Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગલાતીઓને પત્ર 4 - કોલી નવો કરાર


પરમેશ્વરનાં દીકરા

1 પણ મને આ દાખલા દ્વારા હમજાવવા દયો કે, એક રૂપીયાવાળા માણસનો એક દીકરો છે. જ્યાં હુધી ઈ એક બાળક છે, ન્યા હુધી એમા અને એક ચાકરની વસે કોય અંતર નથી, જો કે ઈ પોતાના બાપની બધીય મિલકતનો માલીક બનશે.

2 ઈ ન્યા હુધી માવતર અને દેખરેખ રાખનારાનાં અધિકારને આધીન રેય છે જ્યાં હુધી ઈ ઉમર હુધી નથી પુગી જાતો જઈ ઈ માલીક બની જાહે. ઈ ઉમર એના બાપ દ્વારા નક્કી કરવામાં આવી છે.

3 ઈ આપડી હાટુ પણ હરખું જ છે, આપડે બાળકોની જેમ હતા, પરમેશ્વરને જાણતા પેલા આપડે ઈ રીવાજો અને નિયમોના ગુલામ હતા જે આ જગતમાં છે

4 પણ જઈ હાસો વખત આવ્યો, પરમેશ્વરે પોતે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો અને ઈ એક માણસના રૂપમાં આવ્યો. ઈ એક યહુદીના રૂપમાં પેદા થયો અને મુસાના શાસ્ત્ર પરમાણે કરતો હતો.

5 પરમેશ્વરે ઈસુને મોકલ્યો જેથી ઈ આપડો છુટકારો કરી હકે, જે મુસાના શાસ્ત્રને આધીન રેતા હતા. અને એણે આપણને પોતાના જ દીકરાઓના રૂપમાં ખોળે બેહાડી લીધા.

6 કેમ કે, આપડે એના દીકરા છયી ઈ હાટુ કે, પરમેશ્વરે પોતાના દીકરાનાં આત્માને આપડા હૃદયમાં મોકલ્યો છે, જે આત્મા પરમેશ્વરને “હે અબ્બા, હે બાપ” કયને હાંક મારે છે.

7 ઈ હાટુ, હવે આપડે ચાકર નથી, પણ આપડે પરમેશ્વરનાં દીકરા બની ગયા છયી. જો આપડે પરમેશ્વરનાં બાળકો છયી, તો ઈ આપણને ઈ બધુય આપશે; જે કાય એની પાહે એના બાળકો હાટુ છે.


ગલાતિઓ હાટુ પાઉલની કાળજી

8 જઈ તમે પરમેશ્વરને નોતા જાણતા, ઈ વખતે તમે એના ચાકર હતા, જે ખરેખર પરમેશ્વર જ નથી.

9 હવે જેથી કે, તમારે પરમેશ્વરની હારે એક સબંધ છે, એણે આપણને પોતાના બાળકોની જેમ અપનાવ્યા છે. તો પછી તમે નબળા અને કંગાળ બીજા શિક્ષણોના ચાકર બનવા હાટુ કેમ જાવ છો? શું તમારે બીજીવાર તેઓના જ ચાકર બનવાની ઈચ્છા છે?

10 તમે લોકો ખાસ દિવસો, મયનાઓ, તહેવારો અને વરહોનાં તહેવારો પાળો છો.

11 જે કાય તમે કરી રયા છો એના કારણે હું સીંતામાં છું કે, તમારી વસે મારી સેવા નકામી થય છે.

12 હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું જેમ તમારી જેવો બન્યો છું એમ તમે પણ મારી જેવા બનો એવી મારી વિનવણી છે. તમે કાય મારું બગાડયું નથી.

13 તમને યાદ હશે કે, ઈ એક બીમારીને કારણે હતું કે, હું પેલીવાર તમારી પાહે હારા હમાસાર પરચાર કરવા આવ્યો.

14 અને મારી બીમારીએ તમારી હાટુ બોવ કઠણાઈ ઉભી કરી, પણ તમે મને નીસો નો દેખાડો અને તમે મને બારે પણ નથી કાઢયો, પણ તમે મને એવી જ રીતેથી અપનાવ્યો છે જેમ તમે પરમેશ્વરનાં એક સ્વર્ગદુતને કા પોતે ઈસુ મસીહને અપનાવ્યો છે.

15 ઈ વખતે તમે બોવ રાજી હતા! તમારી ઈ ખુશી હવે ક્યાં છે? હું ખરેખર આ કય હકુ છું કે, તમે મારી હાટુ બધુય બલિદાન કરી દેતા, ન્યા હુધી કે, પોતાની આખું હોતેન.

16 અને હવે એવુ લાગે છે કે, હું તમારો વેરી બની ગયો છું કેમ કે, હું તમને હાસુ બતાવી રયો છું

17 ઈ તમને પોતાના જૂથમાં ભેળવવા હાટુ પુરી કોશિશ કરી રયા છે, તેઓનો હેતુ તમારી ભલાયનો નથી એનો ખાલી એક જ હેતુ છે, ઈ જ કે તું મારો નકાર કરી દે, જેથી તું ખાલી એનુ જ અનુસરણ કરય.

18 સદાય હારા હેતુ હાટુ ઉત્સાહિત થાવુ હારું હોય છે અને ખાલી ઈ વખતે નય, જઈ હું તમારા વસે હાજર હોવ છું.

19 મારા બાળકો, જેવી રીતે એક બાય જણતી વખતે દુખાવો સહન કરે છે, એવી જ રીતે હું એકવાર પાછો તમારી હાટુ દુખ ભોગવી રયો છું, હું આ દુખમાં ન્યા હુધી રેય જ્યાં હુધી તમે મસીહમાં હમજતા નો થય જાવ.

20 પણ હું ઈચ્છું છું કે, કદાસ કે, હું હવે તમારી હારે હોત. તઈ મારે તમને આવી રીતેથી વાત કરવી પડત નય, કેમ કે, હું ખરેખર નથી જાણતો કે, શું કવ.


હાગાર અને સારાનો દાખલો

21 જેઓ શાસ્ત્રને આધીન રેવા માગે છે તેઓને હું આ સવાલ પૂછવા માગું છું કે, શાસ્ત્ર જે કેય છે ઈ તમે હાંભળતા નથી?

22 શાસ્ત્રમાં એમ લખ્યું છે કે, ઈબ્રાહિમના બે દીકરા હતા, એના એક બાળકનો જનમ હાગારથી થયો હતો, જે એક ચાકરડી હતી. અને બીજા બાળકનો જનમ સારાથી થયો હતો, જે ચાકરડી નોતી.

23 પણ એક જે ચાકરડીનો દીકરો, માણસ જાતિની ઈચ્છા પરમાણે કોય પણ સામાન્ય બાળકની જેમ પેદા થયો હતો, પણ ઈ દીકરો જે એની બયડીથી પેદા થયો હતો ઈ ઈબ્રાહિમની હારે પરમેશ્વરનાં વચનનું પાલન કરતાં થયો હતો.

24 આ વાતોને એક નમુના તરીકે લય હકાય. બે બાયુઓ ઈ બે કરાર છે. એક બાય તો ગુલામ બાળકોને જનમ આપનાર હાગાર છે અને તે સિનાઈ ડુંઘરા ઉપરનો કરાર જેવું છે.

25 હાગાર સિનાઈ ડુંઘરને દર્શાવે છે જે અરબસ્તાન દેશમાં છે. ઈ આજના યરુશાલેમ શહેરની જેમ છે, જેના લોકો મુસાના નિયમશાસ્ત્રના ગુલામ છે.

26 પણ સ્વર્ગીય યરુશાલેમ ઈબ્રાહિમની બાયડી સારાની જેમ છે, અને એના બાળકો ગુલામ નથી. આ યરુશાલેમ આપડી માં ની જેમ છે, જે મસીહમાં વિશ્વાસ કરે છે.

27 જેમ શાસ્ત્રમાં લખ્યું છે, હે વાંઝણી બાય તું જેના કોયદી બાળકો નથી થયા અને જેઓએ બાળકોને પેદા કરતી વખતે જે પીડાનો કોયદી અનુભવ નથી કરયો, રાજી થાવ, રાડુ નાખ અને રાજીથી ઉત્સાહી થાવ! કેમ કે, જેને ધણી છે એની કરતાં મુકી દીધેલી બાયના બાળકો વધારે છે.

28 હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે ઈસહાકની જેમ છો કેમ કે, તમે ઈબ્રાહિમની હારે પરમેશ્વરનાં વચન પરમાણે પેદા થયા હતા.

29 પણ હવે તમને ઈ લોકો દ્વારા સતાવવામાં આવી રયા છે જે ઈચ્છે છે કે, તમે શાસ્ત્રનું પાલન કરો, એમ જ જેમ ઈસ્માએલે એટલે કે, માણસના પ્રયાસથી પેદા થયેલ બાળકે ઈસહાકને એટલે કે, આત્માના સામર્થ્યથી પેદા થયેલા બાળકને સતાવ્યો.

30 પણ શાસ્ત્રવચનમાં એમા લખેલુ છે કે, “ગુલામ બાય અને એના દીકરાને કાઢી મુક. કારણ કે, ગુલામ બાયના દીકરાને આઝાદ બાયના દીકરા હારે વારસાનો ભાગ કોયદી મળી હકે નય.”

31 જે હું કવ છું એનો નીસોડ આ છે, હે વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે ચાકરડી બાય એટલે કે, શાસ્ત્રના બાળકો નથી, પણ સ્વતંત્ર બાય એટલે કે, વિશ્વાસના બાળકો છયી.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan