Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગલાતીઓને પત્ર 1 - કોલી નવો કરાર


ગમાડેલો ચેલો પાઉલનો પત્ર

1 હું પાઉલ જે એક ગમાડેલો ચેલો છું, હું માણસો દ્વારા નથી પણ હું આપડા ઈસુ મસીહ અને જેને મરણમાંથી જીવતો કરનાર પરમેશ્વર બાપ દ્વારા એક ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડવામાં આવેલો છે.

2 ભાઈઓ અને બહેનો હું પોતે અને આયની ગલાતિયા પરદેશની બધીય મંડળીઓને વિશ્વાસી જુથોને સલામ કેતા આ પત્ર લખી રયો છું.

3 હું પ્રાર્થના કરું છું કે, આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા અને શાંતિ આપે.

4 આપડા પરમેશ્વર અને બાપની ઈચ્છા પરમાણે ઈસુ મસીહે પોતાની જાતને આપડા પાપોના લીધે બલિદાન કરી દીધું જેથી આપડે આ અત્યારના જગતના લોકોના ખરાબ પરભાવથી બસેલા રેયી.

5 કેમ કે, આ હાસુ છે કે, હાલો આપડે હવે પરમેશ્વરની મહિમા સદાય હાટુ કરી.


એક જ હારા હમાસાર

6 હું સોકી ગયો છું કે, પરમેશ્વરે જેણે તમને મસીહની કૃપા દ્વારા પોતાના લોકો થાવા હાટુ બોલાવ્યા. એથી તમે ઉતાવળથી ભટકીને એક જુદા હારા હમાસાર સ્વીકાર કરવા હાટુ અને તમે એની જેમ કરવા લાગ્યા છો.

7 ખાલી એક જ હાસા હારા હમાસાર છે. પણ કેટલાક લોકો તમારા મગજને હેરાન કરવા માગે છે અને મસીહના હારા હમાસારને બદલવા માગે છે.

8 પણ જો ગમાડેલો ચેલો કા સ્વર્ગમાંથી આવેલો કોય દુત પણ, અમે હંભળાવેલા હારા હમાસાર કરતાં જુદા હારા હમાસાર તમને હંભળાવે તો ઈ માણસને પરમેશ્વર સદાય હાટુ સજા આપે.

9 જેવું અમે પેલાથી તમને કીધું છે, એવું જ હું હવે પાછુ કવ છું કે, ઈ હારા હમાસારને મુકીને જેને તમે અપનાવા છે, જો કોય ઈ ખોટા; હારા હમાસાર હંભાળાવે છે તો ઈ હરાપિત થાય.

10 સોખી રીતેથી, હું લોકોને રાજી કરવાની કોશિશ કરતો નથી, પણ હું પરમેશ્વરને રાજી કરવા માગું છું. જો હું હજી હુધી માણસોને જ રાજી કરતો હોત તો મસીહનો ચાકર નો થાત.


પાઉલ કેવી રીતે ગમાડેલો ચેલો બન્યો

11 ભાઈઓ અને બહેનો, હું તમને જણાવું છું કે, જે હારા હમાસાર મે હંભળાવા છે, ઈ માણસોએ બનાવેલા નથી.

12 કેમ કે, હું માણસની પાહેથી આ પામેલો કે શીખેલો નથી પણ ઈસુ મસીહે મને હાસી રીતે શીખવાડ્યું છે.

13 જઈ હું યહુદી ન્યાયનું પાળતો હતો, ઈ મારું જે જીવન હતું એની વિષે તો લોકોએ તમને કીધું છે કે, મેં પરમેશ્વરની મંડળી અને વિશ્વાસી લોકોનો નાશ કરવાની કોશિશ કરી.

14 અને મારા વડવાઓના ધરમ વિષે હું બોવ જ ઝનૂની બનીને મારી જાતિના ભાઈઓમાંના ઘણાય સાથીઓ કરતાં યહુદી ધરમમાં વધારે પ્રગતિથી વધતો ગયો.

15-16 પણ તઈ પરમેશ્વરે ગમાંડયું કે, પોતાના દીકરાને મારી ઉપર પરગટ કરે, જેથી હું બિનયહુદીઓની વસે ઈસુના હારા હમાસાર વિષે પરચાર કરી હકુ. પરમેશ્વર જ છે જેણે મને પેદા થાવાના પેલાથી જ ગમાડી લીધો, અને પોતાની કૃપાના કારણે એણે મને એની સેવા કરવા હાટુ બોલાવ્યો. જઈ ઈસુએ પોતાની જાતને મારી ઉપર પરગટ કરી, તઈ હું સલાહ લેવા હાટુ કોયની પાહે નોતો ગયો.

17 અને જે મારી જેમ ગમાડેલા ચેલાઓ હતાં તેઓને મળવા હાટુ હું યરુશાલેમ શહેર નથી ગયો. પણ તરત હું અરબસ્તાન દેશ વયો ગયો અને ન્યાંથી બીજીવાર દમસ્કસ શહેર પાછો વયો આવ્યો.

18 ત્રણ વરહ પછી હું ગમાડેલો ચેલો, પિતરને મળવા હાટુ યરુશાલેમ ગયો, અને એની હારે પંદર દિવસ હુધી રયો.

19 ઈ વખતે હું ખાલી જે બીજા ગમાડેલા ચેલાને મળી હકયો, ઈ પરભુનો ભાઈ યાકુબ હતો.

20 પરમેશ્વર જાણે છે કે, મેં તમને જે લખ્યું છે એમા કાય પણ ખોટુ નથી.

21 યરુશાલેમ શહેરથી ગયા પછી હું સિરિયા અને કિલીકિયાના દેશોમાં ગયો.

22 ઈ વખતે યહુદીયા પરદેશની મસીહ મંડળીઓના સભ્યો મને વ્યક્તિગત રીતે નોતા ઓળખતા.

23 પણ તેઓએ વારંવાર હાંભળ્યું કે, ઈ જે આપણને સતાવતો હતો, હવે ઈસુ મસીહને વિષે ઈ જ હારા હમાસારનો પરચાર કરે છે. પેલા ઈ લોકોનો નાશ કરવાની કોશિશ કરી રયો હતો, જે હવે મસીહ ઉપર વિશ્વાસ રાખે છે.

24 મારી લીધે તેઓએ પરમેશ્વરની મહિમા કરી છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan