હિબ્રૂઓને પત્ર 7 - કોલી નવો કરારમલ્ખીસેદેક પ્રમુખ યાજક 1 આયા મેલ્ખીસેદેક શાલેમ શહેરનો રાજા અને બધાયથી વધારે પરમેશ્વરનો મુખ્ય યાજક હતો; જઈ ઈબ્રાહિમ રાજાઓને હરાવીને પાછો આવતો હતો તઈ એણે એને મળીને આશીર્વાદ આપ્યો. 2 અને ઈબ્રાહિમે એને આ દરેક વસ્તુઓનો દસમો ભાગ આપ્યો જે એણે યુદ્ધમાંથી મેળવું હતું. બધાયની પેલા “મેલ્ખીસેદેકના” નામનો અરથ છે “ન્યાયપણાનો રાજા” અને પછી “શાલેમનો રાજાનો અરથ છે શાંતિનો રાજા.” 3 શાસ્ત્રમાં મેલ્ખીસેદેકનાં માં-બાપ, એના બાપ-દાદાઓ અને એના જનમ અને મોત વિષે કાય પણ લખેલુ નથી. ઈ પરમેશ્વરનાં દીકરાની જેમ છે અને ઈ સદાય મુખ્ય યાજક બનેલો રેય છે. 4 મેલ્ખીસેદેક કેટલો મહાન રાજા હતો એનો વિસાર કરો, કેમ કે આપણા વડવા ઈબ્રાહિમે યુદ્ધમાં જીત મેળવા પછી જે જીતેલુ હતું એનો બધાયથી હારો દસમો ભાગ એને આપ્યો. 5 લેવીના વંશમાંથી જે પ્રમુખ યાજક બને છે, તેઓને આજ્ઞા મળી છે, કે તેઓને લોકો પાહેથી એટલે ઈબ્રાહિમથી પેદા થયેલા પોતાના ભાઈઓની પાહેથી નિયમ પરમાણે દસમો ભાગ લેવો જોયી. 6 પણ મેલ્ખીસેદેક લેવીના વંશનો નોતો. તો પણ એણે ઈબ્રાહિમ પાહેથી દસમો ભાગ લીધો, અને જેને પરમેશ્વરે વચન દેવાનો વાયદો કરયો હતો; એણે એને આશીર્વાદ આપ્યો. 7 આશીર્વાદ દેનાર માણસ ઈ આશીર્વાદ મેળવનાર માણસ કરતાં બોવ મહાન છે એમા કોય શંકા નથી. 8 અને આયા તો મુખ્ય યાજક દસમો ભાગ લેય છે છતા તેઓ બધાય મરનારા જ છે, પણ ઈ વખતમાં જે મેલ્ખીસેદેકે દસમો ભાગ લીધો, એના વિષે શાસ્ત્રમાં લખેલુ છે, કે ઈ હજી હુધી જીવતા છે. 9 તો આ પણ કેવામાં આવે છે કે, લેવી લોકો જો દસમો ભાગ લેય છે તેઓ ઈબ્રાહિમના વંશજો હતા, ઈ હાટુ તેઓએ પણ ઈબ્રાહિમના મારફતથી મેલ્ખીસેદેકને દસમો ભાગ આપ્યો. 10 કેમ કે જે વખતે મેલ્ખીસેદેકે ઈબ્રાહિમની મુલાકાત લીધી, ઈ વખત હુધી લેવી જનમો નોતો, એક પરકારેથી ઈ પોતાના વડવા ઈબ્રાહિમના દેહમાં હતો. એક નવા પ્રમુખની જરૂરિયાત 11 લેવીઓના મુખ્ય યાજકોના પદની આધારે ઈઝરાયલનાં લોકોને નિયમ આપવામાં આવ્યો. હવે જો લેવીએ મુખ્ય યાજકોના કામો ખામી વગરના નો હોત, તો આ હારુનના મુખ્ય યાજકોના કુળ પરમાણે નય, પણ મેલ્ખીસેદેકના મુખ્ય યાજકોના કુળ પરમાણે બીજા પરકારના મુખ્ય યાજકોની જરૂર પડી નો હોત. 12 કેમ કે જઈ મુખ્ય યાજક બદલાય છે તઈ નિયમ પણ બદલાવું જરૂરી છે. 13 કેમ કે, આપડે જે આ વાતો કય રયા છયી ઈ મસીહના વિષે છે, જે એક નોખું કુળ છે, જે કુળમાંથી કોયે એક પણ વખત મુખ્ય યાજકની જેમ વેદીની સેવા નથી કરી. 14 કેમ કે, બધાય જાણે છે કે, આપડા પરભુ ઈસુનો યહુદા કુળમાં જનમ થયો, અને ઈ કુળમાંના યાજકપદ વિષે મુસાએ કાય કીધું નથી. મલ્ખીસેદેક જેવો બીજો મુખ્ય યાજક 15 આ બાબત વધારે સોખી રીતે છે કે, મેલ્ખીસેદેક જેવો બીજો એક મુખ્ય યાજક ઉભો થયો છે. 16 ઈસુ લેવી વંશજોના નિયમો અને વિધિઓના કારણે એક મુખ્ય યાજક નથી થયો, પણ ઈ પોતાના અવિનાશી જીવનના સામર્થ્યના કારણે મુખ્ય યાજક થયો; જેનો કોયદી અંત નય આવે. 17 કેમ કે, શાસ્ત્ર કેય છે કે, “મેલ્ખીસેદેકના મુખ્ય યાજકપદની રીત પરમાણે તું સનાતન યાજક છો.” 18 જુના નિયમ બદલી નાખ્યા કેમ કે, ઈ નબળા અને નકામાં હતા. 19 ઈ હાટુ કે, મુસાના નિયમથી કાય પણ પુરે પુરૂ થયું નથી, અને એની જગ્યાએ આપણને એક ખાસ આશા આપવામાં આવી, જે ઈસુ મસીહમાં છે, જેના દ્વારા આપડે પરમેશ્વરની પાહે જય હકી છયી. 20 પણ આ તો વાયદા વગર આપવામાં આવ્યું નોતું. અને બીજા તો હમ વગર મુખ્ય યાજક થયા છે ઈ વિષે હારૂ છે કેમ કે, ઈ વિષેનું વચન હમ વગર આપવામાં આવ્યું નોતું, 21 પણ ઈસુ તો પરમેશ્વરનાં વચન દ્વારા યાજક બન્યો કે, “પરભુએ હમ ખાધા છે, અને ઈ પોતાના વિસાર કોયદી બદલશે નય. તું સનાતન યાજક છો.” 22 એનો અરથ આ થયો કે, મસીહ ઈસુ એક હારા કરારના જામીન બની ગયા છે. 23 વળી ઈસુના મુખ્ય યાજક હોવાનો એક બીજો ફાયદો છે, પેલા ઘણાય મુખ્ય યાજક નિમણુક કરતાં આવ્યા છે પણ એનું મોત થય જવાના લીધે તેઓ પોતાના કામો સાલું નો રાખી હકયા. 24 પણ ઈસુ મસીહ સદાય જીવતા છે, એના લીધે ઈસુની જગ્યા ઉપર બીજા કોય મુખ્ય યાજકના કામો નથી કરી હકતા. 25 ઈ હાટુ જેઓ ઈસુ દ્વારા પરમેશ્વરની પાહે આવે છે, તેઓનું પુરે પુરૂ તારણ કરવા હાટુ ઈ શક્તિશાળી છે કેમ કે, ઈ હરેકની હાટુ વિનવણી કરવા સદાય જીવતા રેય છે. 26 કેમ કે, ઈસુની જેવા પ્રમુખ યાજકની આપડે જરૂર હતી, ઈ પવિત્ર, દોષ વગરના, પાપીઓથી નોખા છે, અને જેઓ સ્વર્ગમાંથી ઉસા કરવામાં આવ્યા છે. 27 અને ઈ પ્રમુખ યાજકોની જેમ જે હારૂનના વંશજ હતા, ઈસુને જરૂર નથી કે, ઈ દરેક દિવસે હધાયની પેલા પોતાના લોકોના પાપોને માફી હાટુ બલિદાન સડાવે. કેમ કે ઈસુએ એકવાર બધા લોકોના પાપો હાટુ પોતાનું બલિદાન આપી દીધું. 28 કેમ કે, મૂસાના શાસ્ત્રથી નબળા માણસોને પ્રમુખ યાજક નિમણુક કરવામાં આવે છે, પણ ઈ વાયદો જે મુસાના નિયમ પછી આવીને એણે; પરમેશ્વરનાં દીકરાને પ્રમુખ યાજકની જેમ ગમાડીયો, અને ઈ સદાય હાટુ પરિપૂર્ણ બની ગયો છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation