હિબ્રૂઓને પત્ર 13 - કોલી નવો કરારપરમેશ્વરને કેવી રીતે રાજી કરી હકાય 1 ભાઈ અને બેહેનની જેમ એક-બીજાને પ્રેમ કરતાં રયો. 2 અજાણ્યા મેમાનોને માન આપવાનું નય ભુલતા, કેમ કે એવું કરવા દ્વારા કેટલાક લોકોએ અજાણતા જ સ્વર્ગદુતોને મેમાનોની જેમ માન આપ્યુ હતું. 3 તમે પણ જેલમાં જ છો એવુ હમજીને કેદીઓની દેખભાળ કરો, અને જે લોકો હેરાન થાય છે તેઓની પણ એવી દેખભાળ કરો; જેમ કે તેઓનું દુખ તમને પોતાના દેહ ઉપર લાગે છે. 4 લગનને માન આપો અને પથારી પવિત્ર રાખો, કેમ કે પરમેશ્વર લંપટો અને છીનાળવા કરનારાઓનો ન્યાય કરશે. 5 રૂપીયાની લાલસ નો કરો, પણ જે તમારી પાહે છે, એનાથી જ સંતોષ રાખો, કેમ કે પરમેશ્વર પોતે કેય છે કે, “હું તને કોયદી મુકી દેય નય, અને કોયદી તારો ત્યાગ કરય નય.” 6 ઈ હાટુ આપડે હિંમતથી કેયી છયી કે, “પરભુ, મારા મદદગાર છે, હું નય બીવ, માણસ મને શું કરી હકે?” 7 જે તમારી આગેવાની કરનારા હતા, અને જેઓએ તમને પરમેશ્વરનાં વચનો હંભળાવ્યા છે, તેઓને યાદ કરો, અને ધ્યાનથી તેઓના વિતાવેલા જીવન વિષે વિસાર કરો અને પરમેશ્વર ઉપર તેઓનો વિશ્વાસ જોયને તેઓની જેમ કરો. 8 ઈસુ મસીહ ગયકાલે આજે અને સદાય હાટુ એવોને આવો જ છે. 9 અલગ પરકારના શિક્ષણથી ભરમાય નો જાતા કેમ કે, પરભુની કૃપા દ્વારા તમારા હ્રદયો મજબુત કરવામાં આવે ઈ હારું છે; અમુક ખોરાક ખાવા કે, નો ખાવાથી ઈ પરમાણે વર્તન કરવાથી કાય લાભ થાતો નથી. 10 આપડી એક એવી વેદી છે; જેની ઉપરથી ખાવાનો અધિકાર ઈ લોકોને નથી, જે માંડવામાં સેવા કરે છે. 11 કેમ કે પેલા કરાર પરમાણે મોટા પ્રમુખ યાજક દર વરહે જે જનાવરોનું લોહી પાપોની માફી હાટુ બલિદાન કરીને મંદિરની બારે બાળી નાખવામાં આવે છે. 12 આ કારણે, ઈસુએ પણ લોકોને પોતાના લોહી દ્વારા પવિત્ર કરવા હાટુ યરુશાલેમ શહેરની બારે દુખ સહન કરીને મરી ગયા. 13 ઈ હાટુ આપડે પણ એને ભેટ કરવા માંડવાની બારે જયને એવી જ નિંદા સહન કરી, જેમ એણે સહન કરયુ. 14 કેમ કે, આ જગતમાં આપડુ એક જગ્યાએ ઘર નથી, પણ આપડે આવનાર તે શહેરની રાહ જોય રયા છયી જે સદાય હાટુ રેનાર છે. 15 ઈ હાટુ ઈસુ દ્ધારા આપડા બલિદાનો પરમેશ્વરને સડાવવાનું સાલુ રાખવું જોયી. એનું નામ કબુલ કરનારા હોઠોના ફળનું બલિદાન ઈ આપડી સ્તુતિ છે. 16 ભલાય કરવી, અને જરૂરીયાતવાળાને મદદ કરવાનું નો ભૂલો, કેમ કે આવા બલિદાનો દ્વારા પરમેશ્વર રાજી થાય છે. 17 તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી. 18 તમે અમારી હાટુ પ્રાર્થના કરતાં રયો, કેમ કે આપડી બુદ્ધિ ઉત્તમ છે; એવું આપણને ખબર છે, અને આપડે સદાય બધીય બાબતોમાં હારી રીતે રેવાની ઈચ્છા રાખી છયી. 19 હું તમને હારી રીતેથી ઈ હાટુ પ્રાર્થના કરવાની વિનવણી કરું છું કે, હું જલ્દી તમારી પાહે પાછો આવી હકુ. છેલ્લી પ્રાર્થના 20 હવે શાંતિ આપનાર પરમેશ્વર, જે આપડા ઘેટાના મોટા રખેવાર આપડા પરભુ ઈસુને સદાય કરારના લોહીથી મરેલાઓમાંથી પાછા જીવતા કરયા, 21 ઈ તમને તેઓની ઈચ્છા પુરી કરવા હાટુ બધુય કરો અને તેઓને જે રાજી કરી હકે એવી બાબતો ઈસુ મસીહ દ્વારા આપડામાં પુરી કરો. યુગે યુગ હુધી ઈસુ મસીહની મહિમા સદાય થાતી રેય. આમીન. છેલ્લા શબ્દો 22 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો હું તમને વિનવણી કરું છું કે, આ ધીરજ અને ધ્યાનથી સંદેશો હાંભળો જે મેં તમને પ્રોત્સાહન કરવા હાટુ ટુકમાં લખ્યો છે. 23 આપડા ભાઈ તિમોથીને જેલખાનામાંથી છોડી દીધો છે આ જાણકારી આપું છું, અને જો ઈ જલ્દી આવી ગયો, તો જઈ હું તમને મળવા હાટુ આવય એને પણ મારી હારે લીયાવય. 24 તમારા બધાય આગેવાનો અને પરમેશ્વરનાં બધાય લોકોને આપડી તરફથી સલામ કેજો. ઈટાલી દેશના વિશ્વાસી લોકો તમને સલામ કરે છે. 25 પરમેશ્વર એની કૃપા દ્વારા તમને બધાયને પ્રેમ કરતો રેય અને હંભાળતો રેય. આમીન. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation