Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહૂદાનો પત્ર 1 - કોલી નવો કરાર


વિશ્વાસ હાટુ મુશ્કેલી

1 હું યહુદા, તમને આ પત્ર લખી રયો છું, હું ઈસુ મસીહનો એક ચાકર છું, અને યાકુબનો ભાઈ છું, હું તમને લોકોને લખી રયો છું, જેને પરમેશ્વરે પોતાની ઉપર વિશ્વાસ કરવા હાટુ બોલાવ્યા છે, આપડા પરમેશ્વર બાપ તમને પ્રેમ કરે છે, અને તમને ઈસુ મસીહ દ્વારા હંભાળી રાખ્યા છે.

2 પરમેશ્વર તમારી ઉપર બોવ જ દયા કરે, ઈ તમને બોવ જ શાંતિ દેય અને ઈ તમને બોવ જ પ્રેમ કરે.


ખોટુ શીખવનારા શિક્ષકો

3 મારા વાલાઓ, જેમ કે, હું તમને પરમેશ્વરથી જે તારણ મળવાનું છે, એના વિષે ઘણુય બધુય લખવાની ઈચ્છા રાખતો હતો, જેમાં આપડે બધાય ભાગીદાર છયી, હું મારી ફરજ હમજુ છું અને તમને પ્રોત્સાહન દેવા હાટુ લખું કે, હાસા શિક્ષણને હાસવી રાખવા હાટુ મથામણ કરો. પરમેશ્વરે પોતાના પવિત્ર લોકો હાટુ આ હાસ એક વખતે સદાયને હાટુ દીધુ છે, જે કોયદી બદલાતું નથી.

4 કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.

5 જો તમે બધાય આ વાતોને એક વખત જાણી ગયા છો, તો પણ હું તમને આ વાતોને યાદ કરાવવા માગું છું કે, પરભુએ ઈઝરાયલનાં લોકોને ગુલામ બનવાથી બસાવ્યા, અને મિસર દેશમાંથી બારે લાવ્યો. પણ પછી એણે ઈ બધાયને મારી નાખ્યા, જેઓએ રણપરદેશમા એની ઉપર ભરોસો કરયો નય.

6 યાદ કરો કે, પરભુએ ઈ દુતોને કેવી રીતે સજા આપી, જેઓએ પોતાની જવાબદારીઓને નિભાવી નય અને પોતાના મળેલા સ્થાનોને છોડી દીધા. પરભુએ ઈ દુતોને અનંતકાળની અંધારી જગ્યામાં રાખ્યા છે અને એવી બેડીયુથી બાંધ્યા છે, જેને કોય તોડી હકતા નથી, જેથી મહાન દિવસે એનો ન્યાય થય હકે.

7 સદોમ અને ગમોરા અને એની આજુ-બાજુના શહેરોને યાદ કરો, જે ઈ જ રીતે છીનાળવા અને ભુંડા કામોમાં ગરક થયને અનંતકાળની આગમાં સજા સહન કરીને સેતવણી હાટુ નમુનારૂપે જાહેર થયા છે.

8 આ દાખલા વિષે જાણયા પછી પણ પરમેશ્વરથી નો બીનારા લોકો એવી રીતે પાપ કરે છે અને એવુ કેય છે કે, એણે સપનુ જોયું છે ઈ પોતાના દેહનો ઉપયોગ પાપ કરવા હાટુ કરે છે. બધાય પરમેશ્વરનાં અધિકારનો નકાર કરે છે અને સ્વર્ગીય જીવોનુ અપમાન કરે છે.

9 ન્યા હુંધી કે, મીખાએલે પણ જે પરમેશ્વરનાં મુખ્ય સ્વર્ગદુતોમાથી એક છે, એણેય અપમાન નથી કરયુ કેમ કે, જઈ એણે શેતાનની હારે વિવાદ કરયો અને આગમભાખીયા મુસાના દેહને લેવા હાટુ પોતાના અધિકારનો પડકાર કરયો, તઈ મીખાએલે ઈ નો વિસારુ કે, એની પાહે ખરાબ વાતો બોલીને શેતાન ઉપર આરોપ મુકવાનો અધિકાર છે. પણ એણે કીધું કે, “પરભુ તને ખીજાય.”

10 પણ આ લોકો ઈ વાતોની વિરુધ અપમાનજનક રીતે બોલે છે, જેને તેઓ નથી જાણતા અને જે વાતોને ઈ જાણે છે એને સ્વાભાવિક રીતે વિવેક વગરના જનાવરોની જેમ કરે છે, તો ઈ આવા પાપીલા કામો કરવાથી પોતાનો જ નાશ કરે છે.

11 પરમેશ્વર ઈ લોકોને બોવ જ કઠણ સજા દેહે જે આવા કામ કરે છે ઈ એવો વ્યવહાર કરે છે જેવું કાઈને કરયુ ઈ એમ જ પાપ કરે છે જેવું પાપ બલામે રૂપીયા હાટુ કરયુ હતું અને ઈ કોરાહની જેમ મરી જાહે જેણે મૂસાની વિરુધ બળવો કરયો.

12 જઈ આ લોકો પરભુના પ્રેમને યાદ કરતાં તમારી હારે પ્રીતિ ભોજનમાં ખાય-પીવે છે, તો ઈ ભયાનક ભેખડોની જેવા હોય છે, જે દરિયાની નીસે હતાયેલી હોય છે, ઈ એવા શરમ વગરના ભરવાડોની જેમ છે, જે પોતાની જ સીંતા કરે છે. ઈ એવા વાદળાઓની જેવા છે. જે જમીન ઉપર વરહા વગર ગાજે છે, ઈ એવા શિયાળાની મોસમના ઝાડની જેવા છે, જે બેય રીતે મરેલા હોય છે કેમ કે, ઈ કોય ફળ નથી આપતા અને મુળીયેથી ઉખડી જાય છે.

13 જે પોતાની ઉપર નિયંત્રણ નથી રાખતા ઈ દરિયાની મજબુત વિળોની જેમ છે જઈ તોફાન હોય છે અને જે બીજાઓને ખરાબ કરે છે, એના શરમજનક કામોથી, જેમ વિળો, ફીણ અને ગંદગી દરિયા કાઠે લીયાવે છે. ઈ એવા તારાઓ જેવા છે, જે નિયમિત સીધા મારગ ઉપર હાલતા નથી. પરમેશ્વર એને બોવ જ મોટા અંધારામાં સદાય હાટુ નાખી દેહે.

14 આદમથી આવનાર સાતમો માણસ હનોખે આ અન્યાયી લોકોના વિષે આગમવાણી કરી હતી. એણે કીધું કે, “હાંભળો! પરભુ પાક્કું પોતાના નો ગણી હકાય એટલા પવિત્ર સ્વર્ગદુતોની હારે આયશે.

15 બધાય લોકોનો ન્યાય કરવા હાટુ, ઈ બધાય પાપી કામો હાટુ એની ઉપર આરોપ લગાડવા હાટુ, જે તેઓએ પરમેશ્વરની વિરુધ કરયા છે અને ઈ બધીય ખરાબ વાતોને લીધે જે તેઓએ એની વિરુધ કીધી છે.”

16 આ લોકો સદાય પરમેશ્વરની વિરુધ બોલે છે, અને બીજા લોકોમા વાક ગોતે છે. તેઓ પોતે વારંવાર ખરાબ કામો કરે છે, જે એનુ હૃદય કરવાનું ઈચ્છે છે, ઈ પોતાના વિષે અભિમાનથી દાવો કરે છે અને પોતાનો લાભ મેળવવા હાટુ બીજા લોકોની ખુશામત કરે છે.


સેતવણીઓ અને શિખામણો

17 પણ વાલાઓ, આપડા પરભુ ઈસુ મસીહના ગમાડેલા ચેલાઓ આ વાતો બોવ પેલા જ કય સુકયા છે જે હવે પછી થાહે, એને તમે યાદ કરો.

18 તેઓએ તમને કીધુ કે, “છેલ્લા દિવસોથી બરાબર પેલા થોડાક લોકો હાસી વાતુની ઠેકડી ઉડાડશે, જે પરમેશ્વરે આપણને બતાવ્યું હતું. જેઓ પોતાના દેહથી પાપ કરશે ઈ જે કરવા ઈચ્છે છે કેમ કે, ઈ પરમેશ્વરનો નકાર કરે છે.”

19 આ ઈ જ લોકો છે જે વિશ્વાસુઓને એક-બીજાથી અણબનાવ કરાવે છે ઈ એવા બધાય ખરાબ કામ કરે છે જે ઈ કરવા ઈચ્છે છે પરમેશ્વરની આત્મા એની અંદર રેતી નથી.

20 પણ તમે લોકો જેને હું પ્રેમ કરું છું, પરમેશ્વરની હાસાય જેની ઉપર તમે વિશ્વાસ કરો છો એનો ઉપયોગ કરીને એક-બીજાને મજબુત કરો પવિત્ર આત્મા તમારી દોરવણી કરે કે, કેવી રીતે પ્રાર્થના કરવી જોયી.

21 પોતાને પરમેશ્વરનાં પ્રેમમાં રાખો અને આપડો પરભુ ઈસુ મસીહની દયાની વાટ જોવો, જે તમને અનંતકાળનું જીવન આપશે.

22 ઈ લોકો પ્રત્યે દયાળુ રયો, જેને પાક્કું નથી કે કેવા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવો જોયી અને એની મદદ કરો.

23 બીજાને સદાયની સજાની આગથી બસાવ જે લોકો પાપ કરે છે એના પ્રત્યે દયાળુ થાવ. પણ એના પાપોના ભાગીદાર થાવાથી બીવો, ન્યા હુધી કે એના લુગડાઓથી પણ ધિક્કાર કરો કેમ કે, ઈ તેઓના પાપોથી ખરાબ થય ગયા છે.


આશીર્વાદિત વચન

24 પરમેશ્વર તમને એની ઉપર વિશ્વાસમા બનાવેલા રાખવામાં શક્તિશાળી છે. ઈ તમને પોતાની હાજરીમાં પણ લય લેહે જ્યાં સરસ અંજવાળું છે તમે બોવજ રાજી થાહો અને પાપથી બસેલા રેહો.

25 ઈ એક જ હાસો પરમેશ્વર છે. પરભુ ઈસુ મસીહે આપડી હાટુ જે કરયુ છે, એના દ્વારા એણે આપણને બસાવ્યા છે પરમેશ્વર મહિમામય, મહાન અને શક્તિશાળી હતો અને એણે વખતની શરુઆત પેલા મહાન અધિકારથી રાજ્ય કરયુ, ઈ હજીય એવો જ છે અને સદાય હાટુ એવો જ રેહે. આમીન.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan