Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 11 - કોલી નવો કરાર


લાજરસનું મોત

1 એક માણસ જેનું નામ લાજરસ હતું ઈ બોવ બીમાર હતો. ઈ બેથાનિયા ગામમાં રેતો હતો, જ્યાં એની મોટી બેનું માર્થા અને મરિયમ રેતી હતી.

2 આ ઈ જ મરિયમ છે, જેણે પેલા પરભુની ઉપર પ્રેમ અને માન દેખાડવા હાટુ મોઘું અત્તર પગ ઉપર રેડયું હતુ અને એના પગ પોતાના વાળથી લુસા હતાં, આ એનો ભાઈ લાજરસ હતો, જે માંદો હતો.

3 જેથી બેનોએ એને ખબર મોકલી કે, પરભુ, જેની ઉપર તમે પ્રેમ રાખો છો, ઈ લાજરસ માંદો છે.

4 પણ જઈ ઈસુએ ઈ હાંભળ્યું તો એણે કીધું કે, “ઈ મંદવાડ મરવા હાટુ નય પણ પરમેશ્વરની મહિમા હાટુ છે જેથી પરમેશ્વરનો દીકરો મહિમા મેળવે.”

5 હવે ઈસુ માર્થા અને એની બેન મરિયમ અને લાજરસ ઉપર પ્રેમ કરતાં હતા.

6 પણ જઈ એણે હાંભળ્યું કે, લાજરસ માંદો છે, તો ઈસુ જ્યાં હતો ન્યા જ બે દિવસ રોકાય ગયો.

7 અને બે દિવસ પછી એણે પોતાના ચેલાઓને કીધું કે, “હાલો આપડે પાછા યહુદીયા જિલ્લામાં જાયી.”

8 ચેલાઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, થોડાક દિવસ પેલા તો યહુદી લોકોના આગેવાનો તને પાણા મારીને મારી નાખવા માગતા હતાં, તો પણ તુ પાછો ન્યા જાવા માગે છે?”

9 ઈસુએ જવાબ આપ્યો કે, “શું દિવસની બાર કલાક નથી હોતી? જે કોય દિવસે હાલે છે તેઓને ઠેય નથી લાગતી કેમ કે, ઈ આ જગતના અંજવાળામાં હાલે છે.

10 પણ જે કોય રાતે હાલે છે, તેઓને ઠેય લાગે છે કેમ કે, એની પાહે અંજવાળું નથી.”

11 ઈ કીધા પછી પાછુ એને કીધું કે, “આપડો મિત્ર લાજરસ હુય ગયો છે, પણ હું એને જગાડવા જાવ છું”

12 તઈ ચેલાઓએ એને કીધું કે, “પરભુ, જો ઈ હુતો હોય, તો ઈ હાજો થયને જાગી જાહે.”

13 ઈસુએ તો લાજરસના મોતના વિષે કીધું છે, પણ ઈ હમજા કે, એણે નિંદરમાં આરામ લેવા હાટુ કીધુ છે.

14 તઈ ઈસુએ એને હાસે હાસુ કય દીધુ કે, “લાજરસ મરી ગયો છે,

15 અને હું તમારા લીધે રાજી છું કે, હું ન્યા નોતો જેથી તમે વિશ્વાસ કરી હકો. હવે હાલો, આપડે એની પાહે જાયી.”

16 તઈ થોમા; જે દીદુમસ કેવાતો હતો, એણે આપડા સાથી ચેલાઓને કીધું કે, “હાલો આપડે હોતન એની હારે મરવા હાટુ જાયી.”


મોતમાંથી જીવતુ ઉઠવું અને જીવન ઈસુ છે

17 જઈ ઈસુ બેથાનિયા ગામમાં ગયો તઈ એને ખબર પડી કે, લાજરસની લાશને કબરમાં રાખી સ્યાર દિવસ થય ગયા છે.

18 હવે બેથાનિયા ગામ યરુશાલેમ શહેરની પાહે લગભગ ત્રણ કિલોમીટર આઘુ હતું.

19 ઈ હાટુ બોવ બધાય યહુદી લોકો, માર્થા અને મરિયમની પાહે એના ભાઈનાં મોત ઉપર દિલાસો આપવા હાટુ આવ્યા હતા.

20 જઈ માર્થાને ખબર પડી કે, ઈસુ આવી રયો છે, તઈ ઈ એને મળવા હાટુ ગય. પણ મરિયમ ઘરમાં બેઠી રય.

21 માર્થાએ ઈસુને કીધું કે, “પરભુ, જો તુ આયા હોત, તો મારો ભાઈ મરત નય.

22 પણ હું જાણું છું કે, તુ હજી પણ પરમેશ્વરથી માંગય, તો ઈ તને આપશે.”

23 ઈસુએ માર્થાને કીધું કે, “તારો ભાઈ પાછો જીવતો થય જાહે.”

24 માર્થાએ એને કીધું કે, “હું જાણું છું કે, છેલ્લે દિવસે જઈ પરમેશ્વર બધાય મરેલાઓને જીવાડશે તઈ ઈ મરેલામાંથી જીવતો ઉઠશે.”

25 ઈસુએ એને કીધું કે, “હું જ એક ખાલી છું; જે લોકોને મરેલામાંથી જીવતા કરું છું; અને હું જ એક ખાલી છું જે તેઓને જીવન આપું છું જે કોય મારી ઉપર વિશ્વાસ કરે છે. ઈ મરી જાહે તોય ઈ જીવતો થાહે.

26 અને જે કોય મારામાં જીવે છે, અને મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ કોયદી પણ નય મરે. શું તુ ઈ વાત ઉપર વિશ્વાસ કરે છે?”

27 માર્થાએ ઈસુને જવાબ દીધો કે, “હા, પરભુ, હું વિશ્વાસ કરું છું કે, તુ જ પરમેશ્વરનો દીકરો મસીહ છે, જે જગતમાં આવવાનો હતો.”


ઈસુ રોયો

28 આ કયને ઈ વય ગય, અને પોતાની બેન મરિયમને ખાનગીમાં લય જયને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ આજ છે અને તને બોલાવે છે.”

29 આ હાંભાળીને મરિયમ તરત જ ઉભી થયને ઈસુની પાહે આવી.

30 ઈસુ હજી હુધી બેથાનિયા ગામમાં નથી પૂગ્યો, પણ ઈજ જગ્યા ઉપર હતો, જ્યાં માર્થા એને મળી હતી.

31 તઈ જે યહુદી લોકો તેઓની હારે ઘરમાં હતાં અને એને દિલાસો આપતા હતાં, તેઓએ જોયું કે, મરિયમ ઉતાવળે ઉભી થયને બારે ગય, જોવ; ઈ કબર ઉપર રોવા જાય છે, એવુ વિસારીને તેઓ મરિયમની વાહે ગયા.

32 જઈ મરિયમ જ્યાં ઈસુ હતો ન્યા પાહે આવીને એને જોયને જ ઈ એના પગમાં પડી ગય અને કીધું કે, “પરભુ, જો તુ આયા હોત તો મારો ભાઈ મરત નય.”

33 તઈ ઈસુએ મરિયમ અને એની હારે આવેલા યહુદી લોકોને રોતા જોય, બોવ દુખી થયને હેપતાય ગયો,

34 અને એણે પુછયું કે, “તમે એની લાશને ક્યા રાખી છે?” તેઓએ કીધું કે, “પરભુ, આવ અને જોયલે.”

35 ઈસુ રોયો.

36 તઈ યહુદી લોકો કેવા લાગ્યા કે, “જોવ, આ લાજરસને કેટલો પ્રેમ કરતો હતો.”

37 પણ એમાંથી થોડાક લોકોએ કીધું કે, “એણે તો આંધળાને જોતો કરયો, તો શું એટલું પણ નો કરી હક્યાં કે, લાજરસને મરણ પામતો અટકાવી હક્યો હોત?”


લાજરસને પાછો જીવતો કરવો

38 ઈસુ પાછો મનમા બોવ જ દુખી થયને કબર પાહે આવ્યો, કબર એક ગુફામાં બનાવેલી હતી, અને એણે કમાડ ઉપર એક પાણો રાખેલો હતો.

39 ઈસુએ કીધું કે, “પાણાને કમાડેથી હટાવી દયો.” તઈ મરેલા લાજરસની બેન માર્થાએ એને કીધું કે, “પરભુ, એનામાંથી તો હવે ખરાબ વાસ આવતી હશે કેમ કે, એને મરા સ્યાર દિવસ થય ગયા છે.”

40 ઈસુએ એને કીધું કે, “શું તમને મે નથી કીધું કે, જો તુ વિશ્વાસ કરય, તો પરમેશ્વરની મહિમા જોય.”

41 તઈ તેઓએ ઈ પાણાને હટાવયો. પછી ઈસુએ ઉપર જોયને કીધું કે, “હે બાપ, હું તારો આભાર માનું છું કે, તે મારું હાંભળી લીધું છે.

42 હું જાણું છું કે, તુ સદાય મારું હાંભળે છે, પણ આયા આજુ બાજુમાં ઉભા રયેલા લોકોના લધે મે જોરથી આ કીધું છે, જેનાથી ઈ મારી ઉપર વિશ્વાસ કરે કે, તમે મને મોકલ્યો છે.”

43 આ કયને એણે જોરથી કીધું કે, “લાજરસ, બારે આવ!”

44 તઈ જે મરી ગયો હતો, એના હાથ પગ ખાપણથી બંધાયેલા હતા અને ઈ બારે આવ્યો, અને એનુ મોઢું લુગડાથી વીટેલુ હતું. ઈસુએ એને કીધું કે, “એનુ વીટેલુ ખાપણ ખોલી નાખો અને એને જાવા દયો.”


ઈસુની વિરુધ કાવતરું

45 તઈ જે યહુદી લોકો મરિયમને મળવા આવ્યા હતાં, અને ઈસુનો આ સમત્કાર જોયો હતો, એનામાંથી ઘણાય એની ઉપર વિશ્વાસ કરયો.

46 પણ એનામાંથી કેટલાક લોકોએ ફરોશી ટોળાના લોકોની પાહે જયને બતાવ્યું કે ઈસુએ ન્યા શું કરયુ છે?

47 તઈ મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ, યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બોલાવીને કીધું કે, “આપડે શું કરી? આ માણસ તો બોવ સમત્કારી નિશાની દેખાડે છે.

48 જો આપડે, એને એમ જ છોડી દેહુ, તો બધાય લોકો એવો વિશ્વાસ કરશે કે, ઈ મસીહ છે, અને રોમન અધિકારીઓ આયશે, અને મંદિર અને લોકોનો નાશ કરી નાખશે.”

49 તઈ એનામાંથી કાયાફા નામનો એક માણસ જે ઈ વહરનો પ્રમુખ યાજક હતો, એને કીધું કે, “તમે કાય નથી જાણતા,”

50 અને તમે કાય નથી હમજતા, તમારી ભલાય એમા છે કે, બધાય લોકોની હાટુ એક માણસને મરવું, અને બધાય લોકો બસી જાય.

51 આ વાત એને પોતાની તરફથી નથી કીધી, પણ ઈ વરહના પ્રમુખ યાજકના જેમ, એણે ઈ આગમવાણી કરી કે, ઈસુ યહુદી જાતિના લોકો હાટુ મરશે.

52 અને ખાલી યહુદી જાતિના લોકો હાટુ નય, પણ ઈ પરમેશ્વરનાં બધાય લોકોની હાટુ પણ મરશે, જે આ જગતમાં વેરાયેલા છે, જેથી તેઓ ભેગા કરી હકે.

53 ઈ દીવસથી યહુદી લોકોના આગેવાનો ઈસુને મારી નાખવાનું કાવતરું કરવા લાગ્યા.

54 ઈ હાટુ ઈસુ ઈ વખતથી યહુદી લોકોની હામે જાહેરમાં નોતો આવતો, પણ ન્યાંથી વગડામાં પાહેના પરદેશમા એફ્રાઈમ નામના એક ગામમાં વયો ગયો. અને પોતાના ચેલાઓની હારે ન્યા જ રેવા લાગ્યો.

55 યહુદી લોકોનો પાસ્ખા નામના તેવારનો વખત પાહે હતો, અને ઘણાય બધાય લોકો પાસ્ખા તેવાર પેલા, પોતાની જાતને સોખા કરવા હાટુ ગામમાંથી યરુશાલેમ શહેરમાં આવ્યા.

56 તેઓ ઈસુને ગોતવા લાગા અને મંદિરમાં ઉભા રયને એકબીજાને કેવા લાગા કે, “તમે શું વિસારો છો? શું આ તેવારમાં નય જાય?”

57 મુખ્ય યાજકો અને ફરોશી ટોળાના લોકોએ પણ હુકમ કરયો હતો કે, જો કોય માણસને ખબર હોય કે ઈસુ ક્યા છે, તો કય દયો, જેથી ઈ ઈસુને પકડી લેય.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan