Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓને પત્ર 8 - કોલી નવો કરાર


આપડો પ્રમુખ યાજક ઈસુ મસીહ

1 હવે જે વાતો આપડે કય રયા છયી, એનાથી બધાયથી મોટી વાત ઈ છે, કે આપડી પાહે આવો પ્રમુખ યાજક છે, જે સ્વર્ગમાં પરમેશ્વરની મહિમાવાન રાજગાદીની જમણી બાજુ બેઠો છે.

2 આપડો મુખ્ય યાજક સ્વર્ગમાં પવિત્ર જગ્યા અને ઈ હાસા મંડપમાં સેવા કરે છે, જે માણસે નય પણ પરભુએ બનાવ્યું છે.

3 કેમ કે, દરેક પ્રમુખ યાજકને પાપોની માફી હાટુ ભેટ અને બલિદાન સડાવવા નિમણુક કરવામાં આવે છે, આ હાટુ આપડા મુખ્ય યાજકની પાહે પણ કાક સડાવવા હાટુ જરૂરી છે.

4 જો મસીહ જગતમાં હોત તો ઈ કોયદી યાજક બન્યો હોત નય, કેમ કે, જગતમાં નિયમ પરમાણે અર્પણ સડાવનારા યાજક પેલાથી જ ઘણાય છે.

5 જે લોકો સ્વર્ગમાં જે કાય છે એવી વસ્તુઓની મૂર્તિ અને એની જેવી સેવા કરે છે, કેમ કે, જઈ મુસા માંડવા બનાવવાની તૈયારી કરવાનો હતો, તઈ પરમેશ્વરે એને કીધું કે, “જોવ જે નમુનો એને ડુંઘરા ઉપર બતાવ્યો હતો એની પરમાણે બધીય બાબતોની બનાવટ કાળજીથી કર.”

6 પણ હવે જેમ મસીહ વધારે હારા વચનોથી ઠેરાયેલો અને વધારે હારા કરારનો મધ્યસ્થી છે એમ તેઓને વધારે હારું સેવાનું કામ હોપવામાં આવ્યું છે.

7 જો પેલ્લા કરારમાં કોય વાંધો નો હોત, તો બીજા કરારની કોય જરૂર નોતી.

8 પણ પરમેશ્વર પોતાના લોકોનો વાંક કાઢતા કેય છે કે, “પરભુ કેય છે કે, એવા દિવસો આવે છે કે, જઈ હું ઈઝરાયલ દેશના અને યહુદા કુળના લોકોની હારે નવો કરાર કરય.

9 તેઓના વડવાઓને મિસર દેશમાંથી બારે લીયાવવા હાટુ જે દિવસે મેં તેઓનો હાથ પકડયો, તઈ તેઓની હારે જે કરાર મેં કરયો હતો, ઈ કરાર પરમાણે તેઓ હાલ્યા નય ઈ હાટુ મેં તેઓની વિષે કાય પરવા કરી નય, એવું પરભુ કેય છે.”

10 હવે આવનાર દિવસોમાં હું ઈઝરાયલ દેશના લોકો હારે આ કરાર કરય એવું પરભુએ કીધું કે, હું મારા નિયમો એમન મનમાં મુકય, અને ઈ તેઓના હ્રદય ઉપર લખય હું તેઓનો પરમેશ્વર થાય, અને તેઓ મારા લોકો થાહે.

11 હવે પછી “પરભુને ઓળખ” એમ કયને દરેક પોતાના પાડોહીને, ન્યા હરેક પોતાના ભાઈને શીખવશે નય કેમ કે, તેઓમાંથી નાનાથી લયને મોટા હુંધી, બધાય મને પરભુને ઓળખશે.

12 કેમ કે, નાના-મોટા બધાય મારાથી અજાણ્યા હશે. તેઓમાના ગુનાઓ વિષે હું દયા દેખાડય અને હવેથી હું તેઓના પાપને યાદ કરય નય.

13 પરમેશ્વરે આને નવો કરાર કીધો છે, જેથી એણે પેલા કરારને જુનો ઠરાવ્યો છે, અને જે કાય જુનું છે ઈ થોડાક વખતમાં જ નાશ થય જાહે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan