Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 2 - કોલી નવો કરાર


ઈસુ કાના ગામના લગનમા

1 બે દિવસ પછી ગાલીલ જિલ્લાના કાના ગામમાં લગન હતાં, અને ઈસુની માં પણ ન્યા હતી.

2 ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું.

3 જઈ દ્રાક્ષારસ ઘટયો, તો ઈસુની માં મરિયમે એને કીધું કે, “તેઓની પાહે દ્રાક્ષારસ નથી.”

4 ઈસુએ એને કીધું કે, “માં તમે મને કેમ કયો છો? મારો વખત હજુ આવ્યો નથી.”

5 પણ ઈસુની માંએ ચાકરોને કીધું કે, “જે કાય ઈ તમને કેય, ઈ કરો.”

6 યહુદીઓ પોતાના ન્યાયપણાના નિયમો પરમાણે હાથ ધોવાનો રીવાજ હતો, એવુ કરવાને લીધે તેઓએ ન્યા પાણાના છ માટલા રાખો, દરેક માટલાઓની અંદર લગભગ પિનસોતેરથી એકસો પંદર લીટર હુધી પાણી હમાતું હતું.

7 ઈસુએ ચાકરોને કીધું કે, “માટલાઓમાં પાણી ભરી દયો.” તઈ તેઓએ કાઠા હુધી ભરી દીધા.

8 તઈ ઈસુએ તેઓને કીધું કે, “હવે પાણી કાઢીને જમણવારના મુખીની પાહે લય જાવ.” એટલે ઈ પાણીને તેઓની પાહે લય ગયા.

9 જઈ ઈ જમણવારના મુખીએ પાણી સાખ્યુ, જે દ્રાક્ષારસ બની ગયુ હતું, અને ઈ જાણતો નતો કે, ઈ ક્યાંથી આવ્યું હતું; પણ જે સેવકોએ પાણી કાઢું હતું ઈ જાણતા હતાં, તઈ જમણવારના મુખીએ વરરાજાને બોલાવીને કીધું કે,

10 દરેક માણસ પેલા હારો દ્રાક્ષારસ મુકે છે, અને માણસો પેટ ભરીને હારી રીતે પીધા પછી, નબળો દ્રાક્ષારસ આપે છે, પણ ઈ હારો દ્રાક્ષારસ હજી હુધી રાખી મુક્યો છે.

11 ઈસુએ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પોતાનો પેલો સમત્કાર કરીને પોતાની મહિમા દેખાડીને, એના ચેલાઓએ એની ઉપર વિશ્વાસ કરયો કે, ઈ મસીહ છે.

12 ઈ પછી ઈસુ અને એની માં એના ભાઈઓ, એના ચેલાઓ કપરનાહૂમ શહેરમાં ગયા અને ન્યા થોડાક દિવસ રયા.


ઈસુ દ્વારા મંદિરને સોખુ કરવું
( માથ્થી 21:12-13 ; માર્ક 11:15-17 ; લૂક 19:45-46 )

13 યહુદીઓનો પાસ્ખા તેવારનો વખત પાહે આવ્યો હતો, જેથી ઈસુ યરુશાલેમ શહેરમાં ગયા.

14 ઈસુએ મંદિરમાં બળદ, અને ઘેટા અને કબુતરને વેસનારાઓ અને રૂપીયા બદલનારાઓને બેહેલા જોયા.

15 તઈ એણે દોયડાના ટુકડાઓથી કોરડો બનાવીને, અને ઈ બધાયને ઘેટા અને બળદ સહીત મંદિરમાંથી કાઢી મુક્યા, અને રૂપીયા બદલનારાઓના રૂપીયાને ફેકી દીધા અને મેજને ઉધ્યું વાળી દીધ્યું.

16 અને કબુતર વેસનારાઓને કીધું કે, “આને આયથી લય જાવ. મારા બાપના મંદિરને વેપારનું ઘર બનાવો નય.”

17 તઈ એના ચેલાઓને યાદ આવ્યું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, તારા મંદિરની આસ્થા મારી અંદર આગની જેમ હળગે છે.

18 ઈ હાટુ યહુદી અધિકારીઓએ ઈસુને કીધું કે, “તુ આવા કામો કરે છે, તો અમને શું નિશાની બતાવે છે?”

19 ઈસુએ તેઓને જવાબ દીધો કે, “આ મંદિરને પાડી નાખો અને હું એને ત્રણ દિવસમાં પાછુ ઉભું કરય.”

20 તઈ યહુદીઓના અધિકારીઓએ કીધું કે, આ મંદિરને બાંધતા સેતાળી વરહ લાગ્યા છે, અને “શું તુ ત્રણ દિવસમાં પાછુ ઉભું કરય?”

21 પણ ઈસુ તો પોતાના દેહ રૂપી મંદિર વિષે બોલતો હતો.

22 પછી ઈ મોતમાંથી ફરી જીવી ઉઠયો, તઈ એના ચેલાઓને યાદ આવ્યું કે, એને તેઓને ઈ કીધું હતું; અને તેઓએ શાસ્ત્રમા અને ઈસુએ જે કીધું હતું એની ઉપર વિશ્વાસ કરયો.


લોકો વિષે ઈસુનું જ્ઞાન

23 જઈ પાસ્ખા તેવાર વખતે ઈ યરુશાલેમ શહેરમાં હતો, તઈ ઘણાયને જે સમત્કારો દેખાડતા હતાં, ઈ જોયને એની ઉપર વિશ્વાસ કરયો.

24 પણ ઈસુએ તેઓની ઉપર ભરોસો નો કરયો કેમ કે, ઈ માણસોનો સ્વભાવ જાણતો હતો.

25 અને એને કોયની જરૂર નથી, કેમ કે એને લોકોના વિષે બતાવ્યું, કારણ કે, માણસના મનમા શું છે ઈ ઈસુ જાણતો હતો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan