ગલાતીઓને પત્ર 6 - કોલી નવો કરારએકબીજાની ભલાય કરો 1 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો કોય વિશ્વાસુ પાપમાં પકડાય જાય છે, તો તમે જે આત્મા દ્વારા આગેવાની કરતાં જાવ છો, નમ્રતાથી એને હાસા મારગ ઉપર પાછો લય આવો અને સાવધાન રયો ક્યાક તમે પોતે જ પાપ કરવા હાટુ ભોળવાઈ નો જાવ. 2 મુશ્કેલીઓનો સામનો કરતી વખતે એક-બીજાની મદદ કરો. આ રીતે તમે પોતે મસીહના નિયમોનું પાલન કરો છો. 3 જો કોય વિસારે છે કે, ઈ એક મોટો માણસ છે, જો કે ખરેખર ઈ નથી, પણ આવું વિસારીને ઈ પોતાને દગો દેય છે. 4 પણ તમારામાંથી હરેકને પોતાની જાતને બીજાની હારે હરખામણી નો કરવી જોયી. દરેક વ્યક્તિએ પોતાના વ્યવહારની તપાસ કરવી જોયી. તઈ પછી જ પોતે જે કાય કરયુ છે એની વિષે ઈ ગર્વ લય હકે. 5 કેમ કે, દરેક માણસ પોતાનો બોજો ઉસકશે. 6 મસીહ સંદેશાનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને બધીય હારી બાબતોમાંથી હિસ્સો આપવો જોયી. 7 પોતાની જાતને દગો નો આપો, કોય પણ પરમેશ્વરની ઠેકડી કરી નથી હકતા કેમ કે, માણસ જે કાય વાવે છે, ઈ એને લણશે. 8 કેમ કે જે પોતાના દેહની હાટુ વાવે છે, ઈ દેહથી વિનાશ લણશે; પણ જે આત્માને અરથે વાવે ઈ આત્માથી અનંતકાળનું જીવન લણશે. 9 પણ આપડે ભલા કામ કરવામાં નિરાશ નો થાયી કેમ કે, જો આપડે કોયદી હાર નો માની તો પરમેશ્વરનાં પોતાના વખત ઉપર ઈનામ પામશું. 10 ઈ હાટુ જ્યાં હુધી આપણને તક મળી રેય છે, આપડે બધાય લોકોની હારે ભલાય કરી, પણ ખાસ કરીને આપડે જે હારું છે ઈ આપડા વિશ્વાસીયો હાટુ કરવુ જોયી. છેલ્લી સેતવણી અને સલામી 11 આ મોટા અક્ષરોને જોવો; હું તમને પોતાના હાથથી લખી રયો છું 12 યહુદીઓને રાજી કરવા હાટુ તેઓ તમને સુન્નત કરાવવા હાટુ કેય છે, તેઓ એવું ખાલી ઈ હાટુ કરે છે, જેથી લોકો એને ઈ પરચાર કરવાના કારણે નો સતાવે કે, પરમેશ્વર લોકોને ખાલી ઈ હાટુ બસાવે છે કેમ કે, તેઓ વિશ્વાસ કરે છે કે, મસીહ ઈસુ વધસ્થંભ ઉપર મરયો. 13 આયા હુધી કે, તેઓ સુન્નત કરેલા પણ મુસાના બધાય નિયમશાસ્ત્રનું પાલન નથી કરતાં, પણ તેઓ ઈચ્છે છે કે, તમારી સુન્નત કરવામાં આવે જેથી ઈ બીજા યહુદીઓની હામે અભિમાનથી આ બતાવી હકે કે, તમારી સુન્નત એના કારણે થય છે. 14 હું પોતે તો ખાલી પરભુ ઈસુ મસીહના વધસ્થંભ વિષે જ અભિમાન કરું છું કારણ કે, ઈસુના વધસ્થંભને લીધે જગત મારી હાટુ મરી ગયુ છે અને હું જગત હાટુ મરી ગયો છું 15 કેમ કે, નો સુન્નત, અને નો બેસુન્ન્ત કાય મહત્વની નથી, પણ મહત્વનું ઈ છે કે, શું આપડે નવી રસનામાં પરિવર્તન થયા છયી. 16 જેટલાં આ નિયમ પરમાણે હાલે છે, એટલાની ઉપર અને પરમેશ્વરનાં ઈઝરાયલ દેશ ઉપર શાંતિ અને દયા થાતી રેય. 17 હવેથી આગળ કોય પણ મને વધારે તકલીફ નો દેય, કેમ કે, મારા દેહ ઉપર જે દાગ છે, તેઓ દેખાડે છે કે, હું ઈસુનો સેવક છું 18 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું પ્રાર્થના કરું છું કે, પરભુ ઈસુ મસીહની કૃપા તમારી બધાયની હારે રેય, આમીન. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation