Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એફેસીઓને પત્ર 3 - કોલી નવો કરાર


વિદેશીઓ વસ્સે પાઉલની સેવા

1 આ કારણથી હું, પાઉલ તમારી હાટુ પ્રાર્થના કરું છું. હું જેલખાનામાં છું કેમ કે, હું મસીહ ઈસુનું કામ કરું છું, જેમ કે બિનયહુદીઓ હાટુ હારા હમાસારનો પરચાર કરવો છે.

2 ખાતરીથી તમે હાંભળ્યું છે પરમેશ્વરે મને હારા હમાસારનો પરચાર કરવાની જવાબદારી એની કૃપાથી દીધી છે.

3 જેમ કે, મે ટુંકમાં તમને પેલાથી જ લખ્યું હતું કે, પરમેશ્વરે પોતે મને ઈ ખાનગી યોજનાને પરગટ કરી.

4 એના વિષે જઈ તમે વાસશો કે, મેં શું લખ્યું છે, તમે મસીહના વિષે આ યોજના સોખી રીતે હમજી જાહો.

5 ભૂતકાળમાં પરમેશ્વરે લોકોને આ રહસ્ય પરગટ નથી કરયુ. પણ હવે એને આત્મા દ્વારા આપડા પવિત્ર ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓને એનો ખુલાશો કરયો છે.

6 ઈ પરમેશ્વરની યોજના છે, હારા હમાસાર પરમાણે પરમેશ્વરનાં આશીર્વાદોમાં યહુદીઓની હારે બિનયહુદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ દેહના અંગો છે અને મસીહ ઈસુમાં પરમેશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.

7 પરમેશ્વરે મને મફ્તમા પોતાની કૃપા દીધી પરમેશ્વરની કૃપાથી અને સમત્કારી તાકાતથી, મને કામ આપવામાં આવ્યું, એની સેવા કરવાના હારા હમાસારનો પરચાર કરવા હાટુ ચાકર બન્યો છું.

8 હું પરમેશ્વરનાં બધાય લોકોમાં બધાયથી ઓછો મહત્વનો છું પણ પરમેશ્વર મારા પ્રત્યે કૃપાળુ હતા, હું બિનયહુદીઓને હારા હમાસાર બતાવી હકયો કે, મસીહ અપાર આશીર્વાદનો સ્ત્રોત છે, જે હમજ કે કલ્પનાની બારે છે.

9 અને દરેકને ઈ ખાનગી યોજના હમજાવવા હાટુ પરમેશ્વર બધી વસ્તુઓનો રસનાર, આ શરૂવાતથીજ ખાનગી રાખ્યું છે.

10 જેથી હાલના વખતમાં સ્વર્ગીય જગ્યાના અધિકારીઓ અને સતા હકાવનારા મંડળી દ્વારા તેઓ પરમેશ્વરનું જ્ઞાન જાણી હકશે.

11 પરમેશ્વરે પોતાના સનાતન હેતુ પરમાણે મસીહ ઈસુ આપડા પરભુની મારફતે ઈ અપનાવ્યું છે.

12 મસીહની હારે આપડા ભેગા થાવાના કારણે અને એની ઉપર આપડા વિશ્વાસના કારણથી, હવે અમે પરમેશ્વરની હાજરી હોવાથી આપડી આઝાદી છે.

13 ઈ હાટુ હું વિનવણી કરું છું કે, જે દુખ તમારી હાટુ મને થયા છે, એને લીધે હિંમત નો છોડો, આ બધુય તમારા લાભ હાટુ જ છે.


મસીહનો પ્રેમ

14 આ કારણથી, હું બાપ પરમેશ્વરની હામે ઘુટણે પડુ છું, અને પ્રાર્થના કરું છું

15 આ ઈ જ છે જે વિશ્વાસુઓના આખા પરિવારનો બાપ છે, જે સ્વર્ગમાં છે અને જે પૃથ્વીમાં છે.

16 હું પ્રાર્થના કરું છું કે, એની મહિમાની મિલકતમાંથી તમને ઈ દાન આપે કે, એની આત્મા દ્વારા તમને સામર્થ્ય મળે; જેથી તમે પોતાની આત્મામાં મજબુત થાવ.

17 જેથી મસીહ તમારા હૃદયમાં રેય જઈ તમે એની ઉપર ભરોસો કરશો. હું પ્રાર્થના કરું છું કે પરમેશ્વર અને એકબીજા હાટુ તમારો પ્રેમ તમને મજબુત બનાવશે અને તમને પડવાથી બસાયશે.

18 અને પરમેશ્વરનાં બધાય લોકોની હારે, તમે ઈ જાણી હકશો કે, મસીહ આપણને કેટલો પ્રેમ કરે છે ઈ સીમા વગર આપણને બોવ જ પ્રેમ કરે છે.

19 મસીહનો પ્રેમ જે માણસની હમજશક્તિની મર્યાદાની બારે છે ઈ પણ તમે હમજી હકો; કે તમે પરમેશ્વરની પૂર્ણતા પરમાણે પુરેપુરા થાવ.

20 હવે આપણે માગી કે, ધારી ઈ કરતાં, જે આપણામાં કામો કરનાર સામર્થ્ય પરમાણે, આપડી હારુ પુષ્કળ કરી હકે છે,

21 એને મંડળીમાં અને મસીહ ઈસુમાં મહિમા સદાયની હાટુ અનંત યુગે-યુગ હુધી રેય! આમીન.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan