Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એફેસીઓને પત્ર 5 - કોલી નવો કરાર


અજવાળામાં હાલો

1 તમે પરમેશ્વરનાં વાલા બાળકો છો, એટલે તમારો વ્યવહાર એના સ્વભાવ પરમાણે હોય.

2 મસીહના દાખલા પરમાણે કરતાં, બીજાની પ્રત્યે પ્રેમથી ભરેલુ જીવન જીવો, જેણે તમને પ્રેમ કરયો અને આપડા પાપોને ઉપાડવા હાટુ પોતાની જાતને બલિદાન કરીને આપી દીધી અને પરમેશ્વર એનાથી રાજી હતો કેમ કે, ઈ બલિદાન એની હાટુ સુંગધિત અત્તરની જેમ હતું.

3 જેમ પવિત્ર લોકોને લાયક છે, એવા તમારામાં છીનાળવા, અને કોય પરકારના ખરાબ કામ, કે લોભની વાતસીત પણ નો હોય.

4 શરમજનક વાતો કરવી નય, નકામી વાતો કરવી નય, ખરાબ ઠ્ઠઠ્ઠામશ્કરી કરવી નય, ઈ તમારી લાયક નથી, પણ એની જગ્યાએ તમારે પરમેશ્વરનો આભાર માનવો જોયી.

5 કેમ કે, તમે આ હારી રીતે જાણો છો કે, કોય પણ છીનાળવા, અશુદ્ધતા, લોભી એક મૂર્તિપૂજકની જેમ છે, જે આ જગતની વસ્તુઓનું ભજન કરે છે, એને કોય દિવસ મસીહ અને પરમેશ્વરનાં રાજ્યમાં એકય ભાગ નય મળે.

6 તે લોકોના દ્વારા મુરખ નો બનો જેઓ આ પાપોની હાટુ બાના બનાવવાની કોશિશ કરે છે, કેમ કે આજ કામોને કારણે પરમેશ્વરનો ગુસ્સો આજ્ઞા નો માનવાવાળા ઉપર ભડકે છે.

7 ઈ હાટુ આ પાપીલા કામો કરવામાં તેઓની હારે ભાગીદાર નો થાવ.

8 કેમ કે, તમે પેલા અંધારામાં રેનાર લોકોની જેમ હતા, પણ હવે તમે પરભુમાં છો; અજવાળાના બાળકોની જેમ છો.

9 કેમ કે, જો કોય માણસ અજવાળામાં છે, તો તેઓનું આસરણ હારુ ન્યાયી અને હાસુ હોય છે અને એની ઉપર ભરોસો કરી હકાય છે.

10 અને ઈ ગોતવાનો પ્રયત્ન કરો કે, શું પરભુને રાજી કરે છે.

11 અને અંધારાના નકામાં કામોનાં સાથી નો બનો પણ તેઓને વખોડો.

12 કેમ કે, પરમેશ્વર વગરના લોકોની ખાનગી કામોની સરસા પણ શરમજનક વાત છે.

13 જઈ કોય પણ વસ્તુ ઉપર અજવાળુ સમકે છે તો દરેક જોય હકે છે કે, ઈ વસ્તુ કેવી છે કેમ કે, જઈ અજવાળુ કોય વસ્તુને પરગટ કરે છે તો ઈ વસ્તુ પોતે અજવાળુ બની જાય છે.

14 ઈ કારણે એવી એક કેવત છે, હે હુતેલાઓ ઉઠી જાવ અને મરણમાંથી જીવી ઉઠો, તો મસીહ પોતાનું અજવાળુ તમારી ઉપર સમકાયશે.

15 પોતાના સ્વભાવની વિષે ખાસ સાવધાન રયો. મુરખાઓની જેમ નય, પણ બુદ્ધિશાળીની જેમ જીવન જીવો.

16 અને દરેક તક નો ઉપયોગ જે તમારી પાહે છે ભલાય કરવા હાટુ કરો. કેમ કે, દિવસો ખરાબ છે.

17 ઈ કારણે મુરખા નો થાવ પણ ઈ જાણવાનો પ્રયત્ન કરીને બુદ્ધિશાળીની જેવા બનો કે, પરભુ તમારીથી શું કરાવવા માગે છે.

18 અને દારૂ પીયને સાગઠા નો થાવ, કેમ કે, ઈ લોકોને અસભ્ય અને કાબુ વગરનો વ્યવહાર કરવાનું કારણ બને છે. એના બદલે તમે આત્માથી ભરપૂર થાવ.

19 જો તમે પવિત્ર આત્માના કાબુમાં છો, તો તમે એવું કરશો કે, જઈ તમે ભેગા થાહો, તો તમે ગીતોથી, સ્ત્રોતોથી, અને આત્મિક ગીતોથી, એક-બીજાની હારે પરભુની વાતુ કરીને તમારા હૃદયમાં પરભુના ભજનો અને ગીતો ગાઓ.

20 જે કાય આપડા પરભુ ઈસુ મસીહે કરયુ છે એના કારણે કાયમ આપડા પરમેશ્વર બાપની બધીય વાતુ હાટુ આભાર માનો.


ધણી અને બાયડીઓનો દાખલો

21 આપડે મસીહના પ્રત્યે શ્રધ્ધા ભગતી રાખવાના કારણે એક-બીજાને આધીન રયો.

22 બાયડીયું, પોતાના ધણીઓની એવી રીતે આધીન રેય જેમ તમે પરભુને આધીન રયો છો.

23 કેમ કે, ધણી તો બાયડીનું માથું છે જેમ કે, મસીહ મંડળીનું માથું છે, અને ઈ પોતે દેહનો તારનાર છે.

24 જેમ મંડળી મસીહને આધીન છે, એમ જ બાયડીયું પણ બધીય વાતોમાં પોતપોતાના ધણીને આધીન રેવું.

25 હે ધણીઓ પોતપોતાની બાયડીયુંથી પ્રેમ રાખો, જેમ મસીહે પણ મંડળીને પ્રેમ કરીને એણે એની હાટુ પોતાનું જીવન દય દીધુ કે,

26 જેથી ઈ એને વચન દ્વારા જળદીક્ષાથી સોખા કરીને પવિત્ર બનાવે.

27 મસીહે આવું ઈ હાટુ કરયુ જેથી ઈ આપડે બધાય વિશ્વાસુ લોકોનું એક એવું મહિમામય જૂથ બનાવી હકે જે એનાથી સબંધીત છે, એવા લોકો જેમાં સ્વાભાવિક દોષ નો હોય, પણ તેઓ પુરી રીતેથી પવિત્ર હોય; જઈ મંડળી આપણને પોતાની હાજરીમાં ભેગા કરે છે.

28 આ રીતેથી કે, ધણી પોતપોતાની બાયડીયુંની હારે પોતાના દેહ જેવો પ્રેમ રાખે, જે પોતાની બાયડી ઉપર પ્રેમ રાખે છે, ઈ પોતાની જાતને પ્રેમ કરે છે.

29 કેમ કે, કોયે કોયદી પોતાના દેહથી વેર નથી રાખ્યુ પણ એનું ભરણ-પોષણ કરે છે, મસીહ પણ મંડળીની હારે એવું જ કરે છે.

30 ઈ હાટુ કે, આપડે બધાય મસીહના દેહના અંગોની બરાબર છયી.

31 જેમ કે, શાસ્ત્ર કેય છે, આ કારણે માણસ માં-બાપને છોડીને પોતાની બાયડી હારે જોડાયેલો રેહે અને ઈ બેય એક દેહ થાહે.

32 આ શાસ્ત્રભાગમાં મહાન રહસ્ય પરગટ કરવામાં આવ્યું છે; અને ઈ તો મસીહ અને તેઓની મંડળી વિષે છે એમ મારું કેવું છે.

33 પણ ઈ તમારી ઉપર પણ લાગુ પડે છે કે, તમારામાંથી દરેક પોતાની બાયડીને પોતાની જેમ પ્રેમ કરે અને બાયડી પણ પોતાના ધણીને માન આપે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan