Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એફેસીઓને પત્ર 2 - કોલી નવો કરાર


મોતમાંથી જીવનમાં

1 વળી તમે અપરાધોમાં અને પાપોમાં મરણ પામેલા હતા, તઈ એણે તમને પાછા જીવતા કરયા;

2 ઈ વખતે તમે આ જગતના ઈ લોકોની રીત પરમાણે કરતાં હતા, જે પરમેશ્વરને નથી જાણતા અને તમે દુષ્ટ આત્માઓનો સરદાર જે આભમાં છે, એની પરમાણે કરતાં હતા, જે હવે ઈ લોકોને કાબુમાં કરવાની કોશિશ કરી રયો છે જે પરમેશ્વરની આજ્ઞા પાલન નથી કરતાં.

3 અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.

4 પણ પરમેશ્વર બોવ દયાળુ છે, ઈ પોતાના મહાન પ્રેમના કારણે આપણને પ્રેમ કરે છે,

5 જઈ અમે અપરાધોના કારણે મરેલા હતા, એણે આપણને જીવન આપ્યુ, જઈ એણે મસીહને મરેલામાંથી જીવાડયો, તો પરમેશ્વરની કૃપાથી જ તમને બસાવવામાં આવ્યા છે.

6 ઈસુ મસીહની હારે આપડા સબંધને લીધે પરમેશ્વર આપણને એની હારે જીવતા કરયા છે, અને આપણને સ્વર્ગીય જગ્યામાં ઈસુની હારે બેહાડયા છે.

7 પરમેશ્વરે આવું ઈ હાટુ કરયુ જેથી આવનારા દિવસોમાં ઈ જગતના લોકોને દાખલા તરીકે દેખાડી હકે કે, એની કૃપા કેટલી મહાન છે, જે કાય એણે આપડી હાટુ કરયુ છે આપડે ઈ કૃપા દેખાડવામાં આવી છે જે મસીહ ઈસુની હારે એકતામાં જોડાયેલી છે.

8 કેમ કે, જઈ તમે વિશ્વાસ કરયો તો પરમેશ્વરે પોતાની કૃપાથી તમને બસાવી લીધા. અને તમે પોતાના તારણને કમાણા નથી, પણ આ પરમેશ્વરનું દાન છે.

9 અને આ તમારી દ્વારા કરેલા કોય પણ હારા કામના કારણે નથી અને એટલે તમારી પાહે અભિમાન કરવાનું કોય જ કારણ નથી.

10 કેમ કે, આપડે પરમેશ્વરની રસના છયી, અને મસીહ ઈસુમાં ઈ હારા કામો કરવા હાટુ આપણને રસવામાં આવ્યા, જેને પરમેશ્વરે પેલાથી જ એમ ઠરાવ્યું હતું કે, આપડે ઈ પરમાણે હાલી.


મસીહમાં એકતા

11 ઈ હાટુ યાદ રાખો કે, તમે જનમથી બિનયહુદી છો. યહુદીઓ તમને સુન્‍નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્‍નત કરાવેલ તરીકે ઓળખાવે છે. આ તો દેહિક સુન્‍નતનો નિર્દેશ છે. જેથી વીતેલા વખતમાં તમે કેવા હતા ઈ યાદ કરો!

12 ઈ વખતે તમે મસીહ વગરના હતા. તમે પરદેશી હતા અને પરમેશ્વરનાં ગમાડેલા ઈઝરાયલ દેશના લોકોમાં તમારી ગણતરી કરવામાં આવતી નોતી. પરમેશ્વર પોતાના લોકોને આપેલાં વચનો ઉપર આધારિત કરારોમાં તમારે કોય લાગભાગ નોતો. તમે આ જગતમાં આશા રાખી અને પરમેશ્વર વગર જીવતા હતા.

13 પણ એક વખત હતો જઈ તમે છેટા હતા, પણ હવે મસીહ ઈસુમાં એના લોહી દ્વારા તમને પાહે લીયાવવામાં આવ્યા છે.

14 કેમ કે ઈ ઈસુ આપણી શાંતિ સમાધાન છે, એણે બેયને એક કરયા, અને આપણી વચ્ચેની આડી દીવાલ તોડી નાખી છે;

15 પોતાના મોત દ્વારા, એણે મુસાના બધાય નિયમો અને વિધીઓની હારે રદ કરી નાખ્યા છે જેથી ઈ યહુદીઓ અને બીજી જાતિઓની વસ્સે શાંતિ સ્થાપી હકે અને આ એવી રીતે એક નવું જૂથ બનાવી હકે.

16 વધસ્થંભ ઉપર પોતાના મોત દ્વારા મસીહે બે જુથોને એક કરી દીધા અને એનો મેળાપ પરમેશ્વરની હારે કરાવી દીધો, આ રીતે યહુદીઓ અને બીજી જાતિઓની વશે દુશ્મની મટાડી દીધી.

17 અને મસીહે આવીને, બીજી જાતિઓ તમને, જે પરમેશ્વરથી છેટા હતા અને યહુદીઓને જે એની પાહે હતા. બેયને શાંતિના હારા હમાસાર હંભળાવા.

18 મસીહે આપડી હાટુ જે કરયુ છે, એના કારણે હવે આપડે બધાય ઈ એક પરમેશ્વરની આત્મા દ્વારા પરમેશ્વર બાપની પાહે આવી હકી છયી.

19 ઈ હાટુ તમે, બિનયહુદી પરદેશી અને મુસાફર નથી રયા પણ તમે પરમેશ્વરનાં પવિત્ર લોકોની હારે સાથી નાગરિક છો અને તમે પરમેશ્વરનાં પરિવારના સભ્ય છો.

20 એક હારે આપણે એનુ ઘર છયી, જે ગમાડેલા ચેલાઓ અને આગમભાખીયાઓના પાયા ઉપર બનેલું છે અને એનો ખૂણાનો પાણો પોતે મસીહ ઈસુ છે.

21 મસીહ ઈજ છે જે આખી મેડીને એક હારે ભેગી કરવાનું કારણ છે. ઈ પરમેશ્વરની હાટુ એક પવિત્ર મંદિર બનવા હાટુ એના બધાય લોકોને એક હારે જોડી રયો છે.

22 ઈસુની હારે સબંધને લીધે બીજાઓની હારે તમે પણ ઈ ઘરમાં રયા છો; ઈ ઘરમાં પરમેશ્વર પોતાના આત્માની વસોવસ છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan