એફેસીઓને પત્ર 4 - કોલી નવો કરારદેહની એકતા 1 હું પાઉલ પરભુનો કેદી બનેલો તમને વિનવણી કરું છું કે, પરમેશ્વરે તમને આમંત્રણ આપ્યુ તઈ તમારી હાટુ એણે નક્કી કરેલા તેડા પરમાણે તમે જીવન જીવો. 2 એટલે કે, બધીય ગરીબાય અને નમ્રતા અને ધીરજ ધરીને પ્રેમથી એક-બીજાની ભુલને સ્વીકારો. 3 અને એવુ કરવાનો પ્રયત્ન કરો જેથી તમે સદાય હળી-મળીને બનેલા રયો કેમ કે, તમે પરમેશ્વરની આત્મા દ્વારા એક કરવામાં આવ્યા છો. 4 જે રીતે એક દેહ અને એક આત્મા છે, એવી જ રીતે પરમેશ્વરે તમને એક આશા રાખવા હાટુ બોલાવ્યા છે. 5 આપડા બધાયનો એક જ પરભુ છે, આપડે બધાય એક જ શિક્ષણ ઉપર વિશ્વાસ કરી છયી આપડે બધાયને એક જ જળદીક્ષા મળી છે. 6 અને એક જ પરમેશ્વર છે જે આપડા બધાય લોકોનો બાપ છે, ઈ બધાય ઉપર અને બધાયમાં પરભુ છે અને ઈ આપડા બધાયમાં છે. 7 આપડામાંના દરેકને મસીહનાં કૃપાદાનના પરિણામ પરમાણે કૃપા આપવામાં આવેલી છે. 8 ઈ હાટુ શાસ્ત્ર કેય છે, ઈ ઉસે સ્વર્ગમાં સડયો અને ઈ પોતાની હારે કેટલાય કેદીઓને લય ગયો, તેઓએ માણસોને દાન દીધુ. 9 આ કેવાનો શું અરથ છે કે, ઈ ઊસાણ ઉપર સડયો? ખાલી ઈ જ પૃથ્વીની બધાયથી નીસેની જગ્યાઓમાં પણ ઉતરયો હતો. 10 મસીહ જે નીસે આવ્યો, ઈ જ માણસ છે જે આભથી પણ ઉપર સડી ગયો; જેથી ઈ બધીય વસ્તુઓને ભરી દેય. 11 આ મસીહ હતો જેણે આ જવાબદારી મંડળીને દીધી, એમ જ કેટલાય ગમાડેલા ચેલાઓ, કેટલાય આગમભાખીયાઓ, કેટલાય હારા હમાસાર પરચારકો, કેટલાયને પાળકો અને શિક્ષકો બનાવ્યા. 12 એની જવાબદારી ઈ છે કે, ઈ પરમેશ્વરનાં લોકોને એનું કામ કરવા હાટુ તૈયાર કરી હકે અને મસીહનો દેહ એટલે કે, મંડળીનું બાંધકામ બધાતું થાય. 13 આ ન્યા હુધી સાલું રેહે જ્યાં હુધી કે, આપડે પોતાના વિશ્વાસ અને પરમેશ્વરનાં દીકરાની વિષે આપડી હમજણમાં એક નથી થાતા. તઈ આપડે ડાયા થય જાહુ, જેમ કે, મસીહ છે અને આપડે પુરી રીતેથી એની જેમ થય જાહુ. 14 આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા. 15 પણ, પ્રેમથી હાસુ બોલીને, આપડે દરેક વાતમાં હમજણ અને મસીહની જેવા થય જાયી, જે પોતાનો દેહ એટલે કે, મંડળીનું માથું છે. 16 આપડે બધાય જે મસીહ ઉપર વિશ્વાસ કરી છયી, એના દેહના અંગોની જેમ છે. જેવી રીતે એક માણસનો દેહ એના બધાય હાંધા દ્વારા એક-બીજાથી જોડાયેલા રેય છે અને જઈ દેહનો દરેક અંગ હારી રીતે કામ કરે છે, તો દેહ વધે છે અને મજબુત થાય છે, એવી જ રીતે જઈ આપડામાંથી દરેક ઈ કામને કરે છે, જે મસીહે આપણને આપ્યુ છે; તો આપડે મજબુત બનશું અને ડાયા થાહુ અને એક-બીજાને હજી વધારે પ્રેમ કરશું. મસીહમાં નવું જીવન 17 ઈ હાટુ હું કવ છું અને પરભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા બિનયહુદી પોતાના મનની ભ્રમમાં હાલે છે, એમ હવેથી તમે નો હાલો; 18 તેઓની બુદ્ધિ ઉપર અંધારૂ ફેલાય ગયુ છે અને ઈ અજ્ઞાનતાનાં લીધે જે એનામાં છે અને એના હાંભળવાને ઈચ્છુક નો હોવાને કારણે તેઓ ઈ જીવનથી આઘા છે જે પરમેશ્વર આપે છે. 19 કેમ કે, તેઓને હવે શરમ નથી આવતી, ઈ હાટુ એણે દુરાચારી કામો કરવા હાટુ પોતે છીનાળવા થયા. 20 પણ તમે આ રીતેથી નથી શિખ્યા; જઈ તમે મસીહના વિષે શિખ્યા. 21 જે કાય તમે ઈસુ મસીહના વિષે હાંભળ્યું છે અને જે કાય તમારા શિક્ષકોએ તમને શીખવ્યું છે, ઈ ખાતરીથી એનો હાસો સંદેશો છે. 22 તમારા શિક્ષકોએ તમને ઈ રીતેથી છોડી દેવાનું શિક્ષણ આપ્યુ, જેના પરમાણે તમે વ્યવહાર કરતાં હતા. તમારી ભુંડી ઈચ્છાઓએ તમને દગો દીધો અને તમારા જીવનને બરબાદ કરી દીધુ. 23 હવે તમારે પરમેશ્વરને તમારી વિસારવાની રીતને બદલાવવા દેવી જોયી. 24 અને એણે તમને એક નવા માણસ બનાવ્યા છે. આ નવા માણસને પરમેશ્વરની હરખા થાવા હાટુ બનાવવામાં આવ્યા છે, એટલે એને ખરેખર ન્યાયી અને પવિત્ર થાવા હાટુ બનાવ્યા છે. 25 આ કારણે ખોટુ બોલવાનું છોડીને, દરેક પોતાના સાથી વિશ્વાસુથી હાસુ બોલે કેમ કે, આપડે બધાય એક જ દેહના અંગ છયી. 26 જો તમે ગુસ્સે થય જાવ, તો ધ્યાન રાખો કે, તમે પાપનો કરો અને નક્કી કરો કે, હાંજ થાતા પેલા તમે ગુસ્સે થાવાનું બંધ કરો. 27 અને શેતાનને પણ તક નો આપો. 28 સોરી કરનારો ફરીથી સોરી નો કરે; પણ ઈ મેનત કરે કે, તે પોતાના હાથથી કરેલા ઉપયોગી કામો દ્વારા બીજા લોકોની પણ મદદ કરી હકે, જેને કોય પરકારની જરૂર છે. 29 કોય ભુંડી વાત તમારા મોઢાથી નો નીકળે પણ ઈ વાતોને કેય જે લોકોની હાટુ જરૂરી છે જે એને વિશ્વાસમાં મજબુત બનવામાં મદદ કરે. તઈ જે કાય પણ તમે કેહો તો ઈ તમારા હાંભળનારનું ભલું કરશે. 30 પરમેશ્વરનાં પવિત્ર આત્માને આપડી જીવન જીવવાની રીતેથી દુખી નો કરો, જેનાથી તમને છોડાવવાના દિવસની છાપ દેવામાં આવી છે. 31 બધાય પરકારની કડવાશ અને ગુસ્સો, કોપ, દેકારો, અપમાન, અને બધાય પરકારની નિંદા કરવાનું બંધ કરો. 32 એક-બીજા ઉપર દયાળુ અને માયાળુ થાવ, અને જેમ પરમેશ્વરે મસીહમાં તમારા અપરાધ માફ કરયા, એમ જ તમે પણ એક-બીજાના અપરાધો માફ કરો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation