Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગલાતીઓને પત્ર 3 - કોલી નવો કરાર


વિશ્વાસનું મહત્વ

1 ઓ ગલાતીઓના અણહમજુ લોકો તમારી હામે વધસ્થંભે મરણ પામેલ ઈસુ મસીહને હાજરા હજુર રજુ કરવામાં આવ્યો હતો, તો પછી તમને કોણે ભરમાવ્યા?

2 આજ ફકત એક વાત છે, જે હું તમારીથી શીખવા માગું છું કે, શું તમે નિયમના કામો દ્વારા આત્મા મેળવી છે; કા જે તમે હાંભળો છો એની ઉપર વિશ્વાસ કરવા દ્વારા?

3 તમે આત્મા હારે તમારા મસીહ જીવનની શરુંઆત કરી. હવે તમે તમારી તાકાતથી એની હાસાય જાણવાનો પ્રયત્ન કરયો છે. ઈ હાસી મૂરખતા નથી.

4 વિશ્વાસુ બન્યા પછી તમે બોવ દુખ ભોગવ્યું. હું હાસીન આશા રાખુ છું કે, આ દુખ નકામાં નોતા.

5 પરમેશ્વર, હવે ઉદારતાથી તમને પોતાનો આત્મા આપે છે અને તમારામાં સમત્કારના કામ કરે છે. “શું ઈ આ કારણ છે કે, તમે મુસાના શાસ્ત્રનું પાલન કરયુ?” કે પછી “આ ઈ કારણ છે કે, તમે મસીહના હારા હમાસાર હાંભળા અને એની ઉપર વિશ્વાસ કરયો?”

6 દાખલા હાટુ ઈબ્રાહિમને લ્યો, ઈબ્રાહિમે તો પરમેશ્વર ઉપર વિશ્વાસ કરયો અને ઈ એની હાટુ ન્યાયી ગણવામાં આવ્યો.

7 ઈ હાટુ તમારે આ જાણવું જરૂરી છે કે, જે લોકો મસીહ ઉપર એમ ભરોસો કરે છે જેમ ઈબ્રાહિમ કરતો હતો, તેઓ ખરેખર ઈબ્રાહિમનાં કુળના છે.

8 શાસ્ત્રવચનમાં ઘણાય વખત પેલા આમ લખવામાં આવ્યું હતું કે, પરમેશ્વર બિનયહુદીઓને વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાયશે, ઈ થાવાને બોવ પેલાથી પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ હાટુ હારા હમાસાર બતાવી દીધા હતા કે, તારી દ્વારા, આ જગતના બધીય જ જાતિના લોકો આશીર્વાદિત થાહે.

9 પરમેશ્વર ઈ બધાયને આશીર્વાદ આપે છે જે એની ઉપર વિશ્વાસ કરે છે, એમ જ જેમ એણે ઈબ્રાહિમને આશીર્વાદ આપ્યો.

10 પણ શાસ્ત્રમાં લખેલુ છે કે, “જે કોય પણ મુસાના શાસ્ત્રમાં બતાવેલા બધાય નિયમોને દરેક વખતે નથી માનતા, પરમેશ્વરનો હરાપ એની ઉપર હોય છે,” ઈ હાટુ ઈ બધાય લોકો ઉપર હરાપ આવી ગયો છે, જે શાસ્ત્રનું અનુસરણ કરીને પરમેશ્વરની હામેં ન્યાયી ઠરાવ હાટુ કોશિશ કરે છે કેમ કે, કોય પણ દરેક વખતે ઈ નિયમની સોપડીનું પુરી રીતે પાલન નથી કરી હકતા.

11 ઈ સોખું છે કે, શાસ્ત્રનું પાલન કરવાથી કોય પણ પરમેશ્વરની હામે ન્યાયી નથી ઠરાવામાં આવતો કેમ કે, જે કોય પરમેશ્વરમાં વિશ્વાસ કરે છે એને ઈ ન્યાયી ઠરાવે છે અને ઈ સદાય જીવતો રેહે.

12 મુસાના શાસ્ત્રના નિયમોનું પાલન કરીને જીવવું અને મસીહ ઉપર વિશ્વાસ કરીને જીવવું એક હરખું નથી. જે આ બધીય વાતુનું પાલન કરશે, તેઓ ઈ બધાયનું પાલન કરીને જીવતો રેહે.

13 પણ મસીહે આપણને ઈ હરાપથી બસાવ્યા છે, જે શાસ્ત્ર લાવે છે. જઈ વધસ્થંભ ઉપર મસીહનું મોત થયુ, તો એણે આપડા પાપોની હાટુ પોતાની ઉપર હરાપને લય લીધા. કેમ કે, શસ્ત્રમાં લખ્યું છે કે, “જે કોય પણ વધસ્થંભ ઉપર મરી જાય તે હરાપિત છે.”

14 મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી બિનયહુદીઓને ઈ જ આશીર્વાદ પ્રાપ્ત થાય, જેનો વાયદો પરમેશ્વરે ઈબ્રાહિમની હારે ઈસુ મસીહના દ્વારા કરયો હતો, અને મસીહના ઉપર વિશ્વાસ દ્વારા જેનું વચન આપ્યુ છે, ઈ પરમેશ્વરનો આત્મા પ્રાપ્ત કરે જેનો એણે આપણને આપવાનો વાયદો કરયો હતો.


શાસ્ત્ર અને વરદાન

15 હે ભાઈઓ અને બહેનો, હું રોજના જીવનથી એક દાખલો આપું છું, જઈ બે લોકો એક સંમત થાય છે અને તેઓ સઈ કરે છે, તો એવું કોય નથી જે ઈ ઉમેરો બદલી હકે.

16 હવે પરમેશ્વરે ઈબ્રાહિમથી વાયદો કરયો કે, “દરેક તારા વંશ દ્વારા આશીર્વાદ પામશે.” એણે આ નથી કીધું કે, તારા વંશ દ્વારા એટલે ઘણાય લોકો, ઈ એક માણસના વિષે વાતો કરે છે, જઈ ઈ કેય છે કે, “તારા વંશ દ્વારા” એટલે એક માણસ ઈ મસીહ છે.

17 જે હું કવ છું એનો અરથ ઈ છે કે, પરમેશ્વરે ઈબ્રાહિમની હારે એક વાયદો કરયો ઈ હાટુ સ્યારસો ત્રીહ વરહ પછી જે શાસ્ત્ર પરમેશ્વરે મુસાને આપ્યુ, ઈ વાયદાને તોડી નથી હક્તો અને આ રીતે નો ઈ વાયદાને રદ કરી હકે છે.

18 જો પરમેશ્વરે જે વાયદો કરયો છે એને મેળવવા હાટુ આપડે મુસાના શાસ્ત્રનું પાલન કરવાનું છે, તો એનો અરથ આ છે કે, આપડે ઈ કૃપા પરમેશ્વરનાં વાયદાના કારણે નથી મળી. પણ પરમેશ્વરે ઈબ્રાહિમને ઈ આશીર્વાદ ઈ હાટુ દીધો કેમ કે, એણે પેલા એને વાયદો કરયો હતો.

19 તો પછી શાસ્ત્રનો હેતુ શું હતો? ઈ તો ગુનાના કારણે પછીથી દેવામાં આવ્યો, પરમેશ્વરે શાસ્ત્રની રસના આ પરકારે કરી હતી કે, આ ઈ વખત હુધી માન્ય રેહે જ્યાં હુધી કે, ઈબ્રાહિમનો વંશ, મસીહ નય આવે; આ ઈ વંશને વિષે હતું જેનો પરમેશ્વરે વાયદો કરયો હતો. સ્વર્ગદુતોની મદદથી મુસાને શાસ્ત્ર દેવામાં આવ્યું અને મુસા પરમેશ્વર અને લોકોની વસે મધ્યસ્થી બની ગયો.

20 પરમેશ્વરે પોતે ઈબ્રાહિમની હારે એક વાયદો કરયો હતો. ઈ હાટુ, કોય મધ્યસ્થની જરૂર નથી.


શાસ્ત્ર આપવાનો હેતુ

21 શું એનો અરથ આ છે કે, શાસ્ત્ર જે કેય છે ઈ એના વિરુધ છે જેનો વાયદો પરમેશ્વરે કરયો છે. નય! કોયદી નય! કેમ કે, જો કોય આવો નિયમ છે; જે માણસોને પરમેશ્વરની હામે હાસો ઠરાવી હકે, તો ઈ ન્યાયીપણાનું પાલન કરીને અનંતજીવન મેળવી હકે છે.

22 પણ શાસ્ત્ર આપણને દેખાડે છે કે, આપડે બધાય પાપી છયી. જેથી પરમેશ્વરે જે વાયદો કરયો છે તો ઈ લોકોને આપી હકાય જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે છે.

23 પણ એનાથી પેલા કે, મસીહ આવ્યો અને અમે એની ઉપર વિશ્વાસ કરી હકી, આપડે યહુદીઓને જેલખાનામાં બંધ કરવામાં આવ્યા હતા અને મસીહના આવવા હુધી કેદીઓની જેમ શાસ્ત્ર દ્વારા આપડી રખેવાળી કરવામાં આવી. નિયમશાસ્ત્રએ આપણને કેદીઓની જેમ રાખ્યા હતા જ્યાં હુધી કે, પરમેશ્વરે આપણને મસીહ દેખાડ્યો નય.

24 ઈ હાટુ મસીહના આવવા હુધી શાસ્ત્ર આપણને આપડીથી માહિતગાર કરવા હાટુ અને આપડી દેખરેખ કરવા હાટુ દેવામાં આવ્યું હતું, આગેવાની કરવા દ્વારા મદદ કરવા હાટુ હતું, જેથી આપડે ઈસુ મસીહમા વિશ્વાસ કરવા દ્વારા પરમેશ્વરની હામે ન્યાયી બની હકી.

25 પણ હવે જેમ કે, આપડે મસીહ ઉપર પોતાનો ભરોસો રાખ્યો છે, તો હવે આપડી મદદ કરવા હાટુ અને આપણને માહિતગાર કરવા હાટુ પરમેશ્વરનાં નિયમની જરૂરી નથી.

26-27 તમે બધાયે મસીહમાં જળદીક્ષા લીધી અને મસીહના જીવન પરમાણે હાલો છો. ઈ હાટુ તમે બધાય ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાના કારણે પરમેશ્વરનાં દીકરા થય ગયા છો.

28 મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.

29 કેમ કે, તમે મસીહની હારે એકતામાં છો, તો હવે તમે ઈબ્રાહિમના પરિવારનો ભાગ છો અને તમે એના વારસદાર છો અને તમને ઈ બધુય મળશે જેનો પરમેશ્વરે ઈબ્રાહિમ હારે અને આપડી હારે વાયદો કરયો હતો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan