Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 7 - કોલી નવો કરાર


ઈસુ અને એના ભાઈઓ

1 ઈ વાતો પછી ઈસુએ ગાલીલ પરદેશમા યાત્રા કરી. કેમ કે, યહુદી લોકોના આગેવાનો એને મારી નાખવા હાટુ ગોતતા હતાં, ઈ હાટુ યહુદીયા પરદેશમા જાત્રા કરવા નોતો માંગતો.

2 યહુદી લોકોનો માંડવા તેવાર પાહે આવ્યો હતો.

3 ઈ હાટુ ઈસુના ભાઈઓએ એને કીધું કે, “તુ આયથી યહુદીયા પરદેશમા વયો જા, જેથી જે મહાન કામો તુ કરી હકે છે, ઈ તારા બીજા ચેલાઓ પણ જોય હકે.

4 કેમ કે કોય પણ જે પ્રખ્યાત થાવા માગે ઈ હંતાયને કામ નથી કરતા. જો તુ ઈ કામ કરે છે, તો દુનિયાના લોકોમા પરગટ થયજા.”

5 કેમ કે એના ભાઈ પણ એની ઉપર વિશ્વાસ કરતાં નોતા.

6 તઈ ઈસુએ તેઓને કીધું કે, “મારો વખત હજી આવો નથી, પણ તમારી હારું કોય પણ વખત હારો છે.

7 જગતના લોકો તમારી ઉપર ધિક્કાર નય કરી હકે, પણ તેઓ મારી ઉપર ધિક્કાર કરે છે, કેમ કે એના વિષે હું આવી સાક્ષી દવ છું કે, તેઓના કામો ખરાબ છે.

8 તમે તેવારમાં જાવ, હું આઘડી આ તેવારમાં નય જાવ, કેમ કે મારો વખત હજી આવ્યો નથી.”

9 ઈ તેઓને આ વાત ક્યને ગાલીલ જિલ્લામાં ઘડીકવાર રોકાણો.


માંડવા નામના તેવારમાં ઈસુ

10 પણ જઈ એના ભાઈ તેવારમાં હાલ્યા ગયા હતાં, તઈ ઈસુ પણ લોકોને દેખાતો નય, પણ હન્તાઈને તેવારમાં ગયો.

11 ઈસુના વિરોધી યહુદી લોકોના આગેવાનો હતાં તેઓ એણે તેવારમા ગોતતા હતાં, અને ઈ ક્યા છે ઈ વિષે તેઓ પૂછપરછ કરતાં હતા.

12 અને લોકોમા એના વિષે બોવ ઘુસપુસ વાતુ થય, કેટલાક લોકો કેતા હતાં કે, “ઈ હારો માણસ છે,” અને થોડાક માણસ કેતા હતા કે, “નય, ઈ લોકોને ભરમાવે છે.”

13 તો પણ યહુદી લોકોના આગેવાની બીકને કારણે, કોય પણ માણસ એના વિષે ખુલીને વાત નોતો કરતો.

14 જઈ તેવારના અડધા દિવસ વીતી ગયા હતાં, તઈ ઈસુ મંદિરમાં જયને શિક્ષણ દેવા લાગ્યો.

15 તઈ યહુદી લોકોના આગેવાનોને નવાય લાગી, અને કેવા લાગ્યા કે, આ માણસ કોયદી ભણો નથી છતાય શાસ્ત્રનું જ્ઞાન એને ક્યાંથી મળ્યું?

16 પછી ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, “જે હું શિક્ષણ દવ છું, ઈ મારી તરફથી નથી, પણ મને મોકલનારાની તરફથી છે.

17 જો કોય એની ઈચ્છા પરમાણે કરવા માંગતો હોય, તો ઈ હંમજી જાય કે, હું શિક્ષણ આપું છું, ઈ પરમેશ્વરની તરફથી છે કે, પછી હું મારી તરફથી બોલું છું

18 જે કોય માણસ પોતાની તરફથી બોલે છે, ઈ પોતાના વખાણ કરવા માગે છે, પણ જે માણસ એને મોકલનારાના વખાણ કરવા માગે છે ઈજ હાસો છે, અને એમા દગો નથી.

19 શું મુસાએ તમને નિયમો નથી દીધા? તો પણ તમે મુસાના નિયમ પરમાણે નથી હાલતા. તો તમે કેમ મને મારી નાખવાની કોશિશ કરો છો?”

20 ટોળામાંથી જવાબ દીધો કે, તને મેલી આત્મા વળગેલી છે! કોણ તને મારી નાખવાની કોશિશ કરે છે?

21 ઈસુએ ઈ લોકોના ટોળાને જવાબ આપતા કીધું કે, વિશ્રામવારના દિવસે એક સમત્કાર કરયો, ઈ હાટુ તમે બધાય નવાય પામી ગયા છો.

22 આ કારણથી મુસાએ તમને માણસની સુન્‍નત કરવાની આજ્ઞા દીધી હતી, ઈ હાટુ તમે વિશ્રામવારના દિવસે માણસની સુન્‍નત કરો છો. આ આજ્ઞા મુસાએ નથી દીધી, પણ તમારા વડવાઓથી હાલી આવે છે.

23 જો એક માણસની સુન્‍નત વિશ્રામવારના દિવસે કરવામા આવે જેથી મુસાના નિયમ તોડવામાં આવે નય, તો પછી મે વિશ્રામવારના દિવસે એક માણસને આંખે આખો હાજો કરયો, ઈ હાટુ કેમ તમે મારી ઉપર ગુસ્સે થયા છો?

24 કોયના મોઢા જોયને, ન્યાય કરવો નય, પણ હાસે હાસો ન્યાય કરો.


શું ઈ મસીહ છે?

25 તઈ થોડાક યરુશાલેમ શહેરના રેવાસી લોકોને કેવા લાગ્યા કે, “શું આ ઈ જ માણસ તો નથીને જેને મારવાની કોશિશ કરી રયા છે?

26 પણ જોવ ઈ તો બીક વગર બધાય માણસોની હામે વાતો કરતો ફરે છે, અને કોય એને કાય નથી કેતા. શું આગેવાનોએ ખરેખર માની લીધું છે કે, આજ મસીહ છે?

27 આને તો અમે ઓળખી છયી કે આ ક્યાંનો છે, પણ જઈ મસીહ આવી જાહે તઈ કોયને પણ આ કબર નય પડે કે, ઈ ક્યાંનો છે”

28 તઈ ઈસુએ રોયને મંદિરમાં શિક્ષણ દેતા કીધું કે, હું કોણ છું, અને ક્યાંથી આવ્યો છું, ઈ પણ તમે હારી રીતે જાણો છો. હું મારી ઈચ્છા પરમાણે નથી આવ્યો, પણ મને મોકલનારો હાસો છે, એને તમે નથી જાણતા.

29 પણ હું એને જાણું છું કેમ કે, હું એની પાહેથી આવ્યો છું, અને એણે મને મોકલ્યો છે.

30 તઈ યહુદી લોકોના આગેવાનોએ ઈસુને પકડવાની કોશિશ કરી પણ કોયે એને પકડયો નય, કેમ કે એનો વખત હજી લગી આવ્યો નોતો.

31 અને ટોળામાંથી ધણાય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, અને કેવા લાગ્યા કે, “મસીહ આયશે, તો શું એનાથી વધારે સમત્કાર કરશે જે એણે કરયા છે?”


ઈસુને પકડવાની કોશિશ

32 જઈ ફરોશી ટોળાના લોકોએ હાંભળ્યું કે, લોકોમા ઈસુના વિષે આવી રીતે ઘુસપુસ વાતુ થય રય છે, ઈ હાટુ મુખ્ય યાજકને અને ફરોશી ટોળાના લોકોના ટોળાએ એને પકડવા હાટુ મંદિરના સિપાયોને મોકલ્યા.

33 તઈ ઈસુએ કીધું કે, “હું, તમારી હારે થોડીકવાર છું, અને એની પછી જેણે મને મોકલ્યો છે, હું એની પાહે પાછો વયો જાય.

34 તમે મને ગોતશો, પણ હું તમને નય જડુ, અને જ્યાં હું છું, ન્યા તમે નથી આવી હકતા.”

35 તઈ યહુદી લોકોના આગેવાનો જેઓ એના વેરીઓ હતાં તેઓ અંદરો અંદર કેવા લાગ્યા કે, આ માણસ ક્યા જાહે ઈ આપણને જડશે જ નય? શું ઈ જ્યાં બિનયહુદી લોકો આખા જગતમાં ફેલાય ગયેલા છે તેઓની પાહે જયને ઈ લોકોને આ નવું શિક્ષણ આપશે?

36 ઈ વાતનો શું મતલબ છે કે, તમે મને ગોતશો, પણ હું તમને નય મળું, અને જ્યાં હું છું, ન્યા તમે નય આવી હકો.


જીવનજળના ઝરણા

37 તેવારના છેલ્લા દિવસે જે મુખ્ય છે, ઈસુએ લોકોની વચમાં ઉભો રયને હાદ કરીને કીધું કે, જો કોય તરસો છે, તો મારી પાહે આવે અને પીવે.

38 જેમ કે, શાસ્ત્રમા કેય છે કે, જો કોય મારી ઉપર વિશ્વાસ કરે છે, એના હૃદયમાંથી જીવનજળના ઝરણા વહશે.

39 પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.


લોકોમા ભાગલા

40 લોકોમાંથી કેટલાક ઈ વાતોને હાંભળીને કીધું કે, “ખરેખર ઈજ આગમભાખીયો છે.” જેના આવવાની આપડે વાટ જોતા હતા.

41 કોય બીજાએ કીધું, “આ મસીહ છે.” પણ કેટલાક બીજાએ કીધું કે, “કેમ? શું મસીહ ગાલીલ જિલ્લામાં આયશે?

42 શું શાસ્ત્રમા નથી લખ્યું કે, મસીહ દાઉદ રાજાની પેઢીનો અને બેથલેહેમ ગામમાંથી આયશે, જ્યાં દાઉદ રાજા હતો.”

43 ઈ હાટુ ઈસુના વિષે ઈ લોકોના ટોળામાં ભાગલા પડયા.

44 તઈ થોડાક લોકોએ ઈસુને પકડવાની કોશિશ કરી, પણ કોયે એને પકડયો નય.


યહુદી આગેવાનો નો અવિશ્વાસ

45 તઈ મંદિરના સિપાય મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોના ટોળાની પાહે આવ્યો, તો એણે સિપાયોને પુછયું કે, “તમે એને કેમ નો લાવ્યા?”

46 સિપાયોએ જવાબ દીધો કે, “આ માણસની જેમ કોય દિવસ કોય નથી બોલું.”

47 તઈ ફરોશી ટોળાના લોકોએ તેઓને જવાબ આપ્યો કે, શું તમને પણ ભરમાવવામાં આવ્યા છે?

48 આપડા યહુદી લોકોના આગેવાનો કા હામે ફરોશી ટોળાના લોકો જેવા કોય પણ મુખ્ય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો નથી.

49 પણ આ ટોળાના લોકો જેઓ એની ઉપર વિશ્વાસ કરે છે, કેમ કે તેઓ આપડા નિયમના શિક્ષણને નથી હંમજતા, ઈ હાટુ તેઓને હરાપિત થાવા દયો.

50 તઈ નિકોદેમસને, જે રાતે ઈસુની પાહે પેલા આવ્યો હતો, ઈ ફરોશી ટોળાના લોકોના ટોળાનો એક હતો, એણે એને કીધું કે,

51 શું આપડુ યહુદી લોકોના નિયમ “કોય માણસને, જ્યાં લગી પેલા એની વાતને હાંભાળી નો લે, અને એને જાણી લેય કે, ઈ શું કરી રયા છે, એને ગુનેગાર ગણવામાં આવ્યો છે?”

52 તેઓએ નિકોદેમસને જવાબ દીધો કે, “શું તુ પણ ગાલીલ જિલ્લાનો છે? શાસ્ત્રમા ગોતી લે અને જાણી લે કે, ગાલીલ જિલ્લામાં કોય પણ આગમભાખીયો નથી થાતો.”

53 પછી તેઓ પોતપોતાના ઘરે વયા ગયા.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan