ગલાતીઓને પત્ર 2 - કોલી નવો કરારપાઉલ અને બીજા ગમાડેલા ચેલાઓ 1 એના સવુદ વરહ પછી હું બાર્નાબાસની હારે યરુશાલેમ શહેર પાછો ગયો અને તિતસને પણ હારે લેતો ગયો. 2 પણ હું ન્યા ગયો કેમ કે, પરમેશ્વરે મને દર્શન આપ્યુ હતું કે, મારે ન્યા જાવું જોયી અને જઈ હું ન્યા હતો તો હું આગેવાનોને વ્યક્તિગત રીતે મળ્યો અને તેઓને ઈ હારા હમાસાર વિષે બતાવ્યું જે હું બિનયહુદીઓની વસે પરચાર કરી રયો હતો, જેથી જે હું કરી રયો હતો કા જે હું કરવાનું સાલું રાખતો હતો જેથી એનું પરિણામ નો જાય. 3 પણ તિતસ જે મારી હારે હતો અને જે એક બિનયહુદી હતો, તો પણ સુન્નત કરાવવાની એને ફરજ પાડવામાં આવી નય. 4 પણ એમ થયુ કે, આપડા જૂથમાં જોડાયેલાં ખોટા ભાઈઓને લીધે મસીહ ઈસુમાં આપડી જે આઝાદી છે, એની જાસુસી કરવા હાટુ તેઓ ખાનગી રીતે અંદર આવ્યા હતા, ઈ હાટુ કે, તેઓ આપણને પાછા ગુલામીમાં લીયાવે. 5 પણ અમે તેઓને ઘડીકમાં આધીન થયા નય કે, જેથી હારા હમાસારની હાસાય તમારી હારે રેય. 6 યરુશાલેમની મંડળીના ઈ આગેવાનોએ મારા શિક્ષણમાં કાય પણ નથી જોડયું. મને આ વાતથી કાય ફરક નથી પડતો કે, ઈ આગેવાનો કોણ છે કેમ કે, પરમેશ્વર બારનું રૂપ જોયને ન્યાય નથી કરતો. 7 પણ ઊલટું, જઈ તેઓએ જોયું કે, જેમ પિતરને સુન્નતીઓની હાટુ હારા હમાસાર હોપેલા છે, એમ મને બેસુન્નતીઓની હાટુ હોપેલા છે, 8 કેમ કે, પરમેશ્વર, સુન્નતીઓનો યહુદીઓની વસ્સે એક ગમાડેલો ચેલો થાવા હાટુ પિતરની નિમણુક કરી છે, આ ઈ જ હતો જેણે મને બિનયહુદીઓ વસ્સે ગમાડેલો ચેલો થાવા હાટુ નિમણુક કરયો. 9 જઈ યાકુબ, પિતર અને યોહાન પીલોર જેવા ગણાતા હતા, જઈ મને પ્રાપ્ત થયેલી કૃપા તેઓએ જાણી, તેઓએ મારો અને બાર્નાબાસનો ગમાડેલો ચેલા તરીકે સ્વીકાર કરયો, કે જેથી અમે બિનયહુદીઓની પાહે જાયી અને તેઓ સુન્નતી લોકોની પાહે જાય. 10 એક જ વસ્તુ જે તેઓએ અમને કરવાની વિનવણી કરી યરુશાલેમમાં ગરીબ વિશ્વાસુઓની મદદ કરી, અને આ ઈ જ છે, જેને હું કરવા માંગતો હતો. અંત્યોખમાં પિતરને પાઉલનો ઠપકો 11 પણ પછી એક દિવસ પિતર અંત્યોખ શહેરમાં આવ્યો, તો મારે બીજા વિશ્વાસુઓની હામેં એને ખીજાવું પડયું કેમ કે, જેમ ઈ જાહેર કરી રયો હતો ઈ ખોટુ હતું. 12 પિતર એવાં વિશ્વાસુઓ હારે ખાતો હતો જે યહુદી નોતા. પણ જઈ યાકુબ દ્વારા મોકલેલા થોડાક વિશ્વાસુ યરુશાલેમથી આવ્યા, તો એણે તેઓની હારે મળવાનું અને ખાવાનું બંધ કરી દીધું કેમ કે, ઈ તે યહુદીઓથી બીતો હતો. જે ઈચ્છતા હતા કે બધાય બિનયહુદીઓની સુન્નત થાવી જોયી. 13 બાકીના વિશ્વાસી યહુદીઓએ પણ એની હારે ઢોંગ કરયો, જેથી બાર્નાબાસ પણ તેઓના ઢોંગના કારણે પાછો પડયો હતો. 14 પણ જઈ મેં જોયું કે, તેઓ ખરેખર હાસનું પાલન નથી કરી રયા. જે હારા હમાસાર શીખવાડે છે. તો મે બધાયની હામે પિતરને કીધું કે, જો તું એક યહુદી થયને, બિનયહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરશો અને યહુદીઓના રીતી-રિવાજોનું પાલન નથી કરી રયો, જો તું એક યહુદી થયને આવું કર છો, તો પછી તું બિનયહુદીઓને આપડા યહુદીઓના રીતી-રિવાજોનું પાલન કરવા હાટુ જોર હુકામ દેશો? વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરવું 15 આપડે જેઓ જનમથી યહુદી છયી અને પાપી બિનયહુદીઓ નથી જેઓ પરમેશ્વરનાં નિયમો વિષે કાય નથી જાણતા. 16 ઈ હાટુ આપડે યહુદી વિશ્વાસી જાણી છયી કે, મુસાના નિયમનું પાલન કરીને કોય પણ માણસ પરમેશ્વરની નજરમાં ન્યાયી નથી ઠરતો. ઈ હાટુ ખાલી ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરે છે; ઈ હાટુ તમે પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરયો કે, આપડે મુસાના નિયમનું પાલન કરવાથી નય પણ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી ન્યાયી ઠરી કેમ કે, શાસ્ત્રનું પાલન કરીને કોય પણ માણસ ન્યાયી નથી ઠરી હક્તો. 17 કેમ કે, આપડે શાસ્ત્રનું પાલન કરવાને બદલે, મસીહ ઉપર ભરોસો કરવા દ્વારા પરમેશ્વરની હારે હાસા ઠરાવવામાં આવે છે થોડાક યહુદી આપણને પાપી માને છે તો શું એનો અરથ ઈ છે કે, મસીહ આપડાથી પાપ કરાવે છે? નય! કઈયેય નય. 18 પણ હું ખરેખર પાપ કરય જો હું આ વાતુંને ફરીથી અપનાવું છું કે, એક માણસ શાસ્ત્રના પાલન દ્વારા પરમેશ્વર હારે હાસો ઠરાવી હકાય છે. 19 હું પરમેશ્વરની હાટુ જીવી હકું ઈ હાટુ હું નિયમ દ્વારા મરેલો છું. પણ મસીહ હારે હું વધસ્થંભે મારી નાખવામાં આવ્યો છું. 20 ઈ એવું છે જેમ કે, જઈ મસીહ વધસ્થંભ ઉપર મરયો, તો હુય મરી ગ્યો, હવે હું જીવતો નથી, પણ મસીહ મારા હ્રદયમાં જીવે છે. જેમ હું હવે જીવી રયો છું, આ કારણે, જે કાય પણ હું આયા આ પૃથ્વી ઉપર રેતા કરું છું, ઈ હું પરમેશ્વરનાં દીકરા ઉપર ભરોસો કરીને કરું છું, જેણે મને પ્રેમ કરયો અને મારી બદલે મરી ગ્યો. 21 હું આ વાતની ના નો પડી હકુ કે, પરમેશ્વરે આપડા પ્રત્યે પોતાની કૃપાના કારણે આપણને બસાવ્યા કેમ કે, જો લોકો શાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરી હકે છે તો પછી મસીહને વધસ્થંભ ઉપર મરવાની કોય જરૂર નોતી. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation