Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 21 - કોલી નવો કરાર


હાત ચેલાઓને ઈસુના દર્શન થાવા

1 ઈ પછી તિબેરિયસ દરિયાની કાઠે પાછુ એકવાર ઈસુએ પોતાના ચેલાઓને જોવા મળ્યો, ઈ આ રીતે તેઓને જોવા મળ્યો.

2 સિમોન પિતર અને થોમા જે દીદુમસ કેવાય છે, અને ગાલીલ જિલ્લાના કાના ગામના નથાનિએલ અને ઝબદીના બે છોકરા, અને ઈસુના ચેલાઓમાનાં બીજા પણ બે ચેલા ભેગા થ્યાતા.

3 સિમોન પિતરે તેઓને કીધું કે, “હું માછલા પકડવા હાટુ જાવ છું” તેઓએ એને કીધું કે, “અમે હોતેન તારી હારે આયશું.” ઈ હાટુ તેઓ નીકળીને હોડીમાં બેઠા, પણ ઈ રાતે તેઓને એક પણ માછલી આવી નય.

4 બીજા દિવસે વેલી હવારમાં ઈસુ કાઠે આવીને ઉભો હતો, પણ ચેલાઓને ઓળખ્યા નય કે આ ઈસુ છે.

5 તઈ ઈસુએ તેઓને કીધું કે, “જુવાનો, શું તમારી પાહે ખાવા હાટુ કાય છે?” તેઓએ એને જવાબ દીધો કે, “નય.”

6 ઈસુએ તેઓને કીધું કે, “હોડીની જમણી બાજુ જાળ નાખો, તો તમને કાક મળશે.” તઈ તેઓએ જાળ નાખી, અને એટલી બધીય માછલી આવી ગય કે, ઈ જાળને ખેસી નો હક્યાં.

7 ઈ હાટુ ઈ ચેલાને ઈસુ જેને વધારે પ્રેમ કરતો હતો, ઈ પિતરે કીધું કે, “આ તો પરભુ છે.” સિમોન પિતરે આ હાંભળ્યું કે, તેઓ પરભુ છે, ઈ ઘાયેઘા લુગડા પેરીને અને એને જાળ નાખવાનો વખત નીકળતો જાતો હતો, અને ઈસુને મળવા હાટુ ઉતાવળમાં દરિયામાં કુદકો મરયો.

8 પણ બીજા ચેલા હોડીમાં રાખેલી માછલીઓથી ભરેલી જાળને ખેસતા આવ્યા, કેમ કે તેઓ કાઠાથી બોવ આઘા નોતા પણ ખાલી હો મીટર જેટલા આઘા હતા.

9 જઈ ઈ કાઠા ઉપર પુગ્યા, તો તેઓએ હળગતા કોલસા ઉપર માછલી અને રોટલી જોય.

10 ઈસુએ તેઓને કીધું કે, “જે માછલીઓ ઈ આઘડી પકડી છે, એમાંથી થોડીક માછલીઓ લાવો.”

11 તઈ સિમોન પિતર હોડી ઉપર બેહીને જાળને ખેસીને કાઠે લીયાવો, અને એમાંથી એકસો ત્રેપન મોટી માછલીઓ હતી, આટલી બધીય માછલીઓ હોવા છતાય જાળ ફાટી નય.

12 ઈસુએ તેઓને કીધું કે, “આવો અને સીરામણ કરો.” ચેલાઓમાંથી કોયની હિમંત નો થય કે, એને કાક પુછયું કે, “તુ કોણ છે?” કેમ કે, ઈ જાણી ગયા હતાં કે ઈ પરભુ જ છે.

13 ઈસુએ રોટલી લયને ચેલાઓને દીધી, અને એમ જ માછલી પણ દીધી.

14 આ ત્રીજીવાર થયુ કે, ઈસુ મરણમાંથી જીવતો થયા પછી પોતાના ચેલાઓને દર્શન દીધા.


ઈસુએ પિતરને ત્રણ વખત પુછયું

15 સીરામણ ખાધા પછી ઈસુએ સિમોન પિતરને પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ હાસીન મને આ બધાય કરતાં વધારે પ્રેમ કરે છે?” પિતરે જવાબ દીધો કે, “હા પરભુ, તુ તો જાણે છે કે, હું તને પ્રેમ કરું છું” ઈસુએ એને કીધું કે, “જે મારા લોકોને હંભાળ જેમ એક ભરવાડ પોતાના ઘેટાના બસાને પાળ.”

16 ઈસુએ એને બીજીવાર કીધું કે, “સિમોન યોહાનના દીકરા, શું તુ મને પ્રેમ કર છો?” પિતરે જવાબ દીધો કે, “હા પરભુ, તુ જાણે છે કે, હું તને પ્રેમ કરું છું,” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાની હંભાળ રાખ.”

17 ઈસુએ ત્રીજીવાર પુછયું કે, “સિમોન, યોહાનના દીકરા, શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” તઈ પિતર ઉદાસ થયો ઈ હાટુ કે, એણે ત્રીજીવાર એને પુછયું કે, “શું તુ મારી ઉપર પ્રેમ રાખે છે?” અને પિતરે જવાબ દીધો કે, “હે પરભુ, તમને બધુય ખબર છે તમે આ જાણો છો કે, હું તમારી ઉપર પ્રેમ રાખું છું” ઈસુએ એને કીધું કે, “મારા ઘેટાઓને સરાવ.”

18 હું તમને હાસે હાસુ કવ છું કે, જઈ તુ જવાન હતો, તઈ પોતે તૈયાર થયને જ્યાં ઈચ્છા હોય ન્યા જાતો. પણ જઈ તુ ગવઢો થય જાય, તઈ તુ પોતાના હાથને ફેલાવય અને કોય બીજો તને તૈયાર કરશે, અને જ્યાં તુ નો જાવા માગે ન્યા ઈ તને લય જાહે.

19 હવે ઈસુએ પિતર કેવી રીતે મરશે, અને પરમેશ્વરની મહિમા પરગટ કરશે. ઈ બતાવવા હાટુ કીધું ઈ કેવાનું પુરું થયા પછી એણે પિતરને કીધું કે, “તુ મારો ચેલો બન.”


ઈસુ અને એનો વાલો ચેલો

20 પિતરે પાછુ વળીને ઈ ચેલાને વાહે આવતો જોયો, જેની ઉપર ઈસુ વધારે પ્રેમ રાખતો હતો, અને જે ખાતી વખતે ઈસુની પાહે બેઠો હતો એણે પુછયું કે, “પરભુ, તને પકડાવવા વાળો કોણ છે?”

21 ઈ હાટુ પિતરે જોયને ઈસુને પુછયું કે, “પરભુ, આ માણસનું શું થાહે?”

22 ઈસુએ એને કીધું કે, જો મારી ઈચ્છા હોય કે, મારા પાછા આવવા લગી આ જીવતો રેય, તો એનાથી તારે કાય મતલબ નથી? “તુ મારી પાછળ આય.”

23 એથી ઈ વાત ભાઈઓ અને બેનોમાં ફેલાય ગય કે, ઈ બીજો ચેલો નય મરે, તો પણ ઈસુએ એના વિષે આ કીધું કે ઈ નય મરે, પણ એમ કીધુ હતું કે, જો મારી ઈચ્છા હોય કે, “મારા પાછા આવવા લગી આ જીવતો રય, તો એનાથી તારે શું કામ?”

24 આ ઈજ ચેલો છે, જેણે આ બધુય જોયું છે, અને જે આ વાતોની સાક્ષી પુરે છે, અને જેણે આ વાતો વિષે લખ્યું છે, અને અમે જાણી છયી કે, એની સાક્ષી હાસી છે.


ઉપસંહાર

25 ઈસુએ બીજા ઘણાય કામ કરયા છે. જો એમાંના દરેક લખવામાં આવે તો એટલી બધીય સોપડીઓ થાય કે, એનો સમાવેશ આ જગતમાં પણ નો થાય, એવુ મારું માનવું છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan