યાકૂબનો પત્ર 4 - કોલી નવો કરારજગત હારે દોસ્તી 1 તમારામા બાધણા અને લડાય ક્યાંથી આવે છે? આ ઈ ખરાબ ઈચ્છાઓથી આવે છે જે તમારી અંદર બાધે છે. 2 તમે લાલસ રાખો છો, પણ તમને કાય મળતું નથી, ઈ હાટુ તમે ખૂન કરવા તૈયાર છો અને લોભ કરો છો પણ તમને કાય મળતું નથી ઈ હાટુ તમે બાધોશો અને બાધણું કરો છો, ઈ હાટુ તમને કાય મળતું નથી કેમ કે, તમે પરમેશ્વરથી માગતા નથી. 3 તમે માગો છો તો પણ તમને મળતું નથી કેમ કે, તમે ભુંડી ઈચ્છાથી માગો છો, જેથી પોતાના મોજ મજામા ઉડાવી દયો. 4 હે વિશ્વાસઘાતી લોકો, તમારે આ જાણવું જોયી કે, જો તમે જગતની ભુંડી ઈચ્છાઓ હારે પ્રેમ રાખો છો તો તમે પરમેશ્વરની વિરુધમાં છો. ઈ હાટુ જો તમે જગતની ભુંડી ઈચ્છાઓથી પ્રેમ કરવા ઈચ્છો છો, ઈ પોતાની જાતને પરમેશ્વરનો દુશ્મન બનાવે છે. 5 આપડે શાસ્ત્રમા વાસી છયી કે, “જે આત્માને પરમેશ્વરે આપડી અંદર વસાવ્યો છે ઈ આત્માને ઈર્ષાપુર્વક આશા રાખે છે.” આ હાસુ છે અને તમને એમા શંકા નો હોવી જોયી. 6 પણ ઈ આપણને એવી ખરાબ લાલસની વિરુધમાં ઉભો રેવાને લીધે હજી વધારે કૃપા આપે છે. ઈ હાટુ પવિત્ર શાસ્ત્રમા ઈ લખેલુ છે કે, “પરમેશ્વર અભિમાનીઓનો વિરોધ કરે છે, પણ નમ્ર માણસ ઉપર કૃપા કરે છે.” 7 ઈ હાટુ કે, પરમેશ્વરની આધીન થય જાવ, અને શેતાન તમારાથી કામો કરાવવા માગે છે, એને ના પાડી દયો, તો ઈ તમારી પાહેથી ભાગીને નીકળી જાહે. 8 પરમેશ્વરની પાહે આવો, તો ઈ પણ તમારી પાહે આયશે, હે પાપીઓ, પોતાના જીવનમાંથી પાપને આઘો કરો અને હે બે શિલામાં પગ રાખનારા લોકો, તમારા હ્રદયને પવિત્ર કરો. 9 આપડા પાપોને કારણે દુખ અને હોગ કરો, અને રોવો, તમારુ દાત કાઢવું અને તમારે રાજી થાવું દુખમાં બદલાય જાહે. 10 પરભુની હામે ભોળા બનો, તો ઈ તમને માન આપશે. બીજાનો ન્યાય કરવો નય 11 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, એક-બીજાની નિંદા કરવી નય, જે પોતાના વિશ્વાસી ભાઈની નિંદા કરે છે કા પોતાના વિશ્વાસી ભાઈ ઉપર આરોપ લગાડે છે, ઈ નિયમની નિંદા કરે છે, અને નિયમની ઉપર નિંદા લગાડે છે. જો તુ નિયમશાસ્ત્રની નિંદા કરે છે તો તુ નિયમશાસ્ત્ર ઉપર હાલનારો નથી પણ એની ઉપર એવો આરોપ લગાડે છે જેમ કે, તુ નિયમશાસ્ત્રનો ન્યાય કરનાર છો. 12 નિયમશાસ્ત્ર દેનારો અને ન્યાય કરનાર તો એક જ ઈ પરમેશ્વર છે, જેની પાહે બસાવાની અને નાશ કરવાની તાકાત છે, તમે કોણ છો કે, તમે પાડોહી ઉપર આરોપ લગાડી હકો છો? ભવિષ્યની સીંતા 13 તમે જે આ કેતા હોવ, આજ કે કાલ અમે કોય બીજા જિલ્લામાં જયને ન્યા એક વરહ રેહુ, અને ધંધો કરીને લાભ લેહુ. 14 પણ તમે આ નથી જાણતા કે, કાલે હું થાવાનુ છે, તો વિસારી લ્યો? તમારુ જીવન કેવું છે? તમે તો ઝાકળ જેવા છો, જે થોડીકવાર દેખાય છે, પછી અલોપ થય જાય છે. 15 ઈ હાટુ તમારે એને કેવુ જોયી કે, “જો પરભુ ઈચ્છે તો આપડે જીવતા રેહુ, અને ઈ કા આ કામો કરશુ.” 16 પણ અત્યારે તમે પોતાની અભિમાની યોજનાઓ ઉપર અભિમાન કરો છો આવા બધાય અભિમાનો ખરાબ છે. 17 ઈ હાટુ જે કોય ભલાય કરવાનું જાણતો હોય છે, અને નથી કરતાં, તેઓની હાટુ આ પાપ છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation