Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

હિબ્રૂઓને પત્ર 1 - કોલી નવો કરાર


ઈસુનો સ્વભાવ

1 વીતેલા વખતમાં પરમેશ્વરે આપડા વડવાઓ હારે ઘણીયવાર અને જુદી-જુદી રીતે આગમભાખીયાઓ દ્વારા વાત કરી,

2 પણ આ છેલ્લા દિવસોમાં આપડી હારે એના દીકરા દ્વારા વાતુ કરી. પરમેશ્વરે પોતાના દીકરા દ્વારા આખા જગતની રસના કરી અને એને બધીય વસ્તુઓનો વારસ ઠેરાવ્યો.

3 દીકરો જ પરમેશ્વરની મહિમાનું અજવાળું છે, અને ઈ દરેક પરકારે પરમેશ્વરની જેવો છે, ઈ પોતાના પરાક્રમી વચનો દ્વારા ઈ બધાયને જે બનાવામાં આવ્યું છે એવું બન્યું રેવામાં મદદ કરે છે અને એણે લોકોને એના પાપોથી શુદ્ધ કરયા અને એની પછી સ્વર્ગમાં મહિમાવાન પરમેશ્વરની જમણી બાજુ બિરાજમાન થયો.


ઈસુ સ્વર્ગદુતોથી ઉતમ

4 ઈ હાટુ પરમેશ્વરે દીકરાને એક એવું નામ દીધું જે સ્વર્ગદુતોથી બોવ જ વધારે મહાન છે, જેના દ્વારા આપડે જોય હકી છયી કે, પરમેશ્વરનો દીકરો તેઓથી પણ વધારે મહાન છે.

5 પરમેશ્વરે કોયદી કોય સ્વર્ગદુતને એવું નથી કીધું કે, “તું મારો દીકરો છો, અને હું તારો બાપ છું?” અને પછી એણે એવું પોતાના કોય પણ સ્વર્ગદુતને નથી કીધું કે, “હું એનો બાપ બનય અને ઈ મારો દીકરો બનશે?”

6 એની પેલા કે, પરમેશ્વરે પોતાના પેલા જનમેલા દીકરાને જગતમાં મોકલો; આ કેય છે કે, “પરમેશ્વરનાં બધાય સ્વર્ગદુતો એનું ભજન કરે.”

7 સ્વર્ગદુતો વિષે તો પરમેશ્વરે આમ કીધું હતું કે, “પરમેશ્વર પોતાના સ્વર્ગદુતોને આત્મા અને પોતાના સેવકોને આગની ભડાયની જેમ બનાવે છે.”

8 પણ દીકરા વિષે ઈ કેય છે કે, “ઓ પરમેશ્વર, તમારી રાજગાદી સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે.”

9 તમે ન્યાયીપણા ઉપર પ્રેમ રાખ્યો છે અને પાપ ઉપર વેર કરયો છે, ઈ હાટુ પરમેશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં વધારે ગણીને રાજી ખુશી તેલથી મને અભિષેક કરયો છે.

10 એણે એમ પણ કીધું કે, “હે પરભુ, તે શરૂઆતમાં પૃથ્વીની રસના કરી, અને તારા હાથોથી આભને રસ્યુ.

11 તેઓ બધાય નાશ પામશે, પણ તું સદાય હયાત રેય. તો તેઓ લુંગડાની જેમ જળી જાહે.

12 તું તેઓને ઝભ્ભાની જેમ વાળી દેય અને તેઓ લુંગડાની જેમ બદલાહે; પણ તું સદાય એવોને એવો જ છો, અને તારી આવરદાનો અંત નથી.”

13 પરમેશ્વરે કોયદી પોતાના સ્વર્ગદુતને એમ નથી કીધું કે, “હું તારા વેરીઓને તારા પગ નીસે મુકવાનું આસન નો બનાવું ન્યા હુધી; તું મારી જમણી બાજુ બેહીજા.”

14 તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan