Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓને પત્ર 9 - કોલી નવો કરાર


જગતનો માંડવો

1 હવે પેલા કરારમાં પણ ભજનના નિયમો હતા. અને માણસો દ્વારા બનાવેલી પવિત્રસ્થાનની જગ્યા પણ હતી.

2 આ ભેગા કરવાવાળા મંડપો અને ઈ મંડપની વસમાં, તેઓએ એક પડદો બાધી દીધો અને બે ઓરડાઓ બનાવી દીધા. પેલા ઓરડામાં એક ધુપદાન હતું જેમાં હાત શાખાઓ હતી. ન્યા એક બાજોઠ હતું, જેની ઉપર પરમેશ્વરને સડાવાની રોટલી મુકવામાં આવતી હતી, અને આ ઓરડાને પવિત્રસ્થાન કેવામાં આવતું હતું.

3 અને પડદાની વાહે બીજો ભાગ હતો, ઈ પવિત્રસ્થાન કેવાતું હતું.

4 આ ઓરડામાં, એક હોનાની ધૂપવેદી હતી, અને સ્યારેય બાજુ અંદર અને બારે હોનાની મઢેલી એક પેટી પણ હતી, જેને કરારની પેટી કેવામાં આવતી હતી, અને એમા માન્‍નાથી ભરેલી હોનાથી મઢેલી અને હારુનની લાકડી જેમાં કળ્યું ફૂટેલી હતી અને કરારની પેટીઓ હતી.

5 અને એની ઉપર મહિમા કરુબો હતા, તેઓની છાયા દયાસન ઉપર પડતી હતી; હમણાં તેઓ વિષે અમારીથી વિગતવાર કહેવાય એમ નથી.


જગતની સેવાની હદો

6 આ રીતેથી પુરા માંડવાને બનાવવમાં આવ્યા, તે મંડપોના પેલા ઓરડામાં મુખ્ય યાજક દરોજ પોતાના નિત્ય કામો કરતાં જાતા હતા,

7 પણ માંડવાના બીજા ઓરડામાં ખાલી પ્રમુખ યાજક વરહમાં એકવાર જાય છે, જઈ ઈ અંદર જાતો હોય તઈ તે સદાય જનાવરોના લોહીને લયને જાતો હતો, કે ઈ પોતાના અને લોકોની હાટુ પરમેશ્વરને અર્પણ સડાવતો હતો.

8 આ વિધિઓ દ્વારા પવિત્ર આત્મા આપણને આ દેખાડે છે, કે જ્યાં હુધી આ પૃથ્વી ઉપર ભેગા કરવાવાળા માંડવાઓ અને એની વિધિયોનું પાલન કરવામાં આવે છે, ન્યા હુધી સ્વર્ગમાં પરમેશ્વરનો કરાર પવિત્ર જગ્યામાં જાવાનો રસ્તો હજી હુધી ખુલ્લો નથી.

9 આ માંડવા હાલના વખતની નિશાની છે. કેમ કે અર્પણ અને બલિદાન, જે મુખ્ય યાજક દ્વારા સડાવામાં આવે છે, તેઓ ભજન કરનારાઓના મનને નિર્દોષ નથી બનાવી હકતા.

10 કેમ કે, ખાલી લોકોને ખાવા, પીવાના વિષે અને બીજા શુદ્ધિકરણની વિષે દેખાડે છે જેના દ્વારા લોકો બારેથી સાફ થય જાય છે, આ વિધીઓને ન્યા હુધી માનવાનું હતું જ્યાં હુધી કે પરમેશ્વર પોતાનો નવો નિયમ લાગુ નો કરે.


સ્વર્ગીય માંડવો

11 પણ હવે મસીહ પ્રમુખ યાજકની જેમ આવ્યો જે નવા કરારની બધીય હારી વસ્તુઓ આપે છે. એણે એવા મહાન અને સિદ્ધ મહાપવિત્ર જગ્યામાં પ્રવેશ કરયો છે, જે લોકોએ બનાવ્યુ નથી અને જે આ પૃથ્વીનો નથી.

12 મસીહ બધાય હાટુ ખાલી એક જ વાર સદાય હાટુ મહાપવિત્ર જગ્યામાં ગ્યા, એણે પોતાની હારે બલિદાન કરવા હાટુ બકરા, અને વાછડાનું લોહી લય નો ગ્યા, પણ ઈ બલિદાન કરવા હાટુ પોતાનું જ લોહી લય ગ્યા, અને એની દ્વારા આપડે સદાય હાટુ છુટકારો મળ્યો.

13 કેમ કે, જો બકરાનુ અને ઢાઢાનું લોહી અને વાછડાની રાખ અપવિત્ર ઉપર છટકાવ કરવાથી દેહ સુધ્ધ કરીને પવિત્ર કરે છે.

14 તો પછી મસીહનું લોહી, જેણે પોતાની જાતને સનાતન આત્મા દ્વારા પરમેશ્વરની હામે નિર્દોષ બલિદાનની જેમ પુરે પુરૂ કરી દીધું, આપડા મનને જે આપડા કામો મોત તરફ લય જાય છે એનાથી શુદ્ધ કરશે, જેથી આપડે જીવતા પરમેશ્વરની સેવા કરી.

15 હાટુ જુના કરારના વખતે જે ભૂલો કરવામાં આવ્યા હતા, એના છુટકારા હાટુ પોતે બલિદાન આપે મોત આપે અને જેઓને ગમાડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસનું વચન મળે ઈ હાટુ ઈ નવા કરારના મધ્યસ્થી છે.

16 જ્યાં વસીયતનામું છે ન્યા વસીયતનામું કરનારાનું મોત થય ગયુ છે ઈ સાબિત કરવુ જરૂરી છે.

17 કેમ કે, માણસના મોત પછી જ વસીયતનામું માન્ય થાય છે, કેમ કે, જયાં હુધી વસીયતનામું કરનાર જીવે છે, ન્યા હુધી વસીયતનામું માન્ય થાતું નથી.

18 ઈ હાટુ પેલા કરારની પ્રતિષ્ઠા પણ લોહી વિના થય નોતી.

19 જઈ મુસાએ પેલા બધાય લોકોની હામે નિયમની બધીય આજ્ઞાઓને વાંચીને હભળાવી, પછી એણે વાછડા અને બકરાનું લોહી અને પાણી લીધું, પછી એણે લાલ ઊન અને ઝુફા ઝાડની ડાળખ્યું દ્વારા શાસ્ત્રની સોપડી અને બધાય લોકો ઉપર છાટી દીધું.

20 પછી એણે તેઓને કીધું કે, “આ લોહી પરમેશ્વરે તમને જે આજ્ઞા પાળવાનું કીધું હતું ઈ કરારની સાબિતી છે.”

21 આ રીતેથી મુસાએ માંડવા અને બધાય વાસણોની ઉપર જે ભજન સેવામાં વાપરવામાં આવતાં હતાં ઈ બધાય ઉપર લોહી છાટ્યું હતું.

22 નિયમ પરમાણે લગભગ બધીય વસ્તુઓને લોય છાંટીને સોખી કરવામાં આવે છે અને લોહી વહેડાવ્યા વગર પરમેશ્વર લોકોના પાપોને માફ નથી કરતા.


મસીહના બલિદાન દ્વારા પાપો માફ

23 આ કારણે પૃથ્વી ઉપરનો માંડવો અને એમા બધી વસ્તુઓને પશુઓના લોહીથી સોખું કરવુ પડતું હતું અને આ બધીય સ્વર્ગીય વસ્તુઓની જેમ છે. પણ સ્વર્ગીય વસ્તુઓ હાટુ જનાવરોના લોહીથી વધારે હારુ બલિદાન જરૂરી હતું.

24 કેમ કે મસીહ હાથે બનાવેલા પવિત્ર જગ્યા કે, જે હાસાયનો નમૂનો છે એમા ગ્યા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, ઈ હાટુ કે ઈ હમણાં આપણી હાટુ પરમેશ્વરની હામે હાજર થાય.

25 પ્રમુખ યાજક વરહમાં એકવાર મહાપવિત્ર જગ્યામાં જનાવરોનું લોય લોહીને બલિદાન કરવા હાટુ જાય છે, પણ મસીહ એની જેમ વારે ધડીએ પોતાની જાતને બલિદાન કરવા હાટુ સ્વર્ગમાં નથી ગયો.

26 જો આવું થાય તો મસીહએ જગત બનવાની શરૂવાતથીજ ઘણી બધીય વાર દુખ સહન કરવાની જરૂરિયાત ઉભી થાય; પણ હવે છેલ્લા વખતમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા હાટુ તેઓ એક જ વખત પરગટ થયા.

27 જેમ દરેક માણસને એકવાર મરવાનું પાકું છે અને એની પછી દરેક માણસનો ન્યાય કરવામાં આયશે આ પણ પાકું છે.

28 એમ જ મસીહે ઘણાયના પાપો માથે લેવા હાટુ એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ એની વાટ જોય છે તેઓના સબંધમાં તારણના અરથે ઈ બીજી વખત પાપ વગર પરગટ થાહે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan