુબજ તાવ આવતો હતો, અને એની બાજુમાં સિમોને ઈસુને વિનવણી કરી.

39 ઈસુએ પાહે ઉભા રયને તાવને ધમકાવ્યો, એટલે એનો તાવ મટી ગયો, અને તરત એણે ઉઠીને તેઓને ખાવાનું પીરસ્યું.

40 સુરજ ઢળતી વેળાયે, જેઓ જુદા જુદા રોગથી પીડાતા માણસો હતાં, તેઓને ઈસુની પાહે લીયાવ્યા; અને એણે તેઓના માથા ઉપર હાથ મુકીને હાજા કરયા.

41 ઘણાયમાંથી મેલી આત્માઓ પણ નીકળી, તેઓ રાડો પાડતા અને કેતા કે, “તુ પરમેશ્વરનો દીકરો છો.” એણે તેઓને બીવડાવ્યા, અને બોલવા દીધા નય કેમ કે, ઈ જાણતા હતાં કે, “ઈ તો મસીહ છે.”


સભાસ્થાનમાં ઈસુનું શિક્ષણ
( માર્ક 1:35-39 )

42 દિવસ ઉગો તઈ ઈ ન્યાથી નીકળીને ઉજ્જડ જગ્યામાં ગયો, લોકો એને ગોતવા હાટુ એની પાહે આવ્યા, ઈ તેઓની પાહેથી જાય નય, ઈ હાટુ તેઓએ એને રોકી રાખવાની કોશિશ કરી.

43 પણ ઈસુએ તેઓને કીધુ, “મારે બીજા નગરમાં હોતન પરમેશ્વરનાં રાજ્યનાં હારા હમાસારનો પરચાર કરવાની જરૂર છે. કારણ કે, ઈ હારું મને મોકલવામાં આવ્યો છે.”

44 અને ઈસુ યહુદીયામાં ગાલીલ જિલ્લાના ઘણાય નગરોમાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો રયો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan