હિબ્રૂઓને પત્ર 3 - કોલી નવો કરારમુસા વિશ્વાસુ ચાકર અને મસીહ વિશ્વાસુ દીકરો 1 ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે. 2 ઈસુ પરમેશ્વર પ્રત્યે વિશ્વાસુ હતો જેણે એને નિમણુક કરયો હતો, જેમ મુસા પરમેશ્વરનાં ઘરમાં બધાય લોકોની સેવા કરવામાં વિશ્વાસુ હતો. 3 પણ જે પરકારે ઘર બનાવનારા માણસને એણે બનાવેલા ઘર કરતાં વધારે માન મળે છે, ઈ જ પરકારે ઈસુ મસીહ પણ મુસાથી વધારે માનને લાયક છે. 4 કેમ કે, દરેક ઘરને કોયને કોય બનાવનારા હોય છે, પણ પરમેશ્વર જ છે જેણે બધુય બનાવ્યું છે. 5 મુસા તો પરમેશ્વરનાં ઘરના બધાય લોકોને ઈ કેવા હાટુ ચાકરની જેમ વિશ્વાસુ રેય કે, પરમેશ્વર રીતી-રિવાજો અને નિશાની જેમ વાતોનો અરથ આવનારા વખતમાં પરગટ કરશે. 6 મસીહ એક દીકરાની જેમ પરમેશ્વરનાં પરિવારમાં વિશ્વાસુ છે અને ઈ પરિવાર આપડે પોતે જો આપડે પોતાની હિંમત અને આશા છોડતા નથી તો એમાંથી આપડે પણ છયી. અવિશ્વાસ પ્રત્યે સેતવણી 7 ઈ હાટુ જેમ પવિત્ર આત્મા કેય છે કે, આજ જો તમે પરમેશ્વરની વાણી હાંભળો, 8 તો તમારા વડવાઓએ પરમેશ્વરની વિરુધ બળવો કરયો અને વગડામાં ઈ દિવસે તેઓની પરીક્ષા કરી એમ તમે તેઓની જેવા હઠીલા બનશો નય. 9 પરમેશ્વર કેય છે કે, સ્યાલી વરહમાં મેં જે કામો કરયા, ઈ જોયા પછી, તમારા વડવાઓએ મને ન્યા પરીક્ષણમાં મુક્યો, અને મારી પરીક્ષા કરી. 10 ઈ હાટુ મેં ઈ લોકોની વિરુધ ગુસ્સે થયને કીધું કે, “તેઓ સદાય દગાખોર નીકળા છે, અને મારી આજ્ઞાઓ પાળવાનો નકાર કરે છે. 11 મેં ગુસ્સામાં આવીને હમ ખાધા કે, તેઓ મારા આરામમાં કોયદી નય આવી હકે.” 12 હે ભાઈઓ, સાવધાન રયો કે, તમારામાંથી કોયનું મન ખરાબ અને અવિશ્વાસી નો બને; જેથી જીવતા પરમેશ્વરનો નકાર કરી દેય છે. 13 એના બદલે, તમારામાંથી કોય પાપથી દગો ખાય નય, તમારુ મન કઠોર થય જાય નય, ઈ હાટુ શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે; એવી રીતે “આજનો દિવસ” પુરો નથી થાતો, ન્યા હુધી દરોજ તમે એક-બીજાની મદદ કરો. ઈસુ અજોડ પ્રમુખ યાજક 14 કેમ કે, જો આપડે ઈ વિશ્વાસને જે શરૂઆતમાં કરયો હતો એને અંત હુધી હાસવી રાખી છયી, તો આપડે મસીહની હારે ભાગીદાર બની જાહુ. 15 શાસ્ત્ર આમ કેય છે, “જો આજે તમે પરમેશ્વરનો શબ્દ હાંભળો છો, તો જેમ તમે પરમેશ્વર વિરુધ બળવો કરયો; તઈ જેવા હઠીલા બન્યા એવા હઠીલા બનશો નય.” 16 ઈ લોકો કોણ હતા જેઓએ પરમેશ્વરનો શબ્દ હાંભળો અને એનો વિરોધ કરયો? તેઓ ઈઝરાયલનાં લોકો હતા જેની મુસા આગેવાની કરીને મિસર દેશથી બારે લીયાવો હતો. 17 કોણે પરમેશ્વરને સ્યાલી વરહ હુધી ગુસ્સે કરયા? તેઓ ઈઝરાયલનાં લોકો હતા, જેઓએ પાપ કરયુ અને તેઓ વગડામાં જ મરી ગયા. 18 અને પરમેશ્વર ગુસ્સામાં આવી ગયા અને હમ ખાયને ઈ લોકોના વિષે કીધું, જેઓએ એની આજ્ઞા નથી માની કે, “તમે મારા આરામની જગ્યામાં પ્રવેશ નય કરો .” 19 એમા આપણને ખબર પડે છે કે, તેઓએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું આ કારણે તેઓ આરામની જગ્યામાં પ્રવેશ કરી હક્યાં નય. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation