હિબ્રૂઓને પત્ર 5 - કોલી નવો કરારપ્રમુખ યાજક હાટુ જરૂરિયાત 1 કેમ કે, દરેક પ્રમુખ યાજક માણસોમાંથી ગમાડેલો હોવાને લીધે પરમેશ્વર વિષેની વાતોમાં માણસોને હાટુ નીમેલો છે, ઈ હાટુ કે, ઈ પાપોની હાટુ સડાવવામાં આવતાં અર્પણો અને બલિદાન આપે; 2 ઈ પોતે પણ નબળાયુથી ઘેરાયેલો છે. જેથી ઈ અજ્ઞાનીઓ હારે દયાભાવથી વરતી હકે છે. 3 વળી, ઈ પોતે નબળો હોવાથી ખાલી બીજાઓના જ નય, પણ પોતાના પાપ કબુલ કરવા હાટુ પણ એને બલિદાનો અર્પણ કરવા પડે છે. 4 કોય પણ માણસ મોટો પ્રમુખ યાજક હોવાનું માન પોતે નથી ગમાડી હક્તો, પણ હારુનની જેમ ખાલી પરમેશ્વર જ મોટો પ્રમુખ યાજક બનવા હાટુ નિમણુક પામેલો છે. સદાય હાટુ પ્રમુખ યાજક 5 ઈ જ રીતે મસીહે પણ પ્રમુખ યાજક થાવાનું માન પોતે લીધું નય. પણ પરમેશ્વરે એને ઈ માન આપ્યુ અને કીધું, “તું મારો દીકરો છો, આજે હું તારો બાપ બન્યો છું” 6 એણે બીજી જગ્યાએ એમ પણ કીધું કે, “મેલ્ખીસેદેકના નિયમ પરમાણે તમે સદાય હાટુ યાજક છો.” 7 તેઓ માણસો દેહિક હતા ઈ વખતે પોતાના મોતમાંથી બસાવવા હાટુ જે શક્તિશાળી હતા, તેઓની પાહે મોટા અવાજે, આહુડા હારે પ્રાર્થના અને વિનવણી કરી અને તેઓએ આધિનતાથી પરમેશ્વરની વાતોને મહિમા આપી, ઈ હાટુ તેઓની પ્રાર્થના હાંભળવામાં આવી; 8 ન્યા હુધી કે, મસીહ પરમેશ્વરનો દીકરો છે તો પણ, એણે દુખ સહન કરવા દ્વારા આજ્ઞાનું પાલન કરવાનું શિખ્યો. 9 અને પુરેપુરા થયને પોતાની આજ્ઞાનું પાલન કરનારા બધાય હાટુ અનંત તારણનું કારણ બન્યા. 10 અને પરમેશ્વરે એને મેલ્ખીસેદેકની જેમ મોટા પ્રમુખ યાજકના કામો કરવા હાટુ નિમણુક કરયો. આત્મિક પરિપક્વતા 11 આ વિષે બતાવવા હાટુ બોવ બધુય કાક છે પણ તમને ઈ સોખી રીતેથી હંમજાવવા હાટુ અઘરું છે, કેમ કે તમે પરમેશ્વરનાં વચનો શીખવામાં આળસુ થય ગયા છો. 12 કેમ કે આટલા વખતમાં તો તમારે શિક્ષક બની જાવા જેવું હતું, પણ અત્યારે તો પરમેશ્વરનાં વચનના પાયાનો દાખલો કયો હતો, ઈ કોય તમને પાછુ શીખવાડે એવી જરૂર ઉભી થય છે; અને એમ એવા બાળકની જેવા થયા છો કે, જેને દુધની જરૂરિયાત છે અને જે ભારે ખોરાક ખાય હકે એમ નથી. 13 કેમ કે, જે દરેક દૂધ પીવે છે ઈ ન્યાયીપણાની બાબતો વિષે અનુભવ વગરના છે કેમ કે, આત્મિક જીવનમાં ઈ હજી બાળક છે. 14 પણ બીજી બાજુ જેઓ વિશ્વાસમાં પરિપક્વ છે ઈ હાટુ કે, જેઓ હાસા અને ખોટાને પારખવામાં મજબુત છે, તેઓને હાટુ ભારે ખોરાક છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation