Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 5 - કોલી નવો કરાર

1 ઈ પછી યહુદી લોકોના એક તેવાર હાટુ ઈસુ યરુશાલેમ શહેરમાં ગયો.

2 હવે યરુશાલેમ શહેરમાં, ઘેટાનાં ડેલાની પાહે એક કુંડ છે, જેને હિબ્રૂ ભાષામાં બેથઝાથા કેવાય છે, એની સ્યારેય બાજુ પાસ માંડવા બનાવેલા છે.

3 એમા ધણાય બધાય માંદાઓ, આંધળાઓ, લંગડાઓ અને લકવાવાળા લોકો પડયા રેતા હતા.

4 કેમ કે, કોય-કોય વખતે પરભુનો સ્વર્ગદુત કુંડમાં ઉતરીને ઈ પાણીને હલાવા કરતો હતો, પાણી હલતા જે માણસ બધાયની પેલા કુંડમાં ઉતરતો હતો, ઈ હાજો થય જાતો હતો. ભલે એને ગમે એવો રોગ કેમ નો હોય.

5 હવે ન્યા એક માણસ હતો, જે આડત્રી વરહથી માંદો હતો.

6 ઈસુએ એને ન્યા પડેલો જોયો, અને જાણી ગયા કે, ઈ ધણાય વખતથી ઈ બીમારીની દશામાં હતો, ઈ હાટુ ઈસુએ લકવાવાળા માણસને પુછયું કે, “શું તુ હાજો થાવા માગે છે?”

7 તઈ ઈ માંદા માણસે એને જવાબ દીધો કે, “પરભુ, મારી પાહે કોય માણસ નથી કે, જઈ પાણી હલાવવામાં આવે છે, જેથી ઈ મને કુંડમાં ઉતરવા હાટુ મદદ કરે, અને જઈ હું કુંડમાં ઉતરવાની કોશિશ કરું છું, તઈ હરેક વખતે મારી પેલા બીજો કોય માણસ કુંડમાં ઉતરી જાય છે.”

8 તઈ ઈસુએ એને કીધું કે, “ઉઠ તારી પથારી ઉપાડ અને હાલતો થા.”

9 તરત ઈ માણસ હાજો થયો ગયો, અને પોતાની પથારી લયને હાલવા લાગ્યો. અને ઈ દિવસે યહુદી લોકોનો વિશ્રામવારનો દિવસ હતો.

10 ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ જેને હાજો કરવામા આવ્યો હતો ઈ માણસને કીધું કે, “આજે વિશ્રામવારનો દિવસ છે, અને તુ જાણે છે કે, તારી હાટુ આ પવિત્ર દિવસે પથારી ઉપાડીને હાલવું ઈ આપડા નિયમની વિરુધ છે.”

11 એણે તેઓને જવાબ દીધો કે, જેણે મને હાજો કરયો છે, એણે જ મને કીધું છે કે, “પોતાની પથારી ઉપાડીને હાલતો થા.”

12 તઈ તેઓએ એને પુછયું કે, તને જેણે એમ કીધું છે કે, “પથારી ઉપાડીને હાલતો થા એમ કીધું કે, ઈ માણસ કોણ છે?”

13 પણ જે માણસ હાજો થયો ઈ નોતો જાણતો કે, એને એવુ કેનારો માણસ કોણ હતો કેમ કે, ઈ જગ્યા ઉપર ગડદી હોવાના કારણે ઈસુ ન્યાંથી આઘો વયો ગયો હતો.

14 પછી ઈ માણસ પાછો ઈસુને મંદિરના આંગણામાં મળ્યો, તઈ ઈસુએ ઈ માણસને કીધું કે, “જો, તુ હાજો થય ગયો છે, ઈ હાટુ પાછો પાપ કરતો નય, ક્યાક એવુ નો થાય કે, એનાથી પણ મોટુ દુખ તારી ઉપર આવી જાય.”

15 તઈ ઈ માણસે જયને યહુદી લોકોના આગેવાનોને કીધું કે, જે માણસે મને હાજો કરયો છે, ઈ ઈસુ છે.

16 ઈ કારણે યહુદી લોકોના આગેવાનો ઈસુને સતાવવા લાગ્યા, ઈ હાટુ કે, ઈ માંદામાણસને વિશ્રામવારને દિવસે હાજો કરતો હતો,

17 પણ ઈસુએ એને જવાબ દીધો કે, “મારો બાપ કામ કરે છે, અને હું પણ કામ કરું છું”

18 ઈ કારણે યહુદી લોકોના આગેવાનોએ ઈસુને મારી નાખવાની વધારે કોશિશ કરવા લાગ્યા, કેમ કે ઈ ખાલી વિશ્રામવારના દિવસનો નિયમ તોડતો હતો એટલું જ નય પણ પરમેશ્વરને પોતાનો બાપ કયને એની જાતને પરમેશ્વરની બરોબર છું, ઈ બતાવતો હતો.


દીકરાનો અધિકાર

19 ઈ વાત ઉપર ઈસુએ તેઓને જવાબ આપતા કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું, દીકરો પોતે કાય કરી હકતો નથી, ખાલી ઈ જે બાપને કરતો જોય છે, કેટલા જે જે કામોને ઈ કરે છે, એને દીકરો પણ ઈ જ રીતે કરે છે.

20 કેમ કે બાપ દીકરા ઉપર પ્રેમ રાખે છે, અને ઈ જે કાય કામ કરી રયો છે, ઈ બધુય મને દેખાડે છે. અને એના કરતાં વધારે મહાન કામો ઈ મને દેખાહે, જેથી હું શું કરી હકુ ઈ જોયને તમે પણ નવાય પામી જાહો.

21 જેવી રીતે બાપ મરી ગયેલા લોકોને પાછા જીવતા કરે છે, એમ જ દીકરો પણ તેઓને જીવન આપે જેઓને ઈ ઈચ્છે છે.

22 કેમ કે, બાપ કોયનો ન્યાય નથી કરતો, પણ ન્યાય કરવાના બધાય કામ દીકરાને હોપવામાં આવ્યા છે.

23 જેથી બધાય લોકો જેમ મને દીકરાને આદર કરે છે, એમ જ બાપનો પણ આદર કરે. જે કોય મારો આદર નથી કરતાં, તેઓ બાપનો પણ આદર નથી કરતાં જેણે મને મોકલ્યો છે.

24 હું તમને હાસે હાસુ કવ છું કે, જે મારા વચન હાંભળે છે, અને મને મોકલનારા ઉપર વિશ્વાસ કરે છે, એનાથી અનંતકાળનું જીવન છે, ઈ ગુનેગાર ઠરશે નય, પણ ઈ મોતમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે.

25 હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ વખત આવી ગયો છે, અને અત્યારે જ આવી ગયો છે, જઈ મરેલા લોકો પરમેશ્વરનાં દીકરાનો અવાજ હાંભળશે, અને જે કોય હાંભળે છે ઈ સદાય જીવતો રેહે.

26 કેમ કે, જેમ બાપને પોતાનામાં જીવન છે, ઈ જ રીતે દીકરાને પણ પોતાનામાં જીવન આપવાનો અધિકાર એણે આપ્યો છે.

27 જે કાય બાપ જાણે કે, આ ન્યાયી છે ઈ બધુય કરવાનું એણે મને અધિકાર આપ્યો છે, કેમ કે હું માણસનો દીકરો છું

28 આ વાત ઉપર નવાય નો પામો, ઈ વખત આવે છે જેમાં બધાય જેવા કબરોમાં છે એનો અવાજ હાંભળશે.

29 અને જે લોકો મરેલ છે પણ જીવનમાં હારા કામો કરયા છે તેઓ મરેલામાંથી જીવતા થાહે અને ઈ બધાયને પરમેશ્વર અનંતજીવન આપશે. અને જે લોકોએ ભુંડા કામ કરયા છે તેઓને પણ પરમેશ્વર પાછા જીવતા કરશે પણ ખાલી તેઓનો ન્યાય કરવા હાટુ અને અનંતકાળની સજા હાટુ.


પરમેશ્વર ઈસુના સાક્ષીઓ

30 હું મારી રીતે કાય પણ નથી કરી હક્તો, હું જે હાંભળુ છું, એની પરમાણે ન્યાય કરું છું અને મારો ન્યાય પક્ષપાત વગર થાય છે કેમ કે, હું પોતાની ઈચ્છાથી નય, પણ જેણે મને મોકલ્યો, એની ઈચ્છા પુરી કરવા માગું છું

31 જો હું પોતે મારી વિષયમાં સાક્ષી દવ છું, તો મારી સાક્ષીને હાસી નય માનવામાં આવે.

32 પણ મારી વિષે જે સાક્ષી દેય છે, ઈ બીજો છે, અને હું જાણું છું કે, જો મારા વિષયમાં સાક્ષી દેય છે, ઈ હાસી છે.

33 તમે સંદેશાવાહકોને યોહાન જળદીક્ષા આપનાર પાહે મોકલ્યા, અને એણે મારી વિષે તમને હાસુ કીધું.

34 પણ મને મારા વિષયમાં લોકોની સાક્ષીની જરૂર નથી, તો પણ મે તમને તેઓની સાક્ષીના વિષે બતાવ્યું છે, જે યોહાન જળદીક્ષા આપનારાને બતાવતા, ઈ હાટુ તમે તારણ પામી હકો.

35 યોહાન જળદીક્ષા આપનારો તો હળગતો અને સમકતો એક દીવો છે, અને તમને થોડાક વખત લગી એના અંજવાળામાં રાજી થાવુ હારું લાગે છે.

36 પણ મને જે સાક્ષી મળી છે, ઈ યોહાન સાક્ષીથી પણ મહાન છે. બાપે જે કામ મને પુરું કરવાનું હોપ્યું છે, જે કામ હું કરું છું, તેઓ જ મારી વિષે આ સાક્ષી આપે છે કે, મને બાપે મોકલ્યો છે.

37 અને બાપે જેણે મને મોકલો છે, એણે પોતે મારી સાક્ષી આપી. તમે નથી કોયદી એના અવાજને હાંભળો, અને એનુ રૂપ નથી કોયદી જોયુ.

38 અને એના વચનો તમારા હ્રદયમાં સ્થિર નથી રેતો કેમ કે, તમે મારા ઉપર વિશ્વાસ નથી કરતાં, કે એને મને મોકલ્યો છે.

39 તમે શાસ્ત્ર ઈ હાટુ વાસી લયો, કેમ કે તમે માનો છો કે, એમા જ અનંતકાળનું જીવન મળે છે, પણ આજ શાસ્ત્ર મારી વિષે સાક્ષી પુરે છે.

40 તો પણ તમે મારી પાહે નથી આવવા માગતા જેથી તમને અનંતજીવન મળે.

41 હું માણસોની પાહેથી વખાણની આશા નથી રાખતો.

42 પણ હું તમને જાણું છું કે, તમે પોતાના હ્રદયથી પરમેશ્વરને પ્રેમ નથી કરતા.

43 હું મારા બાપના નામે આવ્યો છું અને તમે મને અપનાવ્યો નય, જો કોય બીજો એના નામે આવત તો તમને એણે અપનાવ્યો હોત.

44 તમે મારી ઉપર વિશ્વાસ નથી કરી હક્તા, કેમ કે તમે એકબીજાથી વખાણ કરવાની આશા રાખો છો, પણ જે વખાણ ખાલી પરમેશ્વરથી મળે છે, એને પામવાની કોશિશ નો કરો.

45 એમ હમજતા નય કે, મારા બાપની હામે હું તમારી ઉપર આરોપ લગાડુ, તમારી ઉપર આરોપ લગાડનારો તો મુસા છે, જેની ઉપર તમે આશા રાખો છો.

46 કેમ કે, જો તમે મુસા ઉપર વિશ્વાસ કરતાં હોત, તો મારી ઉપર પણ વિશ્વાસ કરત, કેમ કે એણે મારા વિષે લખ્યું છે.

47 પણ જો તમે એના લખેલાં નિયમ ઉપર વિશ્વાસ નથી કરતાં, તો મારી વાતો ઉપર કેમ વિશ્વાસ કરશો, જે હું તમને કવ છું?

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan