હિબ્રૂઓને પત્ર 12 - કોલી નવો કરારઆપડા આત્મિક બાપ પરમેશ્વર 1 આપડી સ્યારેય બાજુ બોવ બધાય લોકો છે એનું જીવન આપણને બતાવે છે, ઈ હાટુ આવો, દરેકને એક રોક્વાવાળી વસ્તુ, અને ઘુસવણવાળા પાપોને છેટા કરીને, ધીરજથી ઈ હરીફાયમાં આગળ વધી; જેમાં આપડે ધોડવાનુ છે. 2 આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે. 3 ઈ હાટુ ઈસુ ઉપર વિસાર કરો; જેણે પાપીઓ દ્વારા બોવ જ દુખ સહન કરયું, જેથી તમે નિરાશ થયને હિંમત નો છોડો. 4 તમારે હજી હુધી પાપનો વિરોધ કરવા હાટુ લોહી વહેડાવું પડયું નથી. 5 પોતાના દીકરા તરીકે પરમેશ્વર તમને જે પ્રોત્સાહનના વચનો કેય છે, ઈ શું તમે ભુલી ગયા છો! 6 “મારા દીકરા પરભુના શિક્ષણનો નકાર નો કર, અને ઈ તને ઠપકો આપે તઈ નિરાશ નો થા. કેમ કે, પરભુ જેની ઉપર પ્રેમ રાખે છે, ઈ હરેકને કેળવે છે અને જેને ઈ દીકરા તરીકે અપનાવે છે; એને ઈ શિક્ષણ આપે છે.” 7 તમે જે દુખ સહન કરો છો એને બાપનું શિક્ષણ હમજીને સહન કરી લ્યો, કેમ કે પરમેશ્વર તમારી હારે પોતાના દીકરાઓની જેમ વ્યવહાર કરે છે, ઈ કયો દીકરો છે; જેને બાપ શિક્ષણ આપતો નથી? 8 પણ જો શિક્ષણના ભાગીદાર બધાય થયા છે, અને આવું શિક્ષણ તમને નો મળ્યું હોય, તો તમે પરમેશ્વરનાં દીકરા નથી, પણ તમે છીનાળવાથી જનમેલા દીકરા છો. 9 પછી આપડા દેહિક બાપ આપણને શિક્ષણ આપતા અને આપડે તેઓને માન આપતા હતા. તો પછી આપડા આત્મિક બાપ પરમેશ્વરને વિશેષ આધીન થયને આપડે જીવવું જોયી. 10 આપડા દેહિક બાપ તો આપણને થોડાક વખત હાટુ, તેઓને લાયક લાગે છે એમ જ શિક્ષણ આપે છે, પણ પરમેશ્વર આપણને આપડી ભલાય હાટુ શિક્ષણ આપે છે, જેથી આપડે પણ એની જેમ પવિત્રતાના ભાગીદાર થાયી. આત્મિક જીવનની તાકાત 11 કોય પણ શિક્ષણ ઈ વખતે સુખદાયક નય, પણ દુખદાયક લાગે છે; પણ પછી એનાથી કેળવાયેલાઓને ઈ ન્યાયપણામાં શાંતિના ફળ આપે છે. સલાહસુસનો અને સેતવણી 12 ઈ હાટુ ઢીલા પડેલા હાથો અને નબળા થયેલા ધુટણોને મજબુત બનાવો. 13 તમારા પગોને હાલવા હાટુ મારગ સીધા કરો તઈ જે તમારી જેમ કરે છે ઈ ભલે નબળો અને લંગડો હોય, તોય ઠોકર ખાહે નય અને પડસેય નય પણ હાજો થાહે. 14 બધાયની હારે શાંતિથી રયો, પવિત્રતા વગર કોય પરભુને જોય હકતા નથી. 15 ક્યાક કોય પરમેશ્વરની કૃપા પામ્યા વગર રય નો જાય, કડવો છોડ મુળયેથી ઉગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પુગાડે છે. તમારામાંનો કોય એના જેવો નો થાય ઈ હાટુ સાવધાન રયો. 16 કોય છીનાળવા કે એસાવની જેવો અશુદ્ધ નો થાય. એકવાર ખાવા હાટુ એસાવે મોટા ભાઈ તરીકે પોતાના અધિકારો વેસી દીધા. 17 તમને ખબર છે કે, પછી જઈ એસાવ પોતાના બાપના આશીર્વાદ મેળવવા ઈચ્છતો, તઈ એને નો આપવામાં આવ્યા, અને રોય-રોયને એણે આશીર્વાદ માગવાની કોશિશ કરી તો પણ એણે જે કરયુ હતું એણે મન બદલવાનો કોય અવસર નો મળ્યો. 18 તમે એવી જગ્યાએ નથી આવ્યા જે સિનાઈ ડુંઘરાની જેમ છે, જેને જોય કે અડી હકી, આયા હળગતી આગ, અને કાળા ભમ્મર વાદળા, અને અંધારું, અને વાવાજોડું છે, 19 ઈ વખતે રણશિંગડાના ભયંકર અવાજ હારે પરમેશ્વરની વાણી હાંભળવામાં આવી પછી ઈ વિષે તેઓએ પાછુ કાય હાંભળ્યું નય. ઈ હાટુ લોકોએ પ્રાર્થના કરી. 20 તેઓને આવું ઈ હાટુ કીધું કેમ કે પરમેશ્વરે તેઓને આજ્ઞા આપી હતી કે, “જો કોય જંગલી જનાવર પણ ડુંઘરાને અડશે, તો ઈ પાણાઓથી મારી નાખવામાં આવ્યા.” એને તેઓ સહન કરી હક્યાં નય. 21 આ દર્શન એવું ભયાનક હતું કે, મુસાએ પણ કીધું કે, “હું બીકથી ધરુજુ છું” 22 તમે સિયોન ડુંઘરા ઉપર આવ્યા છો, જ્યાં સ્વર્ગીય યરુશાલેમ છે, જે જીવતા પરમેશ્વરનું શહેર છે. જ્યાં લાખો સ્વર્ગદુતો રાજી થાય છે, 23 અને જેનું નામ સ્વર્ગમાં લખવામાં આવ્યું છે, તમે આવા પરમેશ્વરની પેલા જનમેલા બાળકોની સભામાં કા મંડળીમાં આવ્યા છો, અને તમે બધાય લોકોનો ન્યાય કરનારા પરમેશ્વરની પાહે અને જે લોકોને નિર્દોષ ઠરાવવામાં આવ્યા; એવા ન્યાયી લોકોના આત્માઓ પાહે આવ્યા છો. 24 તમે પરમેશ્વર અને લોકોની વસમાં નવા કરારના મધ્યસ્થી કરનારા ઈસુની પાહે આવ્યા છો, અને એના લોહીની પાહે આવ્યા હોય જે વહેડાવામાં આવ્યું છે અને જે હાબેલના લોહીથી ક્યાય વધારે મહત્વનું છે. 25 ઈ હાટુ સાવધાન રયો, અને બોલનારાનો અવાજ હાંભળવાની ના નો પાડો, કેમ કે ઈઝરાયલનાં લોકોએ જઈ પૃથ્વી ઉપર પરમેશ્વર તરફથી બોલવાવાળાની વાતો નથી માની તઈ તેઓએ સજા મેળવી, ઈ હાટુ જો આપડે સ્વર્ગથી સેતવણી આપનારાની વાતો નય માની તો હાસી રીતે સજા ભોગવશુ. 26 જઈ પરમેશ્વર સિનાઈ ડુંઘરા ઉપરથી બોલ્યા તઈ પૃથ્વીને ધરુજાવી નાખી પણ હવે એણે આ પ્રતિજ્ઞા કરી છે કે, “ફરી એકવાર, હું ખાલી પૃથ્વીને જ નય પણ આભને પણ ધરુજાવી નાખ્ય.” 27 “ફરીથી એકવાર” આ અરથ સોખ્ખું દેખાડે છે કે, આખા જગતની બધીય વસ્તુઓને ધરુજાવામાં આયશે અને નાશ કરવામાં આયશે; જેથી જે વસ્તુઓ હલાવવામાં નય આવે, તેઓ કાયમ હાટુ બનેલી રેહે. 28 આ કારણે જઈ આપણને એવુ રાજ્ય મળે છે, જે ધરુજાવી નય હકાય, ઈ હાટુ પરમેશ્વર રાજી હોય આ રીતેથી આપડે એનું ભજન માનથી અને બીકથી કરી. 29 કેમ કે આપડો પરમેશ્વર આગની જેમ છે જે નાશ કરી નાખે છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation