Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓને પત્ર 2 - કોલી નવો કરાર


તારણની ઈચ્છા વિરુધ સેતાવણી

1 જેથી જે વાતો આપણને હાંભળવામાં આવી એનાથી આપડે કોયદી છેટા જાયી નય, ઈ હાટુ એની ઉપર આપડે વધારે કાળજીથી ધ્યાન આપવું જોયી.

2 કેમ કે, જો પરમેશ્વરનો સંદેશો જે સ્વર્ગદુત દ્વારા આપવામાં આવ્યો હતો, ઈ સદાય હાસુ સાબિત થયો, અને જેઓએ ઈ આજ્ઞાઓને માની નય અને પાલન કરયુ નય તેઓને પરમેશ્વરે સજા આપી.

3 તો આપડે આ મહાન તારણ વિષે બેદરકાર રેયી તો આપડે બસી હક્તા નથી, ઈ તારણની વાતો પેલા પરમેશ્વરે પોતે કીધી, પછી હાંભળનારાઓએ એની ખાતરી આપણને કરી દીધી.

4 પરમેશ્વર પણ સમત્કારીક નિશાનીથી, અદભુત કામોથી, જુદા-જુદા પરાક્રમી કામોથી અને પવિત્ર આત્માએ પોતાની ઈચ્છા પરમાણે દાનથી તેઓને સાબિતી આપતા રયા છે.


એકલા ઈસુથી જ તારણ

5 પરમેશ્વરે આવનાર નવા જગતને જેના વિષે આપડે વાત સીત કરી છયી, ઈ સ્વર્ગદુતોના હાથમાં હોપુ નથી.

6 પણ શાસ્ત્રમાં કોય જગ્યાએ આવી સાક્ષી આપવામાં આવી છે; હે પરમેશ્વર, માણસની શું હેસીયત કે, તું એને ધ્યાનમાં લેય કે, માણસનો દીકરો કોણ કે, તું એની કાળજી રાખ?

7 થોડાક વખત હાટુ જ સ્વર્ગદુતો કરતાં તમે એને ઉતરતો કરયો, પણ પછી તમે એને મહિમા અને માનનો મુગટ પેરાવ્યો અને બધીય વસ્તુઓ ઉપર અધિકારી બનાવ્યો.

8 પરમેશ્વરે “એને બધાયનો અધિકારી” બનાવ્યો. એનો સોખ્ખો અરથ ઈ છે કે, એના અધિકાર નીસે મુકાણુ નો હોય એવું કાય નથી. પણ અત્યારે આપડે એને બધાય ઉપર રાજ કરતો જોતા નથી.

9 પણ આપડે ઈસુને જોયી છયી! એને થોડાક વખત હાટુ સ્વર્ગદુતોથી થોડુક જ ઓછું સામર્થ્ય આપવામાં આવ્યું, જેથી પરમેશ્વરની કૃપાથી ઈ બધાય લોકો હાટુ મરી જાય. અને એણે દુખ સહન કરયુ અને મરી ગયો, આ કારણોસર એને મહિમા અને આવકાર નો મુગટ પેરાવવામાં આવ્યો.

10 કેમ કે, બધી વસ્તુઓને બનાવનાર અને હાસવી રાખનાર પરમેશ્વરને ઈ બોવ ઓછુ હતું કે, ઈ તેઓના ઘણાય લોકોને પોતાની મહિમાના ભાગીદાર બનાવે ઈ લોકોનું તારણ પરભુ ઈસુના દુખ દ્વારા પુરે પુરૂ કરે.

11 ઈ માણસોને એના પાપથી શુદ્ધ કરે છે, ઈ અને જેને ઈ શુદ્ધ કરે છે, ઈ બધાયનો બાપ એક જ છે. એથી ઈ તેઓને ભાઈઓ કેતા શરમાતા નથી.

12 ઈ પરમેશ્વરને કેય છે કે, “હે પરમેશ્વર હું મારા ભાઈઓને તારૂ નામ પરગટ કરય. તેઓની સભામાં; હું તારી વાહ-વાહ કરય.”

13 ઈ એમ કેય છે કે, “હું પરમેશ્વરમાં મારો વિશ્વાસ મુકય.” ઈ પાછો કેય છે કે, “જે બાળકો પરમેશ્વરે મને આપ્યા છે, તેઓની હારે હું આયા છું.”

14 કેમ કે, માણસ પરમેશ્વરનો દીકરો છે, જે માસ અને લોહીથી બનેલો છે, ઈ હોતન ઈ જ રીતે તેઓના ભાગીદાર થાય, જેથી ઈ પોતે મરીને મોત ઉપર રાજ કરનારનો, એટલે શેતાનનો નાશ કરે.

15 આ કારણે પરભુ ઈસુએ ઈ લોકોનું તારણ કરયુ; જે મોતની બીકે પોતાનું પુરૂ જીવન ગુલામોની જેમ વિતાવી રયા હતા.

16 કેમ કે, પરભુ ઈસુ તો સ્વર્ગદુતોને નય પણ ઈબ્રાહિમની પેઢીના લોકોને મદદ કરે છે.

17 ઈ હાટુ એણે, બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થાવુ જરૂરી હતું કે, લોકોના પાપો હાટુ માફીના અરથે ઈ પરમેશ્વર તરફની બધીય બાબતો વિષે તેઓ દયાળુ અને વિશ્વાસુ પ્રમુખ યાજક થાય.

18 કેમ કે, ઈસુની પરીક્ષા લેવામાં આવી અને તેઓને પોતે દુખને સહન કરયુ હતું, ઈ હાટુ ઈ પરીક્ષણમાં પડેલા લોકોને મદદ કરી હકે છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan