યોહાન 10 - કોલી નવો કરારઘેટા અને ઘેટાપાળક 1 હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય કમાડમાંથી થયને ઘેટાના વાડામાં ઘરતો નથી, પણ બીજી બાજુથી સડીને આવે છે, ઈ સોર કે લુટારો છે. 2 પણ ઘેટાને સરાવનારો કમાડેથી અંદર ઘરે છે. 3 અને એના હાટુ રખેવાળ કમાડ ખોલી દેય છે, અને ઘેટાઓ એની અવાજને ઓળખી લય છે, અને ઈ પોતાના ઘેટાને નામ લયને બોલાવે છે, અને તેઓને બારે લય જાય છે. 4 અને પોતાના બધાય ઘેટાને બારે કાઢી લીધા પછી, સરાવનારો આગળ આગળ હાંકે છે, અને ઘેટા એની વાહે-વાહે જાય છે કેમ કે, તેઓ એનો અવાજ ઓળખી જાય છે, 5 તેઓ કોય અજાણ્યા વાહે નય જાય, પણ એનાથી આઘા ભાગે છે કેમ કે, તેઓ અજાણ્યા અવાજને નથી ઓળખતા. 6 ઈસુએ લોકોને ઈ દાખલો બતાવ્યો, પણ તેઓ હમજા નય કે, એનો કેવાનો શું અરથ હતું. ઈસુ હારો ઘેટાપાળક છે 7 તઈ ઈસુએ તેઓને પાછુ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, ઘેટાઓનુ કમાડ હું છું, 8 જેટલા મારી પેલા આવ્યા, ઈ બધાય સોર અને લુટારા છે, પણ મારા ઘેટાએ એના અવાજને નો હાંભળ્યો. 9 બાયણુ હું છું, મારી દ્વારા અંદર આવનારાઓને તારણ આપશે, અને તેઓ અંદર બારે આવ જાવ કરે, અને ખાવા હાટુ નીણ મળશે. 10 સોર ખાલી સોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા હાટુ આવે છે. પણ હું ઈ હાટુ આવ્યો છું કે, તેઓ જીવન મેળવે અને ભરપૂર જીવન પામે. 11 હારો સરાવનારો હું છું, હારો સરાવનારો પોતાના ઘેટા હાટુ જીવ દય દેય છે. 12 પગાર ઉપર રાખેલો મજુર, જ્યાં નાયડો આવતાં જોયો, તો ઈ ઘેટાને મુકીને ભાગી જાહે કેમ કે, ઈ તેઓને સરાવનારો નથી. અને ઘેટાઓ એના નથી. અને ઈ નાયડો ઘેટાઓને પકડવા હાટુ ભાગે છે, અને ઈ તેઓને વેર વિખેરી નાખે છે. 13 ઈ હાટુ ભાગી જાયી છે કેમ કે, ઈ મજુર છે, અને એને ઘેટાઓની ઉપાદી નથી. 14-15 હારો સરાવનારો હું છું અને પોતાના ઘેટાને ઓળખું છું અને મારા પોતાના ઘેટા મને ઓળખે છે એવી જ રીતે બાપ મને ઓળખે છે અને હું બાપને ઓળખું છું, અને હું મારા ઘેટાઓની હાટુ મારો જીવ આપું છું 16 મારા બીજા પણ ઘેટા જે મારા આ ઘેટાના વાડાના નથી, મારે તેઓને પણ લાવવા જરૂરી છે, તેઓ મારો હાક હાંભળીને ઓળખી લેહે. તઈ એક જ ટોળું થાહે, અને એક જ સરાવનારો થાહે. 17 “બાપ મને ઈ હાટુ પ્રેમ કરે છે કે, હું મારો જીવ આપું છું કે, એને પાછો મેળવી લવ.” 18 કોય પણ મારો જીવ મારી પાહેથી લય હકતો નથી, પણ હું મારી મરજીથી એને આપું છું મને એને આપવાનો અધિકાર છે, અને પાછો લય લેવાનો પણ અધિકાર છે. કેમ કે, આ ઈજ આજ્ઞા છે જે મને મારા બાપ પાહેથી મળી છે. 19 આ બધીય વાતોના કારણે યહુદી લોકોમા પાછા ભાગલા પડયા. 20 તેઓમાંથી ઘણાય કેવા લાગ્યા કે, “એનામા મેલી આત્મા છે, અને ઈ ગાંડો છે, એની વાત હાંભળવી નય.” 21 કોય બીજા માણસોએ કીધું કે, “જેમાં મેલી આત્મા છે, ઈ માણસ આવી વાતો કરી હકતો નથી, અને એક મેલી આત્મા ક્યારેય પણ આંધળા માણસને જોતો કરી હકતો નથી.” ઈસુનો અસ્વીકાર 22 ઈ દિવસોમાં યરુશાલેમ શહેરમાં મંદિરને પ્રતિષ્ઠાને યાદ કરવાનો તેવાર હતો, અને શિયાળાનો વખત હતો. 23 ઈસુ મંદિરમાં સુલેમાનના ફળીયામાં આટા મારતો હતો. 24 તઈ યહુદી લોકોના આગેવાનોએ આવીને એને ઘેરી લીધો અને પુછયું કે, “તુ અમને ક્યા હુધી વેમમાં રાખય? જો તુ મસીહ છો, તો અમને હાસે હાસુ કય દે.” 25 ઈસુએ તેઓને જવાબ દીધો કે, “મે તમને કય દીધુ, પણ તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતા. જે કામ હું મારા બાપના અધિકારથી કરું છું, ઈજ મારી વિષે સાક્ષી દેય છે. 26 પણ તમે ઈ હાટુ વિશ્વાસ નથી કરતાં કેમ કે, તમે મારા ઘેટાઓમાંથી નથી. 27 મારા ઘેટા મારો હાદ હાંભળે છે, અને હું તેઓને ઓળખું છું, અને તેઓ મારા ચેલાઓ બને. 28 અને હું તેઓને અનંતકાળનું જીવન આપું છું તેઓ ક્યારેય મરશે નય, અને તેઓને કોય પણ મારી પાહેથી આસકી નય હકે. 29 જેઓને મારા બાપે મને તેઓને આપ્યા છે, ઈ બધાયથી મોટો છે, અને કોય તેઓના બાપની પાહેથી આચકી નથી હકતા. 30 મારો બાપ અને હું એક છયી.” 31 યહુદી લોકોના આગેવાનોએ, ઈસુને મારવા હાટુ બીજીવાર પાણા લીધા. 32 ઈ કારણે ઈસુએ તેઓને કીધું કે, “મે મારા બાપ પાહેથી, તમારી હામે બોવ હારા કામો કરયા છે, એમાંથી ક્યા કામ હાટુ તમે મને પાણા મારો છો?” 33 યહુદી લોકોના આગેવાનોએ એને જવાબ દીધો કે, “કોય પણ હારા કામોના કારણે અમે તારી ઉપર પાણા નથી મારતા, પણ ઈ હાટુ કે તુ પરમેશ્વરની નિંદા કરે છે, અને ઈ હાટુ કે, તુ માણસ થયને પણ પોતાની જાતને પરમેશ્વર માંને છે.” 34 ઈસુએ એને પુછયું કે, “શું તમારા શાસ્ત્રમાં નથી લખ્યું કે, મે કીધું તમે દેવ છો? 35 આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કેય છે ઈ હાસુ છે, જેને પરમેશ્વરનાં વચન આપવામાં આવ્યું, જો પરમેશ્વરે તેઓને દેવ કીધા. 36 તો શું તમે એને આમ કયો છો જેને બાપે પવિત્ર ઠેરાવીને જગતમાં મોકલ્યો છે, તમે નિંદા કરો છો; કેમ કે, મે કીધું કે, હું પરમેશ્વરનો દીકરો છું; 37 જો હું મારા બાપનું કામ નથી કરતો, તો તમે મારી ઉપર વિશ્વાસ નો કરો. 38 પણ જો હું ઈ કામ કરું છું, તો ભલે મારી ઉપર વિશ્વાસ નો કરો, પણ ઈ કામ ઉપર વિશ્વાસ કરો, અને તમે જાણો અને હંમજો કે, બાપ મારામાં રેય છે, અને હું બાપમાં રવ છું” 39 તઈ તેઓએ ફરીથી એને પકડવાની કોશિશ કરી, પણ ઈ તેઓથી છેટો વયો ગયો. 40 પછી ઈસુ યર્દન નદીને ઓલે કાઠે ગયો. જ્યાં યોહાન જળદીક્ષા આપતો હતો. અને ઈ ન્યા જ રયો. 41 અને ઘણાય લોકોએ એની પાહે આવીને તેઓને કીધું કે, “યોહાને તો ક્યારેય સમત્કારો કરયા નથી પણ એણે આ માણસ વિષે જે કાય કીધું હતું ઈ હાસુ છે.” 42 અને ન્યા ઘણાય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation