Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગલાતીઓને પત્ર 5 - કોલી નવો કરાર


મસીહમાં આઝાદી

1 મસીહે આપણને મુસાના શાસ્ત્રથી આઝાદ કરયા છે. પાકુ કરો કે, તમે આઝાદ રયો. શાસ્ત્રનું પાલન કરવા હાટુ પોતાની જાતને ફરીથી ગુલામ બનવા દેતા નય.

2 હું પાઉલ તમને આ જણાવું છું. જો તમે સુન્‍નત કરાવો, તો તમને મસીહથી કાય ફાયદો થાવાનો નથી.

3 હું ફરીથી તમને સેતવણી આપું છું કે, જો માણસ ઈ આશાથી સુન્‍નત કરાવે છે કે, પરમેશ્વરની નજરમાં હાસો ઠરી હકય, તો એને ઈ બધુય કરવુ જોયી જે મુસાનું નિયમશાસ્ત્ર કેય છે.

4 જો તમે મુસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરવા માગો છો, તો તમે પોતાની જાતને મસીહથી નોખા કરી રયા છો. એણે પરમેશ્વરની કૃપાથી પોતાનું મોઢું ફેરવી લીધું છે.

5 હું એવું કય હકુ છું કેમ કે, આપણે પવિત્ર આત્મા દ્વારા પુરી આશા છે કે, પરમેશ્વર આપણને ન્યાયી રૂપે અપનાયશે કેમ કે, આપડે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી.

6 જો તમે મસીહ ઈસુને માનનારા છો તો આ વાતથી કાય ફરક પડતો નથી કે, તમારી સુન્‍નત થય છે કે નય. જે વાતનું મહત્વ રાખે છે ઈ મસીહ ઉપર વિશ્વાસ રાખવું છે, જે પોતાની જાતને પરમેશ્વર અને બીજા લોકોથી પ્રેમ રાખવા દ્વારા દેખાડે છે.

7 તમે હારી રીતે ધોડી રયા હતા તમને હાસની વાહે હાલવાથી કોણે રોકયા?

8 આ શિક્ષણ પરમેશ્વર તરફથી નથી આવતું જેણે તમને પોતાના બાળકો થાવા હાટુ બોલાવ્યા.

9 એવું શિક્ષણ જે હાસુ નથી આવી રીતે ફેલાય રયુ છે જેમ કે, ઈ કેવત કેય છે, થોડુંક ખમીર બાંધેલા બધાય લોટને ખમીરવાળું કરી નાખે છે.

10 હું પરમેશ્વર ઉપર વિશ્વાસ કરું છું કે, ઈ તમને ખોટા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવાથી બસાવી રાખશે. પણ જે માણસ તમારી હાટુ મુશ્કેલીઓ ઉભી કરે છે ઈ કોય પણ હોય, પરમેશ્વર દ્વારા સજા પામશે.

11 હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જો હું હજી હુંધી સુન્‍નત કરવા વિષે શીખવતો હોઉં, તો હજી પણ મારી સતાવણી કેમ થાય છે? ઈ હાટુ થાય છે કે, વધસ્થંભનો મારો સંદેશો ઠોકરરૂપ નથી.

12 જેઓ તમને ખોટા મારગે દોરી જાય છે તેઓ પોતાની જાતને પાવૈયા બની જાય તો કેવું હારું!

13 મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમને પરમેશ્વર દ્વારા આઝાદ થાવા હાટુ બોલાવવામાં આવ્યા હતા, ઈ હાટુ હવે તમારે મુસાના શાસ્ત્રનું પાલન કરવાની જરૂરી નથી. પણ પોતાની દેહિક ઈચ્છાઓ પરમાણે કરવા હાટુ હારા અવસર નો બનાવો પણ, પોતાની આઝાદીનો ઉપયોગ પ્રેમથી એક-બીજાની સેવા કરવા હાટુ કરો.

14 કેમ કે, આખુ નિયમશાસ્ત્ર એક જ વચનમાં પુરૂ થાય છે, એટલે કે, “જેમ તમે પોતાના ઉપર પ્રેમ રાખો છો એમ તમારા પડોસી ઉપર પ્રેમ રાખો.”

15 પણ જો તમે જનાવરની જેમ એક-બીજા કવડો અને ફાડો છો, તો તમારે સાવધાન રેવું જોયી કે, ક્યાક તમે એક-બીજાનો નાશ નો કરી નાખો.


પવિત્ર આત્મા અને માનવી સ્વભાવ

16 પણ હું તમને કવ છું કે, તમારે આત્માની આગેવાની પરમાણે જીવન જીવો અને તમે દેહ ઈચ્છે તેવા પાપી કામો નો કરો.

17 કેમ કે, આપણી પાપીલી ઈચ્છાઓ આત્માના વિરુધમાં છે અને આત્મા પાપીલી ઈચ્છાઓની વિરુધ છે કેમ કે, આ બેય દુશ્મનો છે, ઈ હાટુ તમે સદાય એવા હારા કામોને નથી કરી હકતા જે આપણે કરવા ઈચ્છીએ છયી.

18 પણ જો તમે પવિત્ર આત્માની આગેવાનીમાં હાલો છો, તો તમે મુસાના શાસ્ત્રની આધીન રેતા નથી.

19 આપણા દેહના કામો ખુલ્લા છે ઈ જેમ કે, છીનાળવા, ભુંડા કામો, લુસાય,

20 ઈ મૂર્તિપૂજા કરે છે, ઈ જાદુ-ટોણા કરે છે, ઈ પોતાના લોકોથી નફરત કરે છે, ઈ એક-બીજા હારે બાધણા કરે છે, ઈ એવી વસ્તુઓને પામવાની આશા રાખે છે જે બીજા લોકોની પાહે છે, ઈ જલદી ગુસ્સામાં આવી જાય છે, ઈ પોતાનો મારગ કાઢવા હાટુ બીજા લોકને નીસા પાડે છે, ઈ એવા લોકોને અપનાવતા નથી જેનાથી ઈ સહમત નથી અને ખાલી એવા લોકોની હારે જોડાય છે જેનાથી ઈ સહમત છે,

21 ઈ એક-બીજાની ઈર્ષા રાખે છે, ઈ નશામાં સક્સુર થય જાય છે, ઈ એવા જમણવારમાં જાય છે જ્યાં લોકો પોતાની ભૂખને કાબુમાં નથી કરતાં અને ઈ આવા પરકારના બીજા બધાય ભુંડા કામ કરે છે. હું તમને સેતવણી આપું છું, જેમ મેં પેલા પણ તમને સેતવણી આપી હતી કે, એવા કામો કરવાવાળા પરમેશ્વરનાં રાજ્યના વારસ નય થાય.

22 જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.

23 નમ્રતા અને પોતાની ઉપર કાબુ રાખવો. એની લાયક બનાવે છે આ રીતના વ્યવહાર ઉપર રોક લગાવવા હાટુ કોય નિયમ નથી.

24 જઈ લોકો ઈસુ મસીહ હારે સબંધ રાખે છે તો ઈ પોતાના દેહિક પાપીલા સ્વભાવ દ્વારા હાલતા નથી. ઈ એવા છે જેમ તેઓનો સ્વભાવ જાણે વધસ્થંભ ઉપર સડાવી દીધો હોય.

25 કેમ કે, પરમેશ્વરની આત્માએ આપણને એક નવું જીવન આપ્યુ છે, આપડે પોતાના જીવનના દરેક જગ્યામાં આત્માની આગેવાની પરમાણે કરવુ જોયી.

26 ઈ હાટુ આપડે ગર્વ નો કરવો જોયી, આપડે એક-બીજાને ખીજાવું નો જોયી કે, આપડે એક-બીજાની ઈર્ષા નો કરવી જોયી.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan