યોહાન 13 - કોલી નવો કરારઈસુ દ્વારા ચેલાઓના પગ ધોવા 1 હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો. 2 જઈ ઈસુ અને એના ચેલાઓ રાતે વાળુ કરતાં હતાં, તઈ શેતાને પેલા જ ઈસુને દગાથી પકડાવવા હાટુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોતના મનમા ઈ વિસાર નાખી દીધો હતો. 3 ઈસુ ઈ જાણતો હતો કે, બાપે એને દરેક વસ્તુ ઉપર અધિકાર દીધો છે, અને ઈ પરમેશ્વરની પાહેથી આવ્યો છે, અને પાછો પરમેશ્વરની પાહે જાય છે. 4 ભોજન કરવાની જગ્યાથી ઉભો થયને પોતાનો ઝભ્ભો ઉતારયો, અને પોતાની કડે રૂમાલ વીટાળ્યો. 5 એની પછી એક ઠામડામાં પાણી ભરીને, એને પોતાના ચેલાઓના પગ ધોયા, અને જે રૂમાલ એની કડે બાંધ્યો હતો, એનાથી લુસવા લાગ્યો. 6 પછી ઈ સિમોન પિતરની પાહે આવ્યો, તઈ પિતરે એને કીધું કે, “પરભુ, શું તુ મારા પગ ધોય છે?” 7 ઈસુએ એને જવાબ દીધો કે, “જે હું કરું છું, તુ એનો અરથ હમણાં નય હંમજ, પણ પછી હંમજય.” 8 પિતરે ઈસુને કીધું કે, “હું તને મારા પગ ક્યારેય પણ ધોવા નય દવ!” ઈ હાંભળીને ઈસુએ એને કીધું કે, “જો હું તારા પગનો ધોવ, તો તારે મારી હારે કોય સબંધ નય રેય.” 9 સિમોન પિતરે જવાબ દીધો કે, “પરભુ, તમે મારા પગ જ નય પણ મારા હાથ અને માથાને પણ ધોય દયો.” 10 ઈસુએ એને કીધું કે, “એક માણસ જે નાય લીધું છે, એને ખાલી એના પગ ધોવાની જરૂર છે, કેમ કે એનુ આખું દેહ સોખું છે અને ખાલી એકને મુકીને, તમે બધાય સોખા છો.” 11 ઈ તો પોતાને દગાથી પકડાવનારા વિષે જાણતો હતો, ઈ હાટુ એણે ઈ કીધું કે, “ખાલી એકને મુકીને, તમે બધાય સોખા છો.” 12 જઈ ઈસુએ બધાયના પગને ધોય લીધા, અને પોતાનો ઝભ્ભો પેરીને પાછો ખાવા બેહી ગયો, અને ચેલાઓને કેવા લાગ્યો કે, “શું તમે હંમજા કે, મે તમારી હારે શું કરયુ? 13 તમે મને ગુરુ અને પરભુ કયો છો, અને જો તમે કયો છો ઈજ હાસુ છે, કેમ કે હું તમારો ગુરુ અને પરભુ છું 14 જો મે ગુરુ અને પરભુ થયને, તમારા પગ ધોયા છે, તો તમારે મારી જેમ એકબીજાના પગને ધોવા જોયી. 15 કેમ કે, મે તમને નમુનો દેખાડયો છે, જેથી જેવું મે તમારી હારે કરયુ છે, તમે પણ એવુ જ કરતાં રયો. 16 હું તમને હાસે હાસુ કવ છું કે, ચાકર પોતાના માલિક કરતાં મોટો નથી, અને સંદેશો લીયાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી. 17 જઈથી હવે તમે ઈ વાત જાણો છો કે, જો તમે આવું કરો, તો પરમેશ્વર તમારી ઉપર બોવ રાજી થાહે. 18 હું તમારા બધાયના વિષે નથી કેતો, હું જાણું છું કે, કોને-કોને ગમાડીયા છે, પણ એવુ ઈ હાટુ થાય છે કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરું થાય કે, જેણે મારી હારે ખાવાનું ખાધું, એણેજ મને દગાથી પકડાવો છે. 19 હવે હું એના હોવાની પેલા તમને બતાવી દવ છું કે, જઈ ઈ થય જાય તો તમે વિશ્વાસ કરો કે હું ઈજ છું 20 હું તમને હાસે હાસુ કવ છું કે, જે મને મોકલનારાનો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર કરે છે અને જે મારો સ્વીકાર કરે છે, ઈ મને સ્વીકારે છે, અને જે કોય પણ મને સ્વીકારે છે, ઈ મને મોકલનારને પણ સ્વીકારે છે.” વિશ્વાસધાત કરનારાની હામે સંકેત 21 જઈ ઈસુ કય રયો, તઈ એના મનમા નિહાકો નાખીને તેઓએ ઈ સાક્ષી આપી કે, “હું તમને હાસે હાસુ કવ છું, તમારામાંનો એક મને દગાથી પકડાયશે” 22 ચેલાઓ શંકા કરીને, એકબીજાને જોવા લાગ્યા કે, ઈ કોના વિષે કેય છે. 23 પણ એના ચેલાઓમાંથી એક જેની ઉપર ઈસુ વધારે પ્રેમ રાખતો હતો, ઈ ઈસુની હામે નીસે મેજ ઉપર આડો પડયો હતો. 24 સિમોન પિતરે ઈ ચેલાને ઈશારો કરીને કીધું કે, “ઈસુ કેની વિષે કેય છે? ઈ એને પુછો” 25 તઈ યોહાને ઈ રીતેથી ઈસુની બાજુમાં નમીને પુછયું કે, “પરભુ ઈ કોણ છે?” 26 ઈસુએ જવાબ દીધો કે, “હું જેને રોટલીનું બટકું થાળીમાં બોળીને આપય, ઈજ છે.” અને એણે રોટલી બોળીને સિમોન ઈશ્કારિયોતના દીકરા યહુદાને દીધી. 27 અને જેવું યહુદા ઈશ્કારિયોતને રોટલીનો કોળીયો ખાધો, તરત શેતાન એનામા ઘરી એણે કાબુમાં કરયો, તઈ ઈસુએ એને કીધું કે, “જે તુ કરવણો છો, ઈ ઘાયેઘા કરય.” 28 હવે ઈસુએ શું કામ કીધું ઈ ખાવા બેહેલાઓમાંથી કોય હંમજયો નય. 29 યહુદાની પાહે રૂપીયાની ઠેલી રેતી હતી, ઈ હાટુ કોય હમજે કે, ઈસુ એને કય રયો છે કે, જે કાય તેવાર હાટુ જોયી છી, ઈ વેસાતું લય લે, કા તો આ કે ગરીબોને કાક દેય. 30 અને રોટલીનો કોળીયો ખાધા પછી યહુદા તરત બારે વયો ગયો, અને તઈ રાતનો વખત હતો. નવી આજ્ઞા 31 જઈ ઈ બારે વયો ગયો, તો ઈસુએ કીધું કે, “હવે માણસના દીકરાની મહિમા થય છે, અને પરમેશ્વરની મહિમા એનાથી પરગટ થય છે. 32 જઈથી હું માણસનો દીકરો પરમેશ્વરને લોકોની વસે જણાવું છું, અને જઈથી હું એને માન આપું છું, એમ પરમેશ્વર પણ મને માન આપશે અને પરમેશ્વર આવું બોવ જલ્દીથી કરશે. 33 હે બાળકો, હું હજી થોડીકવાર તમારી પાહે છું, પછી તમે મને ગોતશો, અને જેવું મે યહુદી લોકોના આગેવાનોને કીધું છે, જ્યાં હું જાવ છું ન્યા તમે નય આવી હકો, એમ જ હું આઘડી તમને પણ કવ છું 34 હું તમને એક નવી આજ્ઞા દવ છું કે, એકબીજા હારે પ્રેમ કરો, જેવી રીતે મે તમારી ઉપર પ્રેમ રાખ્યો છે, એવી જ રીતે તમે પણ એકબીજા હારે પ્રેમ રાખો. 35 જો તમે એકબીજાની હારે પ્રેમ કરો, તો દરેક માણસ જાણી લેહે તમે મારા ચેલાઓ છો.” પિતર નકાર કરશે એવી સંકેત 36 સિમોન પિતરે ઈસુને પુછયું કે, “પરભુ, તું ક્યા જાય છે?” એણે જવાબ દીધો કે, “જ્યાં હું જાવ છું, ન્યા આઘડી મારી વાહે નય આવી હકે, પણ થોડાક વખત પછી મારી વાહે આવય.” 37 પિતરે કીધુ કે, “પરભુ, હું આઘડી તારી વાહે કેમ નથી આવી હકતો? હું તારી હાટુ પોતાનો જીવ પણ આપી દેય.” 38 ઈસુએ જવાબ દીધો કે, “તું મારી હાટુ પોતાનો જીવ દેય? હું તમને હાસે હાસુ કવ છું કે, કુકડો બોલે ઈ પેલા તુ ત્રણ વાર મારો નકાર કરય.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation