Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યાકૂબનો પત્ર 1 - કોલી નવો કરાર


યાકુબનો પત્ર

1 આ પત્ર હું પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહનો ગમાડેલો ચેલો યાકુબ યહુદી બાર કુળોને લખી રયો છું; જે જગત ભરમાં વિખેરાય છે, ઈ બારેય કુળોને મારા સલામ.


વિશ્વાસ અને ડહાપણ

2 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જઈ તમારા ઉપર અનેક પરીક્ષણો આવે, તઈ એને મોટા આંનદની વાત હમજો.

3 કેમ કે, તમે જાણો છો કે, જઈ તમારો વિશ્વાસ પારખવામા આવે છે, તઈ તમારી ધીરજ વધે છે.

4 આપડા દુખો દરમ્યાન પરમેશ્વર ઉપર આપડો વિશ્વાસ બનાવેલો રાખો. જેથી આત્મિક રીતે પરિપક્વ અને પુરે પુરું થય જાવુ, કોય પણ હારા સરીત્રમાં ખોટનો હોય.

5 પણ જો તમારામાથી કોયને બુદ્ધિની જરૂર હોય, તો પરમેશ્વર પાહે માગો, જે દાતારીથી આપે છે.

6 પણ જઈ તમે પરમેશ્વરથી માગો છો, તો તમારે વિશ્વાસ કરવો જોયી, અને શંકા કરવી જોયી નય કેમ કે, જે શંકા કરે છે, ઈ દરિયાની વીળની જેમ છે, જે સદાય હવાથી બદલાતી રેય છે.

7 આવો માણસ આ નો હમજે કે, એને પરભુથી કાક મળશે,

8 ઈ માણસ બે સીલામાં પગ રાખે છે, અને પોતાની બધીય વાતોમાં સ્થિર નથી રેતો.


ગરીબ અને માલદાર

9 ઈ વિશ્વાસી જે ગરીબ છે એને રાજી થાવુ જોયી કેમ કે, પરમેશ્વરે એને માન આપ્યુ છે.

10 અને ઈ વિશ્વાસી જે માલદાર છે એને રાજી થાવુ જોયી કે, પરમેશ્વરે એને નમ્ર બનાવ્યો છે. કેમ કે, ઈ માણસ અને એની પુંજી; ખડ અને ફુલની જેમ કરમાય જાય છે.

11 સૂરજ ઉગતા જ ધોમ તડકો પડે છે, અને ખડને કરમાવી દેય છે, અને એના ફુલો ખરી જાય છે, અને એની શોભા મટી જાય છે, એવી જ રીતે એક માલદાર વિશ્વાસી પણ પોતાના કામોમાં ઘૂસવાયેલો રયને એના વખતે મરી જાય.


પરમેશ્વર પરીક્ષણ કરતાં નથી

12 આશીર્વાદિત છે ઈ માણસ, જે પરીક્ષણોમાં ઉભો રેય છે, કેમ કે, તેઓ પોતાના વિશ્વાસમા સાબિત થયા પછી ઈ અનંતજીવનનો મુગટ પામશે, જેનો વાયદો પરમેશ્વરે ઈ બધાય લોકો હાટુ કરયો છે; જે એને પ્રેમ કરે છે.

13 જઈ કોયનું પરીક્ષણ થાય, તઈ ઈ એમ નો કેય કે, મારું પરીક્ષણ પરમેશ્વર તરફથી થાય છે, કેમ કે, પરમેશ્વર ક્યારેય પણ કોય ખોટા કામોમાં લાલસી નથી હોતા અને પરમેશ્વર કોયનું પરીક્ષણ કરતાં નથી.

14 પણ દરેક માણસ પોતે પોતાની જ ખોટી ઈચ્છાઓમાં પડીને અને લાલસમાં આવીને પરીક્ષણમાં પડે છે.

15 એની પછી, જઈ ઈ પાપ કરવાનું વિસારે છે, તઈ ઈ પાપ કરે છે. અને જઈ પાપ વધે છે તો એનુ પરિણામ અનંતકાળનું મોત લયને આવે છે.

16 હે મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, ભટકી નો જાવ.

17 કેમ કે, દરેક હારું વરદાન અને દરેક હારું દાન આપડા પરમેશ્વર બાપની તરફથી જ છે, જેણે આકાશમાં બધાય અંજવાળા બનાવ્યા. પરમેશ્વર સદાય એક સમાન છે, અને ઈ છાયાની જેમ બદલાતા નથી.

18 એણે પોતાની ઈચ્છાથી આપણને હાસના વચન દ્વારા આપણને નવું જીવન આપ્યુ જેથી આપડે એની દ્વારા બનાવેલી દરેક વસ્તુઓનું બધાયથી મહત્વનો ભાગ હોય.


હાંભળવું અને એના ઉપર હાલવું

19 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, આ વાત તમે જાણી લ્યો, દરેક માણસ હાંભળવા હાટુ ઉતાવળો અને બોલવામા ધીરો અને ગુસ્સો કરવામા ધીમો રેય.

20 કેમ કે, જઈ કોય માણસ રીહ કરે છે, જે પરમેશ્વરને રાજી કરનારા ઈ હાસી રીતેથી જીવન જીવી હકતા નથી.

21 ઈ હાટુ બધીય કચ કચ અને વેર-ભાવ વધવાથી રોકાયને, પરમેશ્વરનાં ઈ વચનને ભોળપણથી અપનાવી લ્યો, જે તમારા હૃદયમાં મુકવામા આવ્યુ, અને આ વચન તમારા જીવનનુ તારણ કરી હકે છે.

22 પરમેશ્વરનાં વચનને ખાલી હાંભળનારા બનીને પોતાની જાતને દગો નો આપો, પણ વચનને માનનારા બનો.

23 કેમ કે, જો કોય વચનને હાંભળનારા હોય, અને એની ઉપર માનનારા નો હોય, તો ઈ માણસ એની જેવો છે જે પોતાનુ સ્વાભાવિક મોઢું આભલામાં જોય છે.

24 અને ઈ પોતે પોતાને જોયને વયો જાય છે, અને તરત જ ભુલી જાય છે કે, ઈ કેવો હતો.

25 પણ જે માણસ પરમેશ્વરનાં પુરેપુરા નિયમશાસ્ત્રનું ધ્યાનથી અભ્યાસ કરે છે ઈ લોકોને પાપથી મુક્ત કરે છે, ઈ માણસ હાંભળીને ભુલનારો નથી પણ પાલન કરે છે. એવો માણસ પરમેશ્વરનાં દરેક કામોમાં આશીર્વાદિત થાહે.

26 જેથી કોય પોતાની જાતને ભગત હમજે છે, પણ પોતાની જીભ ઉપર લગામ નો રાખે, તો ઈ પોતાની જાતને દગો આપે છે અને એની ભગતી નકામી છે.

27 પરમેશ્વર આપડા બાપની પાહે શુદ્ધ અને નિર્મળ ભગતી આ છે કે, અનાથો અને રંડાયેલીની મુશ્કેલીમાં એની હારે રેય છે, અને પોતાની જાતને આ જગતના ખરાબ વેવારને આધીન નો થાવા દયો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan