Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યાકૂબનો પત્ર 3 - કોલી નવો કરાર


ખતરનાક જીભ

1 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારામાથી બધાય લોકો પરમેશ્વરનાં વચનનું શિક્ષણ આપનારા નો બનો કેમ કે, તમે જાણો છો, કે બીજાની હરખામણીમાં આપડો ઉપદેશકોનો ન્યાય ભારે નજરથી કરવામા આયશે.

2 આપડે બધાય ઘણીય વાર ભૂલો કરી છયી. જે કોય ખોટી વાત નથી કરતાં ઈ જ પુરી રીતેથી માણસ છે, ઈ પોતાના બધાય કામોને કાબુ કરવામા મકમ છે.

3 જઈ આપડા કાબુમાં કરવા હાટુ ઘોડાના મોઢે લગામ બાંધી છયી, તો આપડે એના આખા દેહને ફેરવી હકી છયી.

4 જોવ, વહાણ પણ, એટલા મોટા હોય છે, અને ભારે પવનથી હલગરવામાં આવે છે, તો પણ એક નાનો વહાણનો ખલાસી એની ઈચ્છા પરમાણે ઈ ધારે ઈ પરમાણે એને ફેરવે છે.

5 એવી જ રીતે જીભ પણ એક નાનું અંગ છે અને અભિમાન કરે છે જેમ કે, થોડીક આગથી ખૂબ મોટા જંગલમાં આગ લાગી જાય છે.

6 જીભ પણ એક આગની જેમ છે, જગતના અન્યાયથી ભરેલી છે; જીભ આ દેહનો એવો ભાગ છે, જે આખા દેહને કલંક લગાડી હકે છે, ઈ આખાય જીવનને નાશ કરી હકે છે, અને નરકથી આવેલી આગથી હળગતી રેય છે.

7 દરેક પરકારના જંગલી જનાવર, પંખી અને પેટે હાલનારા જીવડા અને જળ બધાય માણસ દ્વારા કાબુમાં થય હકે છે, અને કરી પણ લીધા છે.

8 પણ જીભને કોય માણસમાથી કોય કાબુમાં નથી કરી હકતા, આ એક એવી મુશ્કેલી છે કે, જે ક્યારે પણ રોકાતી નથી, જે એક ઝેરીલા એરુના ઝેરની જેમ જીવને નાશ કરે છે.

9 જીભથી આપડે પરભુ અને પરમેશ્વર બાપની સ્તુતિ કરી છયી, અને એનાથી જ માણસને હરાપ દેય છે.

10 એક જ મોઢેથી સ્તુતિ અને હરાપ બેય નીકળે છે. હે મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આવુ નો થાવુ જોયી.

11 પાકું છે કે, એક જ કુવાના તળથી મીઠું અને ખારું એમ બેય પાણી નીકળી હકતું નથી.

12 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જેમ અંજીરના ઝાડમાંથી દ્રાક્ષ, અને દ્રાક્ષના વેલામાંથી અંજીરનું ફળ લાગી હકતું નથી, એમ જ ખારા પાણીના કુવામાંથી મીઠું પાણી નીકળી હકતું નથી.


પરમેશ્વર તરફથી મળતું જ્ઞાન

13 તમારામા જ્ઞાની અને હમજદાર કોણ છે? એવુ હોય તો એને એક હારું જીવન જીવીને દેખાડવું જોયી. અને આ નમ્રતાથી હારા કામો કરીને દેખાડો જે તમારા જ્ઞાન દ્વારા આવે છે.

14 પણ તમે પોત પોતાના મનમા ખરાબ ઈર્ષા અને સ્વાર્થ રાખો છો, તો મેણાનો મારતા અને હાસના વિરોધમાં નો તો ખોટુ બોલતા.

15 આ જ્ઞાન ઈ નથી, જે પરમેશ્વર તરફથી આવે છે પણ સંસારની અને દેહ, અને શેતાની છે.

16 ઈ હાટુ કે, જ્યાં ઈર્ષા અને સ્વાર્થ હોય છે, ન્યા ડખો અને બધાય પરકારના ખરાબ કામો પણ થાય છે.

17 પણ જે જ્ઞાન પરમેશ્વરની પાહેથી આવે છે ઈ પેલા તો પવિત્ર થાય છે, શાંતિપૂર્ણ, સહન કરનારો, આધીનમાં રેનારો, દયા અને હારા કામોથી ભરેલો છે, એમા કોય ભેદભાવ નથી અને વફાદાર છે.

18 અને જે મેળ કરાવનારા છે, ઈ શાંતિના બી વાવશે અને ન્યાયપણાની મોસમ કાપશે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan