લૂકની સુવાર્તા 23 - કોલી નવો કરારઈસુ પિલાત હામે ( માથ્થી 27:1-2 , 11-14 ; માર્ક 15:1-5 ; યોહ. 18:28-38 ) 1 પછી આખી ન્યાય સભાના લોકો ઉભા થયને ઈસુને પિલાતની પાહે લય ગયા. 2 અને તેઓએ આ કયને ઈસુ ઉપર આરોપ લગાડો કે, “આ માણસ અમારા લોકોને ઉશ્કેરે છે, અને રોમી સમ્રાટને વેરો ભરવાની ના પાડે છે અને પોતે મસીહ, ઈ હાટુ રાજા હોવાનો દાવો કરે છે.” 3 અને પિલાતે ઈસુને પુછયું કે, “શું તુ યહુદીઓનો રાજા છો?” એણે જવાબ આપ્યો કે, “તુ પોતે જ કય રયો છો.” 4 તઈ પિલાત મુખ્ય યાજકો અને લોકોને કીધું કે, “મને આ માણસમાં કોય વાક દેખાતો નથી.” 5 પણ તેઓએ ફરીથી જોરથી કીધું કે, “ઈ યહુદીયા પરદેશના બધાય લોકોની વસ્સે શિક્ષણ આપીને તેઓને ઉશ્કેરે છે, એણે ગાલીલ જિલ્લામાં શરુઆત કરીને હવે આયા આવી ગયો છે.” ઈસુ હેરોદ હામે 6 હવે પિલાતે આ હાંભળ્યું તઈ એણે પુછયું કે, “શું આ માણસ ગાલીલ જિલ્લાનો રેવાસી છે?” 7 જઈ પિલાતે જાણ્યુ કે, ઈસુ હેરોદ એન્ટીપાસના અધિકારમાં આવેલા પરદેશમાંથી છે, તો એણે એની પાહે મોકલ્યો અને ઈ દિવસોમાં હેરોદ યરુશાલેમમાં હતો. 8 હવે હેરોદ ઈસુને જોયને ઘણોય રાજી થયો કેમ કે, ઈ ઘણાય વખતથી જોવા ઈચ્છતો હતો. અને ન્યા એણે કાક સમત્કાર કરતો જોવાની આશા રાખતો હતો. 9 જેથી હેરોદે ઈસુને ઘણાય પ્રશ્નો પુછયા, પણ ઈસુએ કાય જવાબ આપ્યો નય. 10 અને મુખ્ય યાજકો અને યહુદી નિયમના શિક્ષકો ન્યા ઉભા હતાં, તેઓ ઈસુની ઉપર આરોપ લગાડતા હતા. 11 પછી હેરોદ અને એના સિપાયોએ ઈસુની ઠેકડી કરી. અને તેઓએ એને રાજાની જેમ મોઘા લુગડા પેરાવ્યા પછી હેરોદે એને પિલાતની પાહે પાછો મોકલ્યો. 12 ઈ દિવસથી હેરોદ અને પિલાત એકબીજા મિત્રો બની ગયા, અને એની પેલા તેઓ એકબીજાના દુશમન હતા. ઈસુને મોતની સજા ફરમાવી ( માથ્થી 27:15-26 ; માર્ક 15:6-15 ; યોહ. 18:39-19:16 ) 13 પિલાતે મુખ્ય યાજકો અને સરદારો અને લોકોને બોલાવ્યા. 14 પિલાતે તેઓને કીધું કે, “આ માણસને તમે મારી પાહે લીયાવ્યા છો. તમે કીધું કે આ લોકોને ભરમાવે છે. પણ મે તમારી હામે એની તપાસ કરી, તો મને એમા કાય આરોપ હોય એવુ લાગતું નથી. 15 હેરોદે પણ એનામા કાય ખોટુ જોયું નથી અને પોતાની પાહેથી પાછો મોકલી દીધો છે, કેમ કે આ માણસે મોતની સજાની લાયક કાય પણ ખોટુ કરયુ નથી. 16 જેથી હું એને કોયડા મરાવીને પછી છોડી દવ છું” 17 હવે પિલાતને પાસ્ખાના તેવારના દિવસોમાં યહુદી લોકો હાટુ કોય એક કેદીને છોડી દેવો પડતો હતો. 18 તઈ બધાય માણસોએ રાડ પાડી કે, “એને મારી નાખો! અને અમારી હાટુ બારાબાસને છોડી દયો.” 19 ઈ બારાબાસ જેને શહેરમાં અને સરકારની વિરુધ હુલ્લડમાં કેટલાક લોકોને મારી નાખ્યા હતા, ઈ હાટુ એને જેલખાનામાં નાખ્યો હતો. 20 પણ પિલાતે ઈસુને છોડી દેવાની ઈચ્છાથી લોકોને પાછુ પુછયું. 21 પણ લોકોએ રાડ પાડીને કીધું કે, “એને વધસ્થંભે સડાવી દયો, વધસ્તંભે સડાવી દયો.” 22 રાજ્યપાલ પિલાતે ત્રીજીવાર તેઓને કીધું કે, “શું એણે ગુનો કરયો છે? મને એમા મોતની સજા આપવા લાયક કાય દેખાતું નથી. ઈ હાટુ હું એને ફટકા મરાવીને છોડી દવ છું” 23 પણ તેઓએ મોટા અવાજથી રાડો પડતા રયા કે, ઈસુને વધસ્થંભે જડાવો, અને તેઓના વારંવાર કેવાના કારણે રાજ્યપાલ પિલાતને તેઓની આગળ નમવુ પડીયું. 24 ઈ હાટુ પિલાતે જે તેઓએ વિનવણી કરી હતી કે, એણે ઈ પરમાણે કરવાનું નક્કી કરયુ. 25 અને હુલ્લડ અને હત્યા કરવાનાં કારણે જે માણસ જેલખાનામાં પુરાણો હતો, તેઓના માંગવાની લીધે પિલાતે છોડી દીધો, પણ એણે ઈસુને તેઓની ઈચ્છા પરમાણે હોપી દીધો. ઈસુનું વધસ્થંભ ઉપાડવું ( માથ્થી 27:32-44 ; માર્ક 15:21-32 ; યોહ. 19:17-19 ) 26 જઈ તેઓ ઈસુને લય જાતા હતાં, તઈ તેઓએ કુરેન ગામનો સિમોન નામનો એક માણસ બાર ગામથી આવતો હતો, એને પકડીને એના ખંભા ઉપર વધસ્થંભ ઉપડાવ્યો જેથી ઈ ઈસુની હારે હાલે. 27 અને ઘણાય બધાય લોકોનો મોટો ટોળો એની વાહે હાલ્યો: અને બોવ બધીય બાયુ પણ હતી, જે ઈસુની હાટુ છાતી કુટી કુટીને વિલાપ કરતી હતી. 28 પણ ઈસુએ ફરીને એને કીધું કે, “યરુશાલેમની દીકરીઓ મારી હાટુ રોવોમાં; પણ જે કાય તમારી અને તમારા બાળકો હાટુ થાવાનુ છે એની હાટુ રોવો. 29 કેમ કે, એવો પીડાનો દિવસ આવતો હતો કે, જઈ લોકો કેયશે કે, ઈ બાયુ આશીર્વાદિત છે, જેને બાળકો ક્યારેય થય હકતા નથી, અને ઈ બાયુ આશીર્વાદિત છે કે, જેણે કોય દિવસ બાળકોને ધવડાવા નથી.” 30 ઈ વખત લોકો, ડુંઘરાઓને કેશે કે, અમારા ઉપર પડો અને ટેકરીને કેહે કે, તમે અમને ઢાંકી દયો. 31 જો મારે મરવું પડશે ન્યા હુધી કે, મે કાય ખોટુ નથી કરયુ, પણ ખરેખર ભયાનક વાતો ઈ લોકોની હાટુ થાહે જેઓ મોતને લાયક છે. 32 ન્યા બીજા બે માણસો હતાં જેઓ ગુનેગાર હતાં તેઓને પણ મારી નાખવા હાટુ તેઓ ઈસુની હારે લય જાતા હતા. 33 જઈ ખોપડી, નામની જગ્યાએ પુગ્યા. ન્યા તેઓએ ઈસુને અને ઈ બે ગુનેગારોને હોતન વધસ્થંભ ઉપર એકને ઈસુની જમણી બાજુ અને બીજાને ઈસુની ડાબી બાજુએ સડાવ્યા. 34 ઈસુએ કીધું કે, “હે બાપ, તેઓને માફ કરો, કેમ કે તેઓ શું કરી રયા છે ઈ તેઓ જાણતા નથી.” અને અંદરો અંદર છીઠ્ઠીઓ નાખીને, એના લુગડા તેઓએ વેસી લીધા. 35 અને ન્યા લોકો ઉભા રયને જોતા હતા. અને હવે અધિકારીઓ પણ ઈસુની ઠેકડી ઉડાડતા કેતા હતા કે, “એણે બીજાઓને બસાવ્યા; જો ઈ એક ખાલી ગમાડેલો અને પરમેશ્વરનો મસીહ હોય તો ઈ પોતાને બસાવે.” 36 સિપાયો પણ પાહે આવીને, ઈસુની ઠેકડી કરી. અને એને પાહે આવીને સરકો આપ્યો, 37 અને કીધું કે, “જો તુ યહુદીઓનો રાજા હોય, તો તુ પોતાની જાતને બસાવ.” 38 અને એના ઉપર આરોપનામું પણ લખેલુ હતું કે, “આ યહુદીઓનો રાજા છે.” 39 જે ગુનેગારોમાં એકને લટકાવ્યો હતો, એણે એની ઠેકડી કરીને કીધું કે, “શું તુ મસીહ નથી? તો તારી જાતને અને અમને હોતન બસાવ!” 40 પણ બીજાએ જવાબ આપતા એને ખીજાયને કીધું કે, “શું તુ પરમેશ્વરથી પણ બીતો નથી? તુ હોતન ઈ જ સજા ભોગવશો, 41 અને આપડે તો ન્યાય પરમાણે સજા મળી છે, કેમ કે આપડે આપડા કામો પરમાણે સજા મળી છે, પણ એણે તો કોય પણ ખોટુ કામ કરયુ નથી.” 42 તઈ એણે ઈસુને કીધું કે, “હે ઈસુ, જઈ તુ એક રાજાની જેમ પાછો આવય, તો મને યાદ કરજે!” 43 પછી ઈસુએ એને કીધું કે, “હું હાસુ કવ છું કે, આજે તુ મારી હારે સ્વર્ગમા હોય!” ઈસુનું મૃત્યુ ( માથ્થી 27:45-56 ; માર્ક 15:33-41 ; યોહ. 19:28-30 ) 44 અને બપોરનાં લગભગ બાર વાગ્યેથી ત્રણ વાગ્યા હુધી આખા દેશમાં અંધકાર છવાય ગયો. 45 ન્યા સુરજનું અંજવાળું નોતું. અને મંદિરની અંદર પવિત્ર જગ્યામાં જાડો પડદો લટકાયેલો હતો, જે બધાય લોકોને પરમેશ્વરની હાજરીમાં જાવાથી રોકતો હતો, ઈ ઉપરથી નીસે હુધી બે ભાગ થયને ફાટી ગયો. 46 અને ઈસુએ મોટા અવાજે પોકાર કરયો કે, “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં હોપું છું” અને ઈસુએ એમ કયને જીવ છોડ્યો. 47 જમાદારે ન્યા જે જે થયુ, ઈ જોયને એણે પરમેશ્વરની મહીમા કરીને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.” 48 અને ઘણાય લોકોની ગદડી જે ઈ જોવા ભેગી થય હતી, આ ઘટના ને જોયને ઈ બોવ દુખીથી પોતાની છાતી કુટી કુટીને પોતાના ઘરે ગયુ અને ઈ દુખી થયુ. 49 પણ તેમના બધાય ઓળખીતા, અને જે બાયુ ગાલીલ જિલ્લામાંથી ઈસુની હારે આવ્યું હતી, બોવ આઘે ઉભા રયને જે કાય થાતું હતું આ બધુય જોતી હતી. ઈસુનું દફન ( માથ્થી 27:57-61 ; માર્ક 15:42-47 ; યોહ. 19:38-42 ) 50 અને ન્યા યુસુફ નામે એક માણસ હતો, ઈ યહૂદીઓની ન્યાયસભાનો સભ્ય હતો, ઈ હારો અને ન્યાયી માણસ હતો. 51 તેઓની યોજના અને એક તેઓના આ કામથી ઈ રાજી હતા નય. ઈ યહુદીઓના શહેરના અરિમથાઈ શહેરનો રેવાસી અને પરમેશ્વરનાં રાજ્યની રાહ જોતો હતો. 52 યુસુફે પિલાતની પાહે જયને ઈસુના દેહને લય જાવા હાટુ રજા માંગી જેથી ઈ એને દાટી હકે. પિલાતે એને રજા આપી. 53 અને એણે લાશને વધસ્થંભથી નીસે ઉતારીને એક ખાપણમાં વીટાળીને પછી એણે ઈસુની લાશને પાણામાં ખોદેલી, નવી કબરમાં મુકી, જે કબર પેલા કોયની હાટુ વપરાણી નોતી. 54 આ ઈ દિવસ હતો જે યહુદી લોકોના વિશ્રામવાર હાટુ લોકો તયારી કરે. અને ઈ જલ્દીથી સુરજ આથમવાનો હતો, અને વિશ્રામવારની શરૂઆત થાવાની હતી. 55 જે બાયુ ગાલીલ જિલ્લાથી, ઈસુની હારે આવી ઈ યુસુફ પાછળ ગય, તેઓએ કબર જોયી તેઓએ જ્યાં ઈસુનો દેહ મુકવામાં આવ્યો હતો, ઈ હોતન જોયું. 56 અને પોતાના ઘરોમાં આવીને બાયુઓ ઈસુના દેહ ઉપર મસાલા અને સુગંધિત અત્તર મુકવા હાટુની તૈયારી કરી, અને યહુદી વિશ્રામવારના દિવસે તેઓએ મુસાના આજ્ઞા પરમાણે આરામ કરો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation