Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એફેસીઓને પત્ર 6 - કોલી નવો કરાર


દીકરા અને માં-બાપ

1 બાળકો, તમે પરભુમાં તમારા માં-બાપની આજ્ઞાઓ માનો, કેમ કે ઈ હારું છે.

2 જેમાં વચન પણ આપવામાં આવ્યું હોય એવી આ પેલી જ આજ્ઞા છે કે, “તારા માં-બાપને માન આપવું જોયી.”

3 ઈ હાટુ તારૂ ભલુ થાય, અને પૃથ્વી ઉપર તારી ઉમર મોટી થાય.

4 અને હે બાપાઓ, પોતાના બાળકોને ગુસ્સો નો દેવડાવો પણ પરભુનું શિક્ષણ, અને સેતવણી દેતા તેઓનું ભરણ-પોષણ કરો.


ચાકર અને માલીક

5 હે ચાકરો જેમ તમે મસીહને આધીન થાવ છો એમ પૃથ્વી ઉપરનાં જેઓ તમારા માલિકો છે તેઓને માન હારે નિખાલસ મનથી આધીન થાવ.

6 તમારે પોતાના માલિકોની આજ્ઞા પાળવી જોયી, ખાલી તઈ જ નય જઈ ઈ તમને જોતા હોય કે ખાલી એને હારુ લગાડવા હાટુ, પણ તમે મસીહના ચાકરો છો, ઈ હાટુ તમારે પોતાના પુરા મનથી ઈ જ કરવુ જોયી, જે પરમેશ્વર ઈચ્છે છે કે, ઈ તમે કરો.

7 અને ઉત્સાહની હારે એક ચાકર જેમ એવા કામો કરો એમ માનો કે તમે લોકોની નય પણ પરભુની સેવા કરી રયા છો.

8 કેમ કે, તમે જાણો છો કે, જે કોય આવું હારું કામ કરશે, પછી ભલે ચાકર હોય કે, આઝાદ માણસ, તો એનું ઈનામ ઈ પરભુ પાહેથી મેળવશે.

9 વળી માલિકો, તમે ચાકરોની હારે એમ જ વરતો, ધમકી આપવાનું છોડી દયો, અને જાણો કે, તેઓનો અને તમારો પણ એક જ માલીક સ્વર્ગમાં છે, અને એની પાહે કોયનો પક્ષ નથી.


પરમેશ્વરનાં આત્મિક હથિયારો

10 અંતમાં, પરભુના શક્તિશાળી સામર્થ્યથી મજબુત બનો.

11 શેતાનની ખરાબ સાલાકીઓની હામે તમે સામનો કરી હકો ઈ હાટુ પરમેશ્વર તમને જે હથિયારો આપે છે ઈ ધારણ કરી લ્યો.

12 કેમ કે, આપડે માણસોની હામા બાધણું બાધી રયા નથી. પણ આપડે પ્રધાનો અને અધિકારીઓની હામા અને અંધારાના અધિકારીઓથી અને ખરાબ આત્મિક જગતના સામર્થ્યની હામાં બાધી રયા છયી. ઈ હાટુ સ્વર્ગીય જગ્યાઓમાં ખરાબ આત્મિક લશ્કરોની હામે છે

13 ઈ હાટુ તમે પરમેશ્વરનાં બધાય બકતર પેરી લ્યો જેથી તમે ખરાબ દિવસે સામનો કરી હકો અને બને એટલું બધુય કરીને એની હામાં મજબુત ટકી હકો.

14 જેથી હાસાયથી તમારી કમર બાંધીને, ન્યાયપણાનું બખતર પેરીને.

15 અને શાંતિના હારા હમાસારની તૈયારી કરી જોડા પેરીને ઉભા રયો.

16 આયા એક બીજી વાત છે. જેમ એક સિપાય ઢાલ લયને પોતાની ઉપર આવનાર વેરીઓના તીરથી પોતાની જાતને બસાવે છે, એવી જ રીતે મસીહ ઉપર મજબુત વિશ્વાસ રાખો કે, મસીહ તમને શેતાન દ્વારા નુકશાન પુગાડવાથી બસાવીને રાખે.

17 તારણનો ટોપો અને આત્માની તલવાર લ્યો, જે પરમેશ્વરનું વચન છે.

18 અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,

19 અને મારી હાટુ પણ પ્રાર્થના કરીને પરમેશ્વરને કેજો કે, ઈ મને બોલવા હાટુ હાસો શબ્દ આપે જેથી હું હિંમતથી હારા હમાસાર વિષે જે બધાય લોકોની હાટુ છે, એના ભેદની વાત હમજાવી હકુ.

20 ઈ હાટુ હું હાકળોથી બધાયેલો રાજદૂતની જેમ સેવા કરી રયો છું પ્રાર્થના કરો કે, એવી જ રીતે મને બોલવાની તક મળે.


અંતિમ સલામ

21 પરભુની સંગતીમાં મારા વાલા ભાઈ અને વિશ્વાસુ ચાકર તુખિકસ તમને લોકોને ઈ બધુય બતાવી દેહે, જેથી તમે પણ જાણી લ્યો કે, હું કેમ છું અને શું કરી રયો છું અને ઈ તમારા મનોને શાંતિ આપે.

22 એને મેં તમારી પાહે ઈ હાટુ મોકલ્યો છે કે, તમે અમારી વિષે જાણો, અને ઈ તમને હિંમત આપી હકે.

23 હું આપડા બાપ પરમેશ્વરને અને પરભુ ઈસુ મસીહને પ્રાર્થના કરું છું કે, ઈ ભાઈઓને વિશ્વાસ અને શાંતિ આપે. તેઓ એવું કરે કે, જેથી તમે એક-બીજાને પ્રેમ કરો અને મસીહ ઉપર સદાય વિશ્વાસ કરતાં રયો.

24 જેઓ આપડા પરભુ ઈસુ મસીહ ઉપર કપટ વગરનો પ્રેમ રાખે છે તેઓ બધાય ઉપર કૃપા થાય. આમીન.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan