Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓને પત્ર 6 - કોલી નવો કરાર


ભટકવાનું પરિણામ

1 ઈ હાટુ હવે, મસીહ વિષે પાયાના દાખલાઓનું શિક્ષણ જે આપણે પેલાથી શીખ્યા છયી એને રેવા દઈને હવે આપણે પુરેપુરા આગળ વધી; અને જીવતી વસ્તુઓના કામ વિષે પસ્તાવાનો અને પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવો,

2 જળદીક્ષાના વિષે અને કોય ઉપર હાથ રાખવાની વિધિ, અને મરેલામાંથી જીવતા ઉઠવું અને અનંતકાળના ન્યાયના વિષે શિક્ષણના પાયા ફરીથી નાખી નય.

3 અને જો પરમેશ્વર આપણને એવી રજા આપે છે, તો આપડે પરીપક્વતાના શિક્ષણ બાજુ આગળ વધશું.

4 કેમ કે જે લોકોએ એકવાર પરમેશ્વરની હાસાયને જાણી છે અને સ્વર્ગથી વરદાનને પ્રાપ્ત કરયા અને પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા.

5 અને જે લોકોએ પરમેશ્વરનાં ઉતમ વચનનો અનુભવ કરયો, અને આવનાર વખતના પરાક્રમનો અનુભવ કરયો છે.

6 અને જો તેઓ વિશ્વાસ કરવાનું છોડી દેય છે, અને તેઓને પસ્તાવો કરવા હાટુ કોય મારગ નથી, કેમ કે ઈ એવું જ થાહે; જેમ પરમેશ્વરનાં દીકરાને બીજીવાર વધસ્થંભ ઉપર સડાવી રયા છે અને જાહેરમાં ખુલ્લી રીતે એની ઠેકડી ઉડાડે છે.

7 કેમ કે, જે જમીન વારાઘડીએ વરસેલા વરસાદનું શોષણ કરે છે, અને જેઓ એને ખેડે છે તેઓની હાટુ ઉપયોગી પાક ઉપજાવે છે, એને પરમેશ્વર આશીર્વાદ આપે છે.

8 પણ બીજા લોકો ઈ જમીન જેવા છે જે કાંટા અને જાળો ઉગાડે છે. આવી જમીન હરાપિત છે અને છેલ્લે એને આગથી બાળવામાં આયશે.

9 પણ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે એવું કેયી છયી, તો પણ તમારી વિષે અમને હારી અને તારણ વિષેની વાતોનો ભરોસો છે.

10 કેમ કે પરમેશ્વર તમારા કામ અને એના પોતાના નામ પ્રત્યે; તમે જે પ્રેમ બતાવ્યો છે, લોકોની જે સેવા કરી છે અને હજી કરો છો એને ભુલી જાય એવા અન્યાયી નથી.

11 અમારી ઈચ્છા આ છે કે, જયા હુધી તમે જીવો છો ન્યા હુધી ઉત્સાહથી કામો કરતાં રેહો, તો જે તમે આશા કરો છો ઈ મેળવી હકશો.

12 આ ઈ હાટુ છે જેથી તમે આળસુ નો બનો, પણ જે લોકોએ પોતાના વિશ્વાસ અને ધીરજના કારણે પરમેશ્વરનાં વાયદાને મેળવા છે એને નમુનો રાખીને એની પરમાણે કરો.


વિશ્વાસ લાયક વચન

13 જઈ પરમેશ્વરે ઈબ્રાહિમ હારે વાયદો કરયો, તઈ હમ ખાવા હાટુ પોતાથી મોટો કોય નોતો; ઈ હાટુ એણે પોતાના જ હમ ખાધા,

14 અને કીધું કે, “હું તમને હાસો-હાસ બોવ જ આશીર્વાદ આપય, અને હું તારા વંશજોની સંખ્યા ગણાય નય એટલી કરય.”

15 અને આ રીતેથી ઈબ્રાહિમે વાયદાને પુરો કરવામાં ધીરજ રાખી અને જે પરમેશ્વરે વાયદો કરયો હતો ઈ મેળવો.

16 જઈ લોકો પોતાના કરતાં જેઓ મહાન હોય છે; તેઓના હમ ખાય છે અને હમથી તેઓના બધાય વિવાદનો અંત આવે છે.

17 ઈ પરમાણે પરમેશ્વર પોતાના વચનની હાસાય, વચનના વારસોને બતાવવા હાટુ હમ ખાયને ભાગીદાર બન્યા,

18 એથી વાયદો અને હમ ઈ બે બાબતો એવી છે જે કોયદી બદલી હકાતા નથી. એમ જ એની વિષે પરમેશ્વર ખોટુ બોલી હક્તા નથી. જેથી એની હારે સલામતી મેળવનાર આપડી હામે રાખવામાં આવેલી આશાને મજબુતીથી વળગી રેવા હાટુ બોવ વધારે પ્રોત્સાહન મળે.

19 ઈ આશા આપડા આત્માની હાટુ ખીલાથી બાંધેલી હોડીની જેમ હાસવેલી અને ભરોસો કરવા જેવી અને પવિત્ર જગ્યામાં જાનારી છે.

20 ન્યા ઈસુ મસીહ આગેવાન થયને આપડી હાટુ ગયા છે, અને મેલ્ખીસેદેકના નિયમ પરમાણે ઈ સદાયની હાટુ એક પ્રમુખ યાજકની જેમ થયા છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan