લૂકની સુવાર્તા 3 - કોલી નવો કરારયોહાનનો જળદીક્ષા વિષે સંદેશ ( માથ્થી 3:1-12 ; માર્ક 1:1-8 ; યોહ. 1:19-28 ) 1 રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો. 2 અને જઈ આન્નાસ અને કાયાફા મહાયાજકો હતાં, ઈ વખતે ઝખાર્યાના દીકરા યોહાનની પાહે વગડામાં પરમેશ્વરનું વચન આવ્યુ. 3 ઈ યર્દન નદીની આજુ-બાજુ બધીય જગ્યાઓ ઉપર ફરતો રયો, અને ઈ લોકોને આ કેતો રયો કે, જો તમે ઈચ્છો છો કે, “પરમેશ્વર તમારા પાપોને માફ કરે તો, તમારે પસ્તાવો કરવો જોયી, તઈ હું તમને જળદીક્ષા આપય.” 4 યશાયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, વગડામાં પોકારનારની વાણી છે કે, પરભુનો મારગ તૈયાર કરો એનો મારગ પાધરો કરો. 5 દરેક નીસાણ પુરાહે, દરેક ડુંઘરા અને ટેકરાં નીસા કરાહે, અને વાકા-સુકા છે ઈ સીધા અને ખાડા ટેકરા વાળા મારગને હરખા કરાહે. 6 તઈ દરેક માણસ પરમેશ્વરનાં મારગને જોહે જે લોકોને બસાવે છે. 7 જઈ લોકોનું મોટુ ટોળું એની પાહે જળદીક્ષા લેવા હાટુ આવતું હતું, ઈ તેઓને કેતો હતો કે, ઓ ઝેરીલા એરુના જેવા ભુંડા લોકો, એવુ તમને કોણે સેતવ્યા કે, પરમેશ્વરનાં આવનાર કોપથી ભાગી જાવ? 8 ઈ હાટુ પસ્તાવો કરવાની લાયક ફળ લીયાવો, અને પોતપોતાના મનમાં એવું વિસારો કે, ઈબ્રાહિમ આપડો વડવો છે, કેમ કે, હું તમને કવ છું કે, પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ આ પાણામાંથી બાળકો પેદા કરી હકે છે. 9 જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપી નાખીને આગમાં નાખવા હાટુ તૈયાર કરે છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા. 10 લોકોએ યોહાનને પુછયું કે, “તો અમારે શું કરવુ જોયી?” 11 યોહાને તેઓને જવાબ દીધો કે, જેની પાહે બે બુસટ હોય, અને જેની પાહે એકય નથી એને એક આપે અને જેની પાહે ખાવાનું હોય ઈ હોતન એમ જ કરે. 12 થોડોક વેરો ઉઘરાવનારા પણ જળદીક્ષા પામવા હારું આવ્યા અને એણે પુછું કે, “ગુરુ અમારે શું કરવુ જોયી?” 13 યોહાને તેઓને કીધું કે, “તમારી હાટુ સરકારે જેટલો વેરો નક્કી કરો હોય, એના કરતાં વધારે વેરો લોકો પાહેથી નો લેતા.” 14 સિપાયોએ પણ યોહાનને પુછું કે, “અમારે શું કરવુ જોયી?” એણે તેઓને કીધું કે, “કોયને હેરાન નો કરો, એમ જ કોયની ઉપર ખોટો આરોપ નો મુકો, તમારી કમાણીમાં સંતોષ રાખો.” 15 લોકો બોવ આશા રાખી રયા હતાં કે, મસીહ લગભગ જલ્દી આવી જાહે, અને એનામાંથી ઘણાય બધાય આ પણ વિસારી રયા હતાં કે, “યોહાન ક્યાક મસીહ તો નથીને?” 16 તઈ યોહાનને બધાયને જવાબ આપતા કીધું કે, “હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે. 17 એનું હુંપડું એના હાથમાં છે, અને ઈ પોતાની ખળીને હારી રીતે સાફ કરી નાખશે, અને ઘઉંને ભેગા કરીને પોતાના ભંડારમાં ભરશે, પણ ભૂસાને હળગતી આગમાં બાળી નાખવામાં આયશે જે કોય દિવસ ઠરશે નય.” 18 અને યોહાન ઘણુંય બધુ શિક્ષણ આપીને હારા હમાસાર હંભળાવતો રયો. 19 પણ હેરોદ રાજાએ એના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની હારે લગન કરયા હતાં અને બીજા ઘણાય ખરાબ કામો કરયા હતાં, ઈ બધાયને લીધે યોહાને એને ઠપકો આપ્યો, 20 ઈ હાટુ હેરોદે યોહાનને જેલખાનામાં નખાવીને બધાયથી ભુંડુ કામ કરયુ. ઈસુની જળદીક્ષા ( માથ્થી 3:13-17 ; માર્ક 1:9-11 ) 21 જઈ બધાય લોકોને જળદીક્ષા પામી રયા હતાં, અને ઈસુ જળદીક્ષા લયને પ્રાર્થના કરતો હતો, એટલામાં સ્વર્ગ ઉઘડી ગયુ 22 પવિત્ર આત્મા કબુતરની જેમ એની ઉપર ઉતરો, આભમાંથી એવી વાણી થય કે, “તુ મારો વાલો દીકરો છો, હું તારાથી રાજી છું.” ઈસુની પેઢી ( માથ્થી 1:1-17 ) 23 જઈ ઈસુ પોતે પરસાર કરવા લાગ્યો તઈ ઈ આશરે ત્રીસ વરહનો હતો. જેમ લોકો વિસારે છે કે, ઈસુ યુસફનો દીકરો હતો, અને યુસફ એલીનો દીકરો હતો; 24 એલી મથ્થાતનો, મથ્થાત લેવીનો, લેવી માલ્ખીનો, માલ્ખી યનાઈનો, યનાઈ યુસુફનો, 25 યુસુફ મત્તિયાનો, મત્તિયા આમોસનો, આમોસ નહુમનો, નહુમ હેસ્લીનો, હેસ્લી નગઈનો, 26 નગઈ માહથનો, માહથ માંતીત્થાનો, માંતીત્થા સીમનોઈનો, સીમનોઈ યોસેખનો, યોસેખ યોદાનો, 27 યોદા યોહાનનો, યોહાન રેસાનો, રેસા ઝરુબ્બાબેલનો, ઝરુબ્બાબેલ શાલ્તીએલનો, શાલ્તીએલ નેરીનો નેરી એઝ્રાનો, 28 એઝ્રા માલ્ખીનો, માલ્ખી અદ્દીનો, અદ્દી કોસમનો, કોસમ અલ્માદામનો, અલ્માદામ એરનો, 29 એર યેશુંનો, યેશું એલીએઝેરનો, એલીએઝેર યોરીમનો, યોરીમ મત્થાતનો, મત્થાત લેવીનો, 30 લેવી સિમોનનો, સિમોન યહુદાનો, યહુદા યુસુફનો, યુસુફ યોનામનો, યોનામ એલ્યાકીમનો, 31 એલ્યાકીમ મલેયાનો, મલેયા મીન્નાનો, મીન્ના મત્તાથાનો, મત્તાથા નાથાનનો, નાથાન દાઉદનો, 32 દાઉદ યિશાઈનો, યિશાઈ ઓબેદનો, ઓબેદ બોઆઝનો, બોઆઝ સાલ્મોનનો, સાલ્મોન નાહશોનનો, 33 નાહશોન અમીનાદાબનો, અમીનાદાબ અરનીનો, અરની હેસ્રોનનો, હેસ્રોન પેરેસનો, પેરેસ યહુદાનો, 34 યહુદા યાકુબનો, યાકુબ ઈસહાકનો, ઈસહાક ઈબ્રાહિમનો, ઈબ્રાહિમ તેરાહનો, તેરાહ નાહોરનો, 35 નાહોર સરુગનો સરુગ રયુનો, રયુ પેલેગનો, પેલેગ એબરનો, એબર શેલાનો, 36 શેલા કાઈનાનનો, કાઈનાન અર્ફક્ષદનો, અર્ફક્ષદ શેમનો, શેમ નૂહનો, નૂહ લામેખનો, 37 લામેખ મથુંશેલાનો, મથુંશેલા હનોખનો, હનોખ યારેદનો, યારેદ મહાલલેલનો, મહાલલેલ કાઈનાનનો, કાઈનાન અનોશનો, 38 અનોશ શેથનો, શેથ આદમનો, અને આદમ પરમેશ્વરનો દીકરો હતો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation