યોહાન 6 - કોલી નવો કરારપાસ હજારને ખવડાવ્યું 1 ઈ પછી ગાલીલનો દરિયો જે તિબેરિયસનો કેવાય છે એને ઓલે પાર ઈસુ ગયો. 2 લોકોનો મોટો ટોળો એની વાહે ગયો કેમ કે, એણે જે માંદા માણસોને હાજા કરવાની જે સમત્કારી નિશાની દેખાડી હતી ઈ બધુય એણે જોયુ હતું. 3 તઈ ઈસુ ડુંઘરા ઉપર ગયો ન્યા પોતાના ચેલાઓની હારે બેઠો. 4 હવે યહુદીઓનો પાસ્ખા તેવાર પાહે આવ્યો હતો. 5 જઈ ઈસુએ પોતાની નજર ઉસી કરીને પોતાની પાહે મોટુ ટોળો આવતો જોયો અને ફિલિપને પુછયું કે, “ઈ બધાયને ખાવા હાટુ આપડે રોટલા વેસાતા ક્યાંથી લીયાવી?” 6 પણ ઈસુએ ફિલિપને પારખવા હાટુ એવુ પુછયું હતું કેમ કે, ઈસુ શું કરવાનો હતો ઈ પોતે જાણતો હતો. 7 ફિલિપે જવાબ દીધો કે, બસ્સો દીનારની એટલે છ મયનાની મજુરીની રોટલી તેઓની હાટુ પુરી પડે એમ નથી કે, એમાંથી થોડું થોડું મળે. 8 ઈ ચેલામાંથી એક સિમોન પિતરના ભાઈ આંદ્રિયાએ એને કીધુ કે, 9 આયા એક છોકરો છે એની પાહે પાંસ રોટલી અને બે માછલી જ છે પણ ઈ આટલા બધાય લોકો હારું કેમ પુરું પડે. 10 ઈસુએ કીધું કે, “લોકોને બેહાડી દયો” હવે ન્યા ઘણુય ખડ હતું એટલે ઈ બધાય લોકો ન્યા બેહી ગયા એમાંથી માણસોની સંખ્યા આશરે પાંસ હજાર હતી. 11 તઈ ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરને ધન્યવાદ કરીને બેહેલા લોકોને પીરસુ. પછી માછલીમાંથી પણ જેટલું જોતું હતું એટલા પરમાણે દીધું. 12 જઈ બધાય ખાયને ધરાણા, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, “કાય નકામું નો જાય ઈ હાટુ વધેલા ટુકડાઓને ભેગા કરો.” 13 ઈ હાટુ તેઓએ ટુકડા ભેગા કરયા ઈ જવની પાચ રોટલીઓમાંથી જે છોડેલા ટુકડા ખાનારાઓએ રેવા દીધા હતાં તેઓની બાર ટોપલીઓ ભરી. 14 ઈ લોકોએ ઈસુએ કરેલા આ સમત્કારી નિશાની જોયને નવાય પામીને કીધું કે જે આગમભાખનાર જગતમાં આવનારો છે ઈ ખરેખર આજ છે. 15 લોકોએ આવીને મને રાજા કેવા હારું બળજબરીથી પકડવાના છે, ઈ જાણીને ઈસુ ડુંઘરા ઉપર એકલો હાલ્યો ગયો. ઈસુ પાણી ઉપર હાલ્યા 16 હાજ પડી આવી તઈ એના ચેલાઓ દરિયાના કાઠે ગયા, 17 અને હોડીમાં બેહીને તેઓ કપરનાહૂમમાં જાવા દરિયાને હામેના ઓલા કાઠે જાતા હતા. ઈ વખતે અંધારું થય ગયુ હતું અને ઈસુ હજી તેઓની પાહે આવ્યો નોતો. 18 જોરથી પવન આવવા લાગ્યો અને દરિયામાં મોજા બોવ ઉછળા. 19 જઈ તેઓ હલેસા મારીને પાસથી છ કિલોમીટર ગયા તઈ ઈસુને દરિયા ઉપર હાલતો હોડીની પાહે આવતો જોયને બીય ગયા. 20 પણ ઈસુએ ચેલાઓને કીધુ કે, “ઈ તો હું છું, બીતા નય.” 21 તઈ રાજીથી તેઓએ એને હોડી ઉપર સડાવો, તેઓ જ્યાં જાતા હતાં ઈ જગ્યાએ હોડી તરત આવી ગય. લોકો ઈસુને ગોતે છે 22 બીજા દિવસે જે લોકો દરિયાની ઓલે પાર ઉભા રયા હતાં તેઓએ જોયું કે, એક હોડી સિવાય બીજી હોડી ઈ ઠેકાણે નોતી હોડીમાં ઈસુ ચેલાઓ હારે સડયો નોતો, પણ એકલા એના ચેલાઓ ગયા હતા. 23 તો પણ જ્યાં પરભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, ઈ જગ્યાની પાહે તિબેરિયસથી બીજી હોડીઓ આવી. 24 જઈ ઈ લોકોએ જોયું કે, ઈસુ અને એના ચેલાઓ ન્યા નોતા, તઈ તેઓ પોતે હોડીઓમાં બેહીને ઈસુની શોધ કરતાં કરતાં કપરનાહૂમ આવ્યા. ઈસુ જીવનની રોટલી 25 પછી દરિયાની ઓલે પાર તેઓએ એને મળીને પુછયું કે, “રાબ્બી એટલે ગુરુ તુ આયા ક્યારે આવ્યો?” 26 ઈસુએ તેઓને જવાબ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સમત્કારીક નિશાની જોય, ઈ હાટુ તમે મને ગોતતા નથી, પણ તમે રોટલી ખાયને ધરાણા ઈ હાટુ ગોતો છો. 27 જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે. 28 તઈ તેઓએ પુછયું કે, “અમે પરમેશ્વરનાં કામ કરી ઈ હાટુ અમારે શું કરવુ જોયી?” 29 ઈસુએ તેઓને કીધું કે, “જેને એણે મોકલ્યો છે એની ઉપર તમે વિશ્વાસ કરો, ઈજ પરમેશ્વરનું કામ છે.” 30 તેઓએ એને કીધું કે, “તુ કેવી સમત્કારી નિશાની દેખાડ છો કે, ઈ જોયને અમે તારી ઉપર વિશ્વાસ કરી? તુ શું કામ કરે છે? 31 અમારા વડવાઓએ તો વગડામાં માન્ના ખાધું જેમ લખેલુ છે કે, એને આભમાંથી તેઓને ખાવા હાટુ રોટલી આપી.” 32 તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ રોટલી મુસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી પણ સ્વર્ગમાંથી જે હાસી રોટલી આવે છે ઈ મારો બાપ તમને આપે છે. 33 કેમ કે સ્વર્ગમાંથી ઉતરીને જે જગતને જીવન આપે છે, ઈ પરમેશ્વરની રોટલી છે.” 34 તઈ તેઓએ ઈસુને કીધું કે, “ગુરુ, ઈ રોટલી સદાય અમને આપતા રેજો.” 35 ઈસુએ તેઓને કીધું કે, “જીવનની રોટલી હું છું. જે મારી પાહે આયશે એને હું ભૂખ નય લાગે જે મારી ઉપર વિશ્વાસ કરે છે, એને કોયદી તરસ નય જ લાગે. 36 પણ મે તમને કીધું કે, તમે મને જોયો છે, તો પણ વિશ્વાસ નથી કરતા. 37 બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ. 38 કેમ કે હું મારી પોતાની ઈચ્છા નય, પણ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા પુરી કરવા સ્વર્ગમાંથી ઉતરયો છું 39 આ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા છે કે, હું જેઓએ મને આપ્યુ છે તેઓમાંથી એકયને પણ ખોવ નય, છેલ્લે દિવસે એને હું પાછો જીવતો કરય. 40 કેમ કે, મારા બાપની ઈચ્છા ઈ છે કે, જે કોય દીકરાને જોયને એની ઉપર વિશ્વાસ કરશે એને અનંતકાળનું જીવન મળશે, એને છેલ્લા દિવસે હું એને પાછો જીવતો ઉઠાડય.” 41 ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ ઈસુ વિષે કચ કચ કરી કેમ કે, એને કીધું કે, “સ્વર્ગમાંથી ઉતરેલી રોટલી હું છું” 42 તેઓએ કીધું કે, “યુસફનો દીકરો, ઈસુ જેના માં બાપને અમે ઓળખી છયી ઈ શું ઈજ નથી? તઈ ઈ હમણાં ઈ કેમ કેય છે કે, હું સ્વર્ગમાંથી ઉતરયો છું?” 43 ઈસુએ તેઓને જવાબ દીધો કે, અંદરો અંદર કચ કચ નો કરો. 44 જે મારા બાપે મને મોકલ્યો છે એના ખેસા વિના કોય માંણસ મારી પાહે આવી હકતો નથી અને છેલ્લે દિવસે હું ઈ લોકોને પાછા જીવતા કરય. 45 આગમભાખીયાની સોપડીમા એમ લખેલુ છે કે, “તેઓ સઘળા પરમેશ્વરથી શિખેલા થાહે, જે કોય બાપની પાહેથી હાંભળીને શીખ્યો છે, ઈ મારી પાહે આવે છે. 46 હું પરમેશ્વર તરફથી આવ્યો છું, અને એક ખાલી છું જેણે મારા બાપને જોયો છે. બીજા કોયે પણ એને જોયો નથી.” 47 હું તમને હાસે હાસુ કવ છું કે, “જે વિશ્વાસ કરે છે, એને અનંતકાળનું જીવન છે. 48 જીવનની રોટલી હું છું. 49 તમારા વડવાઓએ વગડામાં માન્ના ખાધું, અને તેઓ મરી ગયા. 50 જે રોટલીની વિષે હું કવ છું, ઈ સ્વર્ગમાંથી ઉતરે છે અને જે એને ખાય છે, ઈ નથી મરતા. 51 હું જીવતી રોટલી છું જે સ્વર્ગમાંથી ઉતરી છે, જો કોય માણસ આ રોટલી ખાય તો ઈ અનંતજીવન મેળવે છે. આ રોટલી મારો દેહ છે. હું મારો દેહ આપય જેથી જગતના લોકો જીવન મેળવી હકે.” 52 ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ અંદરો અંદર વાદ-વિવાદ કરતાં કીધું કે, “આ માણસ પોતાનુ માંસ આપણને ખાવાને કેવી રીતે આપી હકે?” 53 તઈ ઈસુએ તેઓએ કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ખાવું નય એનુ લોહી પીવું નય, તો તમારામાં જીવન નથી. 54 જે કોય મારૂ માંસ ખાય અને લોહી પીવે છે, એને અનંતકાળનું જીવન છે, છેલ્લે દિવસે હું તેઓને પાછા જીવતા કરય. 55 કેમ કે મારું માંસ ખરેખર ખાવાનું છે મારું લોહી ખરેખર પીવાનું છે. 56 જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીય છે, ઈ મારામાં રેય છે અને હું એનામા રવ છું 57 જેમ જીવતા બાપે મને મોકલ્યો છે અને હું બાપની આશરે જીવું છું, એમ જ જે મને ખાય છે, ઈ પણ મારા આશરે જીવું છે. 58 જે રોટલી સ્વર્ગમાંથી ઉતારી ઈ એવી છે જેને વડવાઓ ખાયને મરી ગયા આ એવી નથી, આ રોટલી જે ખાય છે ઈ સદાય જીવતો રેહે છે.” 59 ઈસુએ કપરનાહૂમના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતા આ વાત કીધી. અનંતજીવનના શબ્દો 60 ઈ હાટુ એના ચેલાઓમાંના ઘણાયે ઈ હાંભળીને કીધું કે, “આ શિક્ષણ કઠણ છે, ઈ પણ અપનાવી હકે.” 61 પણ મારા ચેલાઓ ઈ વિષે કચ કચ કરે છે ઈ ઈસુએ પોતાના મનમા જાણીને તેઓને કીધું કે, શું ઈ તમને ઠોકર ખવડાવે છે? 62 તઈ માણસનો દીકરો જ્યાં પેલા હતો ન્યા જો એને પાછો સડતો જોવો તો તમે શું કેહો? 63 આત્મા જ જીવન આપે છે જે કોયને સદાય હાટુ જીવાડી હકે છે, માણસનો સ્વભાવ આ વાતમાં મદદ નથી કરતો. મે જે તારી પાહેથી શીખ્યું છે ઈ આત્માની વિષે, અને તેઓએ તને અનંતકાળ હાટુ બતાવ્યો. 64 પણ તમારામાના કેટલાક અવિશ્વાસ કરતાં નથી કેમ કે, કોણ અવિશ્વાસીઓ છે, કોણ એને દગાથી પકડાયશે, ઈ ઈસુને પેલાથી ખબર હતી. 65 પછી ઈસુએ કીધું કે, “ઈ કારણથી તમને કીધું કે, બાપ તરફથી એને આપવામાં આવું નો હોય તો ઈ મારી પાહે આવી હકતો નથી.” 66 આ વાત હાંભળીને એના ચેલામાંના ઘણાય પાછા વયા ગયા. તઈ પછી એની ભેગા હાલ્યા નય. 67 ઈ હાટુ ઈસુએ બાર ચેલાઓને પુછયું કે, “શું તમે પણ વયા જાવા માગો છો?” 68 સિમોન પિતરે ઈસુને જવાબ દીધો કે, “પરભુ અમે કોની પાહે જાયી? અનંતકાળના જીવનની વાતો તો તારી પાહે છે. 69 અમે વિશ્વાસ કરયો છે કે ખબર છે કે, પરમેશ્વરનો પવિત્ર માણસ ઈ તુ જ છે.” 70 ઈસુએ તેઓને જવાબ દીધો કે, શું મે તમને બારેયને ગમાડયા નોતા? પણ તમારામાંનો એક શેતાનની કાબુમાં છે. 71 ઈસુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોત વિષે વાત કરતો હતો. યહુદા બાર ચેલાઓ માંનો એક હતો. છતાં પણ યહુદા ઈસુને પકડાવી દેનારો હતો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation