Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓને પત્ર 11 - કોલી નવો કરાર


વિશ્વાસના શુરવીરો

1 હવે વિશ્વાસ તો આપડે જે આશા રાખી છયી; એની ખાતરી અને જે વસ્તુઓ જોય નથી હકાતી એનો પુરાવો છે.

2 કેમ કે, આપડા વડવાઓએ પરમેશ્વર ઉપર ભરોસો કરયો અને એણે તેઓને અપનાવ્યા.

3 આપડો વિશ્વાસ છે, જેથી આપડે જાણી છયી કે, પરમેશ્વરનાં વચનથી આખુ જગત બનાવામાં આવ્યું અને જે જોય હકાય છે ઈ દેખાતી વસ્તુઓથી બન્યું નથી.

4 વિશ્વાસના લીધે જ આદમના દીકરા હાબેલે પોતાના મોટા ભાઈ કાઈન કરતાં સડીયાતું બલિદાન પરમેશ્વરને સડાવ્યુ અને એના બલિદાનને પરમેશ્વરે અપનાવીને એને ન્યાયી જાહેર કરયો. કેમ કે પરમેશ્વર હાબેલના બલિદાનથી રાજી થ્યો હતો અને એનું મોત થય ગ્યું છે, તો પણ આપડે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખવા હજીય પણ એનાથી શિખી છયી.

5 હનોખના વિશ્વાસના લીધે પરમેશ્વરે મોતનો અનુભવ થયા પેલા એને સ્વર્ગમાં લય લીધો. ઈ હાટુ લોકો એના મરેલા દેહને નથી ગોતી હકતા. જેમ શાસ્ત્રમાં લખેલુ છે, કે હનોખ સ્વર્ગમાં લય લીધા પેલા એણે પરમેશ્વરને રાજી કરયા.

6 પણ વિશ્વાસ વગર પરમેશ્વરને રાજી કરી હકાય નય, કેમ કે પરમેશ્વરની પાહે જે આવે છે એને એવો વિશ્વાસ કરવો જોયી કે, પરમેશ્વર છે અને જે એને ખંતથી ગોતે છે, તેઓને ઈ એનું ફળ આપે છે.

7 જઈ નૂહે જે બાબત હજી હુંધી જોય નોતી, ઈ વિષે સેતવણી પ્રાપ્ત કરીને અને પરમેશ્વરની બીક રાખીને, વિશ્વાસથી પોતાના પરિવારના તારણ હાટુ વહાણ તૈયાર કરયુ, જેથી એણે જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયીપણું છે, એનો ઈ વારસ થયો.

8 જઈ પરમેશ્વરે ઈબ્રાહિમને આમંત્રણ આપ્યુ; તઈ ઈ વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન પરમેશ્વરે આપ્યુ હતું ન્યા જાવા હાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે, ઈ નો જાણયા છતાં ઈ પોતાના વતનમાંથી નીકળી ગયો.

9 વિશ્વાસી જે દેશના પરમેશ્વરે વાયદો કરયો હતો, ઈ દેશમાં ઈબ્રાહિમ પરદેશીની જેમ માંડવામાં રેય. તેઓની હારે પોતાનો દીકરો ઈસહાક અને પોતાના દીકરાનો દીકરો યાકુબ જે તેઓની હારે ઈ જ આજ્ઞાનો વારસદાર હતો અને ઈ જ માંડવામાં રેતો હતો.

10 કેમ કે, જે શહેરનો પાયો સદાય રેહે, એની યોજના કરનાર અને બાંધનાર પરમેશ્વર છે, ઈ એની રાહ જોતા હતા.

11 વિશ્વાસના કારણે જ સારા ગયઢી થય ગય હતી; તો પણ બાળકોને પેદા કરવામાં સામર્થ્ય પામી, કેમ કે એને ખાતરી હતી કે, પરમેશ્વરે જે વાયદો કરયો છે એને પુરો કરશે.

12 આ કારણે ઈબ્રાહિમની બાળકોને પેદા કરવાની ઉમર વીતી ગય હતી, એનાથી આભના તારાઓ અને દરીયા કિનારાની રેતીની જેમ નો ગણી હકાય એટલી પેઢીઓ પેદા થય.

13 આ બધાય લોકો જે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરતાં હતા, પરમેશ્વરનાં વાયદાને મેળવા વગર મરી ગયા. પણ તેઓ એને છેટેથી જોયને રાજી થયા, અને મનમાં માની લીધું, અને આ પણ હંમજી લીધું કે આપડે આ જગતમાં પરદેશી છયી.

14 કેમ કે એવી વાતો કરનારા સોખું જણાવે છે, કે તેઓ વતનને ગોતી રયા છે.

15 જે દેશમાંથી તેઓ બાર આવ્યા હતા એની ઉપર જો તેઓએ મન લગાડ્યું હોત તો તેઓને પાછા વયા જવાની તક મળી હોત.

16 પણ તેઓ હારો દેશ જેમ કે સ્વર્ગીય દેશમાં જાવાની આશા કરતાં હતા. ઈ હાટુ પરમેશ્વર ઈ લોકોના પરમેશ્વર કેવામાં નથી શરમાતો, કેમ કે તેઓએ એની હાટુ એક શહેર તૈયાર કરયુ છે.

17 વિશ્વાસથી જ જઈ પરમેશ્વરે ઈબ્રાહિમની પરીક્ષા લીધી તઈ ઈ પોતાના એક લાડકા દીકરા ઈસહાકને બલિદાન સઢાવવા હાટુ તૈયાર હતો, જેમ કે પરમેશ્વરે ઈ દીકરાની વિષે ઈબ્રાહિમ હારે વાયદો કરયો હતો.

18 પરમેશ્વરે એને કીધું હતું કે, “ઈસહાક દ્વારા જ તારો વંશ વધશે.”

19 કેમ કે ઈબ્રાહિમે માની લીધું હતું કે, પરમેશ્વરમાં ઈસાહકને મરણમાંથી પણ પાછો જીવતો કરવાનું સામર્થ્ય છે. એક પરકારથી તેઓએ પણ ઈસહાકને મરણમાંથી પાછો જીવતો મેળવ્યો.

20 વિશ્વાસથી જ ઈસહાકે પોતાના બે દીકરા યાકુબ અને એસાવને એના આવનારા જીવન હાટુ આશીર્વાદ આપ્યો.

21 વિશ્વાસથી જ યાકુબે મરતી વખતે યુસફના બેય દીકરાને આશીર્વાદ આપ્યા, અને એણે પોતાની લાકડીનો આધાર લયને પરમેશ્વરનું ભજન કરયુ.

22 જઈ યુસફ મિસર દેશમાં મરવાની પરસ્થિતિમાં હતો, તઈ એણે વિશ્વાસથી કીધું કે, ઈઝરાયલ દેશના લોકો મિસર દેશમાંથી બારે નીકળી જાહે, અને એણે તેઓને આજ્ઞા પણ આપી કે જઈ તેઓ ન્યાથી બારે નીકળતા હતા તો એના હાડકા પણ હારે લેયને આવ્યા.

23 વિશ્વાસથી જ મુસાના માં-બાપે મુસાના જનમ થયા પછી ત્રણ મયના હુધી હતાડીને રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે, એનું બાળક સાધારણ નથી, અને તેઓ રાજાના હુકમને ના પાડવામાં નથી બીતા.

24 વિશ્વાસને લીધે જ, મુસાએ મોટો થયા પછી ફારુન રાજાની દીકરીનો દીકરો ગણાવાની ના પાડી.

25 પાપની થોડીક મજા માણવા કરતાં એણે પરમેશ્વરનાં લોકોની હારે દુખ સહન કરવાનું ગમાડીયું.

26 મિસર દેશના ભંડારોમાંથી વધારે એને મસીહ હાટુ નિંદા સહન કરવાનું હારૂ ગણ્યું, કેમ કે જે હારું ફળ એને સ્વર્ગમાં મળવાનું હતું એની તરફ એનું ધ્યેય હતું.

27 વિશ્વાસથી જ રાજાના ગુસ્સાથી નો બીયને ઈ મિસર દેશને છોડીને વયો ગયો, કેમ કે ઈ હમજી ગયો હતો કે માનો એણે પરમેશ્વરને જોય લીધા છે, બીજા કોય પણ એને જોય હક્તા નથી.

28 વિશ્વાસ દ્વારા જ એણે પાસ્ખાના તેવારની સ્થાપના કરી, અને ઈઝરાયલીઓના પેલા જન્મેલા દીકરાઓને મોતનો દૂત મારી નો નાખે ઈ હાટુ એણે દરવાજા ઉપર લોહીનો છટકાવ કરવાની આજ્ઞા કરી.

29 વિશ્વાસથી જ ઈરાયલના લોકો જેમ કોરી જમીન ઉપર હાલી છયી; એમ જ લાલ દરીયામાંથી પસાર થયા, પણ જઈ મિસર દેશના લોકોએ એવુ જ કરવાની કોશિશ કરી, તઈ બધાય પાણીમાં ડૂબીને મરી ગયા.

30 કેમ કે, વિશ્વાસને લીધે ઈઝરાયલ દેશના લોકો યરીખો શહેરની દીવાલની સ્યારેય બાજુ હાત દિવસ હુધી ફરયા, અને ઈ દીવાલ પડી ગય.

31 વિશ્વાસથી જ રાહાબ વેશ્યા પરમેશ્વરની આજ્ઞા નો માનવાવાળાઓથી બસી ગય, કેમ કે રાહબને ઈઝરાયલનાં જાસુસોનો શાંતિથી આવકાર કરયો હતો.

32 એનાથી વધારે કેવાની મારે જરૂર નથી, અને ગિદિયોન, બારાક, શિમશોન, યિફતા, દાઉદ, શમુએલ અને બીજા આગમભાખીયાઓની વિષે બોલવા હાટુ મારી પાહે વખત નથી.

33 તેઓએ વિશ્વાસ દ્વારા જ રાજ્યોને જીત્યા, ન્યાયપણાના કામો કરયા, પરમેશ્વરે વાયદા કરેલ વસ્તુઓને પ્રાપ્ત કરી, તેઓને સિંહોએ નથી ખાધા,

34 આગ એને હળગાવી નો હકી, તલવાર તેઓને મારી નો હકી, જઈ તેઓ નબળા થયા તઈ એને ફરીથી બળવાન થયા, બાધવામાં પરાક્રમ દેખાડીને, તેઓએ એના વેરીઓના સિપાયોને હરાવી દીધા.

35 કેટલીક બાયુએ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી જ પોતાના મરેલાઓને ફરીથી જીવતા જોયા, ઘણાય તો માર ખાતા-ખાતા મરી ગયા, તેઓ એનાથી છુટવા નથી માગતા ઈ હાટુ કે જઈ તેઓ મરેલામાંથી જીવતા થાહે તઈ ઉતમ જીવન પ્રાપ્ત કરે.

36 કેટલાક લોકોની ઠેકડી ઉડાડી, અને કોરડાથી માર ખાધી, કેટલાક લોકોને બેડીયુથી બાધીને જેલખાનામાં નાખી દેવામાં આવ્યા.

37 કેટલાયને પાણા મારીને મારી નાખ્યા, તેઓને કરવતથી વેરી નાખવામાં આવ્યા, કેટલાકને તલવારથી મારી નાખવામાં આવ્યા, કેટલાક જે ગરીબ હતા તેઓને દુખ આપવામાં આવ્યું અને તેઓની હારે ખરાબ વેવાર કરવામાં આવ્યો તેઓ ઘેટાં અને બકરાના સામડામાંથી બનાવેલ ખાલ પેરીને આમ-તેમ ભટકતા રયા.

38 જગત તેઓને રેવા હાટુ લાયક નોતું, તેઓ વગડાઓ અને ડુંધરાઓ, ગુફાઓમાં, અને જમીનના ભોયરાઓમાં ભટકતા ફરયા.

39 આ બધાય વિષે તેઓના વિશ્વાસની હારી સાક્ષી આપવામાં આવી હતી પણ તેઓને મહાન વચનનું ફળ મળ્યું નય.

40 કેમ કે પરમેશ્વર આપણને કાય વધારે હારું આપવા નક્કી કરયુ છે; જેથી તેઓ ખાલી આપડી હારે જ પુરે પુરૂ કરી હકે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan