Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 9 - કોલી નવો કરાર


જનમથી આંધળો દેખતો થયો.

1 પછી જઈ ઈસુ પોતાના ચેલાઓની હારે જાતો હતો, તઈ એક માણસને જોયો, જે જનમથી જ આંધળો હતો.

2 ઈસુના ચેલાઓએ એને પુછયું કે, “રાબ્બી એટલે ગુરુ, કોણે પાપ કરૂ હતું કે, આ માણસ આંધળો જનમો, આ માણસે કા એના માં-બાપે?”

3 ઈસુએ જવાબ દીધો કે, “નય તો એણે પાપ કરયા હતાં, અને નતો એનામાં બાપે, પણ ઈ હાટુ આંધળો જનમો કે, એનાથી પરમેશ્વરનાં કામ પરગટ થાય.

4 જ્યાં લગી દિવસ છે, મને મોકલનારાના કામમા લાગી રેવું જરૂરી છે. કેમ કે, રાત થાવાની છે, જેમાં કોય માણસ કામ નથી કરી હક્તો.

5 જ્યાં લગી હું જગતમાં છું, ન્યા લગી હું જગતનું અંજવાળું છું”

6 એમ કયને, ઈસુ જમીન ઉપર થુંક્યો, અને ઈ થુકના ગારાને ઈ આંધળાની આંખુ ઉપર લગાડી

7 પછી એને કીધું કે, “જા, અને પોતાનુ મોઢું શિલોઆમના કુંડમાં ધોય લે.” શિલોઆમનો અરથ ઈ છે કે મોકલેલો. એણે જયને ધોયુ, અને જોતો થયને પાછો આવ્યો.

8 તઈ એના પાડોહી અને બીજાએ જેણે પેલા એને ભીખ માગતા જોયો હતો, એકબીજાને કેવા લાગ્યા કે, “શું ઈ આજ તો નથીને, જે બેહીને ભીખ માંગ્યા કરતો હતો?”

9 કેટલા લોકોએ કીધું કે, “હા આજ છે.” અને બીજાઓએ કીધું કે, “આ નથી, પણ એના જેવો દેખાય છે,” તઈ ઈ માણસે પોતે કીધું કે, “ઈ હું જ છું,”

10 તઈ ઈ લોકો એને પૂછવા લાગ્યા કે, “તુ કેમ જોવા લાગ્યો?”

11 એણે જવાબ દીધો કે, “ઈસુ નામના એક માણસે ધૂડનો ગારો બનાવીને મારી આખુમાં લગાડીને, મને ઈ કીધું, જા અને તારું મોઢું શિલોઆમના કુંડમાં ધોય લે, તો મે ઈ કુંડમાં જયને મોઢું ધોયુ, અને હું જોવા લાગ્યો.”

12 તેઓએ એને પાછુ પુછયું કે, “ઈ માણસ ક્યા છે?” એને કીધું કે, “મને નથી ખબર.”


હાજાપણા વિષે પુછ-પરછ

13-14 જે દિવસે ઈસુએ થુકથી ધૂડનો ગારો બનાવીને એક આંધળા માણસને જોતો કરયો, ઈ વિશ્રામવારનો દિવસ હતો, ઈ હાટુ ઈ લોકો એને ફરોશી ટોળાના લોકોના ટોળા પાહે લય ગયા.

15 ફરોશી ટોળાના લોકોના ટોળાએ પણ, ઈ માણસને પુછયું કે, “તુ કેમ જોવા લાગ્યો? એણે તેઓને કીધું કે, એણે મારી આંખુમાં ગારો લગાડી, અને એના કેવા પરમાણે મે મારું મોઢું ધોય લીધું, અને હવે હું જોવું છું”

16 એની વાતને થોડાક ફરોશી ટોળાના લોકોનું ટોળું કેવા લાગ્યા કે, “ઈ માણસ પરમેશ્વરનો મોકલેલો નથી, કેમ કે ઈ વિશ્રામવારનો દિવસ નથી પાળતો,” થોડાક બીજા લોકોએ કીધું કે, “કોય પાપી માણસ આવા સમત્કાર નથી કરી હકતો,” ઈ વાતને લીધે એનામા ભાગલા પડી ગયા છે.

17 તેઓએ આંધળા માણસને પાછુ પુછયું કે, “જે માણસે તને જોતો કરયો છે, એના વિષે તુ શું કેય છે?” એણે કીધું કે, “ઈ આગમભાખીયો છે.”

18 પણ યહુદી લોકોના આગેવાનોએ, જે પેલો આંધળો હતો, ઈ માણસના માં બાપને બોલાવ્યા નય ન્યા લગી એની ઉપર વિશ્વાસ નો કરયો.

19 તેઓએ ઈ માણસના માં બાપને પુછયું કે, “શું ઈ તમારો દીકરો છે, જેના વિષે તમે ક્યો છો કે, જનમથી આંધળો હતો? તો હવે ઈ કેવી રીતે જોવા લાગ્યો?”

20 તેઓએ જવાબ દીધો કે, “ઈ મારો દીકરો છે અને જનમથી આંધળો હતો, અમે જાણતા હતા.

21 પણ હવે ઈ કેવી રીતે જોવા લાગ્યો છે, અમને ઈ ખબર નથી, અમે ઈ પણ નથી જાણતા કે, અમારા દીકરાને કોણે જોતો કરયો છે, જે ઘણુય બોવ છે અને પોતે જવાબ દય હકે છે, તમે એને જ પુછી લો, ઈ પોતે જ કેહે.”

22 એનામાં બાપે ઈ હાટુ કીધું કે, તેઓ યહુદી લોકોના આગેવાનોથી બીતા હતાં કેમ કે, તેઓએ નક્કી કરી લીધું તુ કે, જો કોય વિશ્વાસ કરી લેય કે, ઈસુ મસીહ છે, તો એને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી મુકવામાં આવે.

23 ઈ કારણે એનામાં બાપે કીધું કે, “ઈ જ મોટુ છે અને પોતે જ જવાબ દય હકે છે, તમે એને જ પૂછી લ્યો.”

24 તઈ યહુદી લોકોના આગેવાનોએ જે માણસ પેલાથી જ આંધળો હતો, અને બીજીવાર બોલાવીને એનાથી કીધું કે, “પરમેશ્વરની હામે હાસુ બોલ કેમ કે, અમે તો જાણી છયી કે ઈ માણસ પાપી છે.”

25 એણે જવાબ દીધો કે, “હું નથી જાણતો કે, ઈ માણસ પાપી છે કે નય, પણ હું એટલું જાણું કે, પેલા હું આંધળો હતો અને હવે જોવ છું”

26 તેઓએ એને પાછુ પુછયું કે, “એણે તારી હારે શું કરયુ? અને તને કેમ જોતો કરયો?”

27 એણે જવાબ દીધો કે, “મે તમને હમણા જ કય દીધુ હતું, પણ તમે તો હાંભળ્યું જ નય, હવે બીજીવાર કેમ હાંભળવા માગો છો? શું તમે પણ એના ચેલાઓ થાવા માગો છો?”

28 તઈ તેઓ એની મશ્કરી કરીને કેવા લાગ્યા કે, “તુ જ એનો ચેલો છે, અમે તો મુસાના ચેલાઓ છયી.

29 આપડે જાણી છયી કે, પરમેશ્વરે મુસાની હારે વાત કરી હતી, પણ ઈ માણસને નથી જાણતો કે, ઈ ક્યાંથી આવ્યો છે.”

30 ઈ માણસે જવાબ દીધો કે, “આ તો નવાયની વાત છે કે, એણે મને જોતો કરયો છે, અને તમે ઈ પણ નથી જાણતા કે, ઈ ક્યાંથી આવ્યો છે.

31 આપડે જાણી છયી કે, પરમેશ્વર પાપી લોકોનું નથી હાંભળતા, પણ જે કોય પરમેશ્વરનો ભગત હોય, અને એની ઈચ્છાની પરમાણે કરતાં હોય, તો ઈ એનુ હાંભળે છે.

32 જગતને બનાવવાની શરુઆત આવું કોય દિવસ હાંભળવામાં નથી આવ્યું કે, કોયે પણ જનમથી આંધળા માણસને જોતો કરયો હોય.

33 જો આ માણસ પરમેશ્વરની તરફથી નો આવ્યો હોય, તો કાય પણ નો કરી હક્ત.”

34 તેઓએ ઈ માણસને કીધું કે, “તુ તો પુરી રીતે પાપમાં જનમો છે, અને તુ અમને શીખવાડે છે?” અને તેઓએ ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો.


આત્મિક અંધાપો

35 ઈસુએ હાંભળ્યું કે, ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો છે, ઈ હાટુ ઈસુએ માણસને મળ્યો, તો એને પુછયું કે, “શું તુ માણસના દીકરા ઉપર વિશ્વાસ કરે છે?”

36 એણે જવાબ દીધો કે, “ગુરુ, મને બતાય કે, આયા પરમેશ્વરનો દીકરો કોણ છે? જેથી હું એની ઉપર વિશ્વાસ કરી હકુ.”

37 ઈસુએ એને કીધું કે, “ઈ એને જોયો પણ નથીને, અને જે તારી હારે વાતો કરે છે, ઈજ માણસનો દીકરો છે.”

38 ઈ માણસે એમ કેતા, ઈસુને નમીને સલામ કરયા કે, “ગુરુ, હું તારી ઉપર વિશ્વાસ કરું છું”

39 તઈ ઈસુએ કીધું કે, “હું આ જગતનો ન્યાય કરવા આવ્યો છું, જેથી આંધળા લોકો જોય હકે, અને જે જોય છે, ઈ આંધળા થય જાહે.”

40 કેટલાક ફરોશી ટોળાના લોકોના ટોળાએ જે ઈસુની હારે હતાં, તેઓએ ઈ વાત હાંભળીને એને પુછયું કે, “તારો કેવાનો મતલબ શું છે, અમે પણ આંધળા છયી?”

41 ઈસુએ તેઓને કીધું કે, “જો તમે આંધળા હોત, તો પાપી નો ઠરાવામા આવત, પણ હવે કયો છો કે, અમે જોય હકીયે છયી, ઈ હાટુ તમને માફ નય કરવામા આવે.”

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan