હિબ્રૂઓને પત્ર 10 - કોલી નવો કરારપશુઓનું બલિદાન ખાલી નથી 1 કેમ કે, યહુદી નિયમમાં થનારી હારી વાતોની જેમ ખાલી છે; ઈ વાતોનું હાસુ હકીકત રૂપ નથી. એના ઈ જ બલિદાનો વરસો વરહ સદાય સડાવવામાં આવે છે. તો પછી નિયમ આ બલિદાનો દ્વારા પરમેશ્વરની પાહે આવનાર માણસોને સંપૂર્ણ બનાવી હકતા નથી. 2 જો તેઓને શાસ્ત્ર સિદ્ધ બનાવી દેય છે, તો બલિદાન કરવાનું બંધ કરી દીધું હોત. અને જો ભજનકરનારા હાસીન એના પાપોથી શુદ્ધ થય જાત તો એક જ વાર શુદ્ધ થય ગયા પછી તેઓને ફરીથી પાપ કરવાની ઈચ્છા નો થાત. 3 પણ તેઓ દર વરહે બલિદાન કરયા કરતાં હતા, આ બલિદાનો તેઓને યાદ દેવડાવતા હતા કે તેઓ હજીય પણ પાપમાં છે. 4 કેમ કે, ઢાંઢાઓનું અને બકરાઓનું લોહી પાપને માફ કરી હકતું નથી. 5 આ જ કારણથી જઈ મસીહ જગતમાં આવવાના હતા તઈ એણે પરમેશ્વરને કીધું કે, “તમે બલિદાનો અને અર્પણો ઈચ્છતા નથી, પણ તમે મારી હાટુ દેહ તૈયાર કરયુ છે. 6 વેદી ઉપર જનાવરોના દેહના દહનથી કે પાપ આઘું કરવા હાટુ કરાવતા બલિદાનોથી તમે રાજી થાતા નથી.” 7 તઈ મેં કીધું કે, “હે પરમેશ્વર જેમ મારી વિષે સોપડીમા લખેલુ છે એમ, તમારી ઈચ્છા પરમાણે કરવા હું તૈયાર છું.” 8 જઈ તેઓએ કીધું કે, “વેદી ઉપર બલિદાનો સડાવો, જનાવારોના દેહના દહનથી કે, પાપ આઘા કરવા હાટુ કરાતા બલિદાનોથી તમે રાજી થાતા નથી.” આ બધાય બલિદાનો નિયમ પરમાણે સડાવામાં આવતાં હતાં, તોય તેઓએ એમ કીધું. 9 એના પછી મસીહે કીધું કે, “હે પરમેશ્વર, તમારી ઈચ્છા પરમાણે કરવા હું તૈયાર છું” જેથી એણે બધાય જુના બલિદાનો મટાડીને એની જગ્યાએ મસીહના બલિદાનને સ્થાન આપ્યુ છે. 10 અને ઈ હાટુ આપડે ઈસુ મસીહના દેહને એક જ વાર બલિદાન સડાવવાથી સદાયની હાટુ પવિત્ર કરવામાં આવે છે. 11 દરેક મુખ્ય યાજક બલીની જગ્યાની હામે દરોજ સેવા કરે છે, અને એક જ પરકારના બલિદાનો વારા-ઘડીએ સડાવે છે. જે બલિદાનો દ્વારા કોયદી પાપોની માફી મળી હકતી નથી. 12 પણ ઈસુ મસીહે પાપની હાટુ સદાય લાયક એવું એક જ બલિદાન આપીને પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થ્યો છે. 13 ઈ વખતથી મસીહ એની રાહ જોવે છે કે, કયી પરમેશ્વર તેઓના વેરીઓને હરાવીને એના પગ નીસે મુકશે. 14 કેમ કે, એણે પોતાને એક જ બલિદાન કરવા દ્વારા તે લોકોને હાટુ પુરે પુરૂ અર્પણ પુગાડી દીધું છે, જેને ઈ પવિત્ર કરે છે. 15 પવિત્ર આત્મા પણ ઈ વાતની આપડા હાટુ સાક્ષી પુરે છે. 16 “પરભુ કેય છે કે, આવનાર દિવસોમાં તેઓની હારે હું આ કરાર કરય; હું મારા નિયમ તેઓના હૃદયમાં લખય અને તેઓના મનમાં મુકય.” 17 પછી ઈ કેય છે કે, “હું તેઓના પાપ અને અન્યાય કામોને પાછા કોયદી હંભારય નય.” 18 હવે જો પરમેશ્વરે આપડા પાપોને માફ કરી દીધા છે, તો પછી હવે બીજા કોય બલિદાનની જરૂર નથી. હિમંતથી પરમેશ્વર હુધી પુગવું 19 ઈ હાટુ હે વાલા, ભાઈઓ અને બહેનો કેમ કે ઈસુ મસીહે આપડી હાટુ પોતાની જાતને બલિદાનરૂપે લોહી સડાવી દીધુ, ઈ હાટુ આપડે બીયા વગર પવિત્ર જગ્યામાં જઈ હકી છયી. 20 જઈ ઈસુ પડદામાં થયને એટલે કે, તેઓના દેહમાં થયને આપણી હાટુ એક નવો અને જીવતો મારગ ખોલ્યો છે. 21 કેમ કે, આપડો એક મુખ્ય યાજક છે જે પરમેશ્વરનાં ઘરનો અધિકારી છે. 22 મસીહના લોહીના છટકાવ દ્વારા આપડા હ્રદયનો આરોપ દુર થય ગ્યો છે અને આપડા દેહને સોખા પાણીથી ધોવા દ્વારા આપડે તૈયાર કરયુ છે. ઈ હાટુ હાલો હવે આપડે હાસા હ્રદય અને પુરા વિશ્વાસથી પરમેશ્વરની પાહે જાયી. 23 પોતાની આશાની કબુલાતને મજબુતીથી પકડી રાખી; કેમ કે, જે વાયદો પરમેશ્વરે કરયો છે ઈ વિશ્વાસ લાયક રીતે પુરૂ કરશે. 24 એક-બીજાની કાળજી રાખીએ અને પ્રેમ દેખાડી અને હારા કામો કરીએ. 25 જેમ કેટલાક કરે છે એમ આપણે ભેગા થાવાનું પડતું નો મુકી. એને બદલે, પરભુનો દિવસ નજીક આવતો જોયી એમ આપણે એકબીજાને વધુને વધુ પ્રોત્સાહન આપીએ. 26 કેમ કે, આપણને હાસને ઓળખ્યા પછી પણ જો આપડે જાણી-જોયને પાપ કરતાં રેયી, તો હવે પછી પાપોની માફી હાટુ બીજુ બલિદાન નથી. 27 પણ ન્યાયની ભયાનક વાટ અને વેરીઓને બાળી નાખનારી આગનો કોપ ઈજ બાકી રેય છે. 28 જેમ કે, કોય મુસાના નિયમનું પાલન નથી કરતું અને એની વિરુધ બે કે ત્રણ લોકો સાક્ષી આપે છે, તો એની ઉપર કોય દયા કરવામાં આવતી નથી પણ મોતની સજા આપવામાં આવતી હતી. 29 જો મુસાના નિયમ પરમાણે એવી સજા આપવામાં આવતી હતી, તો જે પરમેશ્વરનાં દીકરાનો નકાર કરે છે, અને જે પરમેશ્વરનાં દીકરાને પોતાના પગની નીસે કસડી નાખે છે, અને કરારના તે મસીહના લોહીથી પોતાને પવિત્ર કરવામાં આવ્યા હતા એને અશુદ્ધ ગણે છે, અને પવિત્ર આત્મા દ્વારા કૃપા મેળવી છયી એનો નકાર કરે છે એની સજા એનાથી પણ બોવ વધારે હશે. 30 કેમ કે આપણે જાણીએ છયી કે, આ પરમેશ્વરે કીધું છે, “બદલો લેવો ઈ મારું કામ છે, હું જ બદલો લેય.” અને પછી એમ કેય છે કે, “પરભુ પોતાના લોકોનો ન્યાય કરશે.” 31 જીવતા પરમેશ્વરનાં હાથમાં પડવું ઈ બોવ જ ભયંકર છે. 32 ઈ વીતેલા વખતને યાદ કરો, જઈ તમે મસીહના વિષે જાણ્યું અને દુખને સહન કરીને વિશ્વાસમાં મજબુત થ્યા પછી. 33 પેલા તો નિંદાઓથી અને દુખથી તમે અપમાનરૂપ થ્યા અને પછી જેઓને સતાવ્યા હતા તેઓની હારે ભાગીદાર થયને દુખોનો બોવ ભારે હુમલો સહન કરયો. 34 તમે કેદીઓના દુખોમાં પણ ભાગીદાર થ્યા અને જઈ તમારી મીલક્ત જપ્ત કરી લીધી, ઈ વખતે તમે ઈ ખોટને રાજીથી સહન કરી, કેમ કે તમે જાણતા હતા કે એનાથી પણ વધારે હારી મિલકત સદાય હાટુ સ્વર્ગમાં છે જેનો પરમેશ્વરે વાયદો કરયો છે. 35 ઈ હાટુ હિંમત નો છોડો કેમ કે તમે પરમેશ્વરથી બોવ જ બદલો મેળવશો. 36 તમે પરમેશ્વરની ઈચ્છા પુરી કરી હકો, ઈ હાટુ તમારે ધીરજ રાખવાની જરૂર છે. 37 કેમ કે, જેમ શાસ્ત્ર કેય છે કે, “હવે બોવજ થોડોક વખત બાકી છે, જે આવનાર છે ઈ જરૂર આયશે, ઈ વાર નય લગાડે. 38 મારા ધોરણ પરમાણે વરતનાર વિશ્વાસથી જ જીવશે; પણ એમાથી કોય નબળો પડે તો હું એના ઉપર રાજી થાય નય.” 39 પણ આપડે ઈ વિશ્વાસ કરવાનું છોડી દેનારા અને નાશ થનારાઓમાંથી નથી, પણ આપડે પરમેશ્વર ઉપર વિશ્વાસ કરનારા અને જીવના તારણ મેળવનારાઓમાંથી છયી. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation