યાકૂબનો પત્ર 5 - કોલી નવો કરારમાલદારોને સેતવણી 1 ઓ માલદારો તમે હાંભળી લ્યો, તમે પોતાની ઉપર આવનારા સંકટો ઉપર રાડુ પાડી પાડીને રોવો. 2 કેમ કે, તમારી પુંજી હડી ગય, અને તમારા લુગડાને ઊધય લાગી ગય. 3 તમારા હોના અને સાંદીને કાટ સડી ગયુ, ઈ કાટ ન્યાયના વખતે તમારી વિરુધ સાક્ષી આપશે અને તમારા દેહને આગમાં બાળી દેહે. જે તમે છેલ્લા દિવસોમાં તમારી પુંજી ભેગી કરી છે. 4 જોવો, જે મજુરોએ તમારા ખેતરમા મેનત કરી છે, તેઓની મજુરી તમે દગાથી રોકી રાખી છે અને મેનત કરનારાઓનો પોકાર સેનાઓના પરભુ પરમેશ્વરે હાંભળો છે. 5 તમે પૃથ્વી ઉપર મોજ-મજા કરવામા લાગેલા રયા, અને ઘણુય બધુય સુખ ભોગવ્યુ, આવુ કરીને તમે ઈ જનાવરની જેવા થયા છો જેઓને મારીને ખાવાની પેલા તાજો-માજો કરવામા આવે છે, ઈ જ રીતે તમે પણ નથી જાણતા કે, તમે નાશ થાવાના છો. 6 તમે ન્યાયીને ગુનેગાર ઠરાવીને મારી નાખ્યો, અને એણે તમારો કાય વિરોધ નથી કરયો. ધીરજ રાખો 7 ઈ હાટુ કે, હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરભુને બીજીવાર આવવાના હુધી ધીરજ રાખો, જેમ ખેડૂતો જમીન ઉપર એક કિંમતી ફળની આશા રાખે છે, અને તેઓ ધીરજથી પેલા અને છેલ્લા વરસાદ હુધી રાહ જોવે છે. 8 ઈ જ રીતે તમે પણ ધીરજ રાખો, અને આશા નો મુકો કેમ કે, પરભુ ઘાયેઘા આવી રયો છે. ધીરજ અને પ્રાર્થના 9 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક બીજાઓ ઉપર આરોપ નો લગાડવો જેથી તમારી ઉપર પણ આરોપ નો લગાડવામાં આવે. અને ન્યાય કરનારો બોવ પાહે છે જોવો આવવાને તૈયાર છે. 10 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે આગમભાખીયાઓને પરભુના નામે વાતો કરી કે, એને દુખ ઉઠાવવું અને ધીરજ ધરવાનો એક નમુનો હમજો. 11 જોવો આપડે દુખોના વખતે ધીરજ રાખનારાનો આભાર માની છયી. તમે અયુબ નામના એક માણસની ધીરજ વિષે હાંભળ્યું હશે, અને તમે ઈ પણ જાણો છો કે, પરભુએ છેલ્લે કેવી રીતે એની મદદ કરી. કેમ કે, પરભુ બોવ દયાળુ અને કૃપાળુ છે. 12 પણ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, બધાયથી હારી વાત આ છે કે, હમ નો ખાવ, નો સ્વર્ગના, નો પૃથ્વીના અને નો કોય પણ વસ્તુના, પણ તમારી વાત સીતમાં હા તો હા, અને નય તો નય હોવુ જોયી, જેથી તમે પરમેશ્વરની દ્વારા ગુનેગાર ઠરાવામા નો આવો. પ્રાર્થનાનું સામર્થ 13 જો તમારામા કોય દુખી હોય તો એને પ્રાર્થના કરવી જોયી, જો કોય રાજી થાય, તો એને સ્તુતિના ભજનો ગાવા. 14 જો તમારામાથી કોય માંદો હોય, તો મંડળીના વડવાઓને બોલાવો, અને ઈ પરભુના નામથી એને તેલ સોળીને એના હાટુ પ્રાર્થના કરે. 15 અને વિશ્વાસથી કરેલી પ્રાર્થનાથી માંદાઓનો બસાવ થાહે અને પરભુ એને ફરીથી હાજો કરશે, જો એને પાપ પણ કરયુ હોય, તો પરમેશ્વર એને માફ કરશે. 16 ઈ હાટુ કે, તમે અંદરો અંદર એક-બીજાની હામે પોતપોતાના પાપોને કબુલ કરો, અને એક-બીજા હાટુ પ્રાર્થના કરો, જેનાથી તમે હાજા થય જાવ. ન્યાયી માણસની પ્રાર્થનાની અસર બોવ વધારે થાય છે. 17 એલિયા આગમભાખીયો પણ આપડી જેમ સુખ દુખ ભોગવનારો માણસ હતો, અને એણે પોતાના પુરા મનથી પ્રાર્થના કરી કે, વરસાદ નો વરહે, અને હાડા ત્રણ વરહ હુંધી ધરતી ઉપર વરસાદ નો પડયો. 18 પછી એણે પ્રાર્થના કરી, તો આભમાથી વરસાદ પડયો અને ધરતીમાથી પાક ઉગી નિકળ્યુ. 19 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો તમારામાથી કોય પણ હાસના મારગને છોડી દેય, અને જો કોય એને પસ્તાવો કરવામા મદદ કરે, 20 તો ઈ આ જાણી લેય કે, કોય પણ જે હાસના મારગને છોડી દીધેલા પાપી માણસને પસ્તાવો કરીને પાછો લીયાવે તો ઈ ભાઈ કા બહેન એક જીવને મોતથી બસાવશે અને પરમેશ્વર એના બધાય પાપોને માફ કરશે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation