Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓને પત્ર 4 - કોલી નવો કરાર


આરામમાં પ્રવેશ

1 પરમેશ્વરે આપણને આરામની જગ્યામાં આવવાનો વાયદો કરયો અને ઈ અત્યારે પણ છે, ઈ હાટુ આપડે સાવધાન રેવું જોયી, એવું નો થાય કે, તમારામાંથી કોય પણ ઈ આરામની જગ્યા ઉપર જાવામાં નિષ્ફળ નીવડે.

2 કેમ કે, જેમ આપડે હારા હમાસાર હંભળાવી, એમ જ ઈઝરાયલ દેશના લોકોએ પણ આરામની જગ્યામાં આવવા વિષે હારા હમાસાર હાંભળાવા હતા, પણ ઈ હારા હમાસાર તેઓની હાટુ નકામાં રયા કેમ કે, તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય.

3 પણ આપડે વિશ્વાસ કરનારા પરમેશ્વરનાં વિશ્રામવારે જ આવશું. એણે જેમ કીધું હતું એમ, “મેં ગુસ્સામાં ભરાયને હમ ખાધા કે, તેઓ મારા આરામની જગ્યામાં કોયદી આવી હકશે નય.” જગતની રસના કરી ઈ વખતથી જ એનું કામ પુરુ થયું હોવા છતાય એણે કીધું.

4 કેમ કે, હાતમાં દિવસ વિષે શાસ્ત્રમાં એક જગ્યાએ એવું લખેલુ છે કે, “પરમેશ્વરે પોતાના બધાય કામોથી હાતમા દિવસે આરામ કરયો.”

5 આ બાબત વિષે પાછુ કેવામાં આવ્યું છે કે, “તેઓ મારા આરામમાં કોયદી આવી હકશે નય.”

6 જેથી કેટલાકને એમા અંદર આવવાનું બાકી હતું અને જેઓને પેલા હારા હમાસાર પરગટ કરવામાં આવ્યા હતા, તેઓએ આજ્ઞાનો ભંગ કરયો. જેથી તેઓ અંદર આવી હક્યાં નય,

7 આ બાબતની જાણ એના ઉપરથી થાય છે કે, પરમેશ્વરે બીજો દિવસ જેને “આજનો દિવસ” કેવાય છે. એણે નક્કી કરયો છે, અગાવ કેવામાં આવેલાં શાસ્ત્રભાગમાં ઈ દિવસ વિષે ઘણાય વરહો પછી પરમેશ્વર દાઉદ રાજા દ્વારા બોલ્યો કે, “જો આજ તમે પરમેશ્વરની વાણી હાંભળો, તો હઠીલા બનશો નય.”

8 જો યહોશુઆ ઈઝરાયલ દેશના લોકોની આગેવાની કરીને તેઓને પરમેશ્વરનાં આરામની જગ્યામાં આવવા દેય, તો પછીથી પરમેશ્વર એક બીજા વખતની વિષે કેતા નથી.

9 ઈ હાટુ ન્યા હજી પણ પરમેશ્વરનાં લોકો હાટુ આરામ કરવાનો દિવસ બનેલો છે, તેઓ એવી જ રીતેથી આરામ કરશે જેમ પરમેશ્વરે હાતમાં દિવસે આરામ કરયો.

10 જેમ પરમેશ્વરે પોતાના કામો પુરા કરયા પછી આરામ કરયો, એમ જે કોય પરમેશ્વરનાં આરામની જગ્યામાં આવે છે, તેઓ પોતાના બધાય કામોમાંથી આરામ લેય છે.

11 ઈ હાટુ આપડે ઈ આરામની જગ્યામાં આવવા હાટુ જેટલી થય હકે એટલી કોશિશ કરવી જોયી, એવું નો થાય કે, કોય એની જેમ પરમેશ્વરની આજ્ઞા માનવાનો નકાર કરી દેય અને સજા ભોગવે.

12 કેમ કે, ખરેખર પરમેશ્વરનું વચન જીવતું અને બેધારી તલવારથી પણ વધારે તેજ છે. ઈ આત્મા અને જીવ, હાંધા અને માસને પણ વીંધી નાખે છે. ઈ મનની ઈચ્છા અને વિસારોને પણ પારખી લેય છે.

13 પરમેશ્વર દરેક લોકોના વિષે જાણે છે, અને જે કાય પણ આપડે આપડા જીવનભર કરયુ છે, ઈ દરેક કામનો હિસાબ આપવો પડશે, જેની હામે બધીય વસ્તુઓ ખુલી અને પરગટ છે.


આપડો મુખ્ય યાજક

14 કેમ કે, પરમેશ્વરનાં દીકરા ઈસુ મસીહ જે સ્વર્ગમાં ગયો છે, એવો મુખ્ય યાજક આપણને મળ્યો છે, ઈ હાટુ આપડે જે અપનાવ્યું છે એને મજબુતીથી પકડી રાખી.

15 કેમ કે, આપડા આયા મોટો પ્રમુખ યાજક આપડી દરેક નબળાય ઉપર દયા કરે છે, પણ ઈ એક જ છે, જે આપડી જેમ દરેક વાતોમાં પરીક્ષણમાં પડયો તોય એણે કોય પાપ કરયુ નય.

16 ઈ હાટુ આવો આપડે હિંમતથી મસીહની પાહે આવી, જેથી આપણને દયા મળે અને ઈ કૃપા મેળવશુ, જે આપડી જરૂરિયાતોમાં આપડી મદદ કરે છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan