Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

એફેસીઓને પત્ર 1 - કોલી નવો કરાર


પાઉલ ગમાડેલા ચેલાનો પત્ર

1 હું, પાઉલ, પરમેશ્વરની ઈચ્છા પરમાણે ઈસુ મસીહનો ગમાડેલો ચેલો છું હું આ પત્ર એફેસસ શહેરમાં રેનારા પરમેશ્વરનાં પવિત્ર લોકો અને મસીહના વિશ્વાસુઓને લખી રયો છું

2 આપડા પરમેશ્વર બાપ અને પરભુ ઈસુ મસીહ તમને કૃપા દેખાડે અને તમને શાંતિ દેય.


મસીહમાં આત્મિક આશીર્વાદો

3 આપડા પરભુ ઈસુ મસીહના બાપ અને પરમેશ્વરની સ્તુતિ થાય, મસીહ હારેના આપડા સબંધને કારણે, સ્વર્ગથી આવનાર બધાય આશીર્વાદો દ્વારા એણે આપણને દરેક રીતેથી આત્મિક રીતે મસીહમાં આશીર્વાદિત કરયા છે.

4 જેમ કે, જગતની સૃષ્ટિની શરૂઆત પેલા જ મસીહની હારે આપડી એકતાના કારણે પરમેશ્વરે આપણને પોતાના થાવા હાટુ ગમાંડ્યા. જેથી આપડે એના પ્રેમમાં પવિત્ર અને દોષ વગરના થય હકી.

5 પરમેશ્વરનાં પ્રેમને લીધે આપણે ઈસુ મસીહની હાટુ એના દીકરાઓ બનીએ એવુ પરમેશ્વરે પાક્કું કરેલું હતું; એમા જ તેઓની ખુશી અને એની ઈચ્છા હતી.

6 એણે આપણને પોતાના વાલા દીકરા દ્વારા આશીર્વાદ મોફત આપ્યા છે. પરમેશ્વરે ઈ મહિમાવંત કૃપાની હાટુ આપણે એનુ ભજન કરી.

7 મસીહનું લોહી વહેવડાવવાના કારણે આપણને છુટકારો આપવામાં આવ્યો છે, જેથી આપડા પાપ માફ કરી દેવામાં આવ્યા છે, પરમેશ્વરની કૃપા બોવ જ મહાન છે જે એણે આપડી ઉપર દેખાડી છે.

8 પરમેશ્વરે બધાય જ્ઞાનમાં અને બુદ્ધિમાં એણે આપણી ઉપર ઈ કૃપા બોવ વધારે કરી છે.

9 પરમેશ્વરે ઈ જ કરયુ જે એણે ખાનગી રાખ્યું હતું અને આપણને ઈ ખાનગી યોજનાની જાણ કરાવી જે એણે પેલાથી જ મસીહ દ્વારા પુરૂ કરવાનો નિર્ણય લીધો હતો.

10 જઈ આ યોજનાને પુરૂ કરવાનો વખત આયશે, તો પરમેશ્વર સ્વર્ગ અને પૃથ્વીની બધીજ વસ્તુઓને મસીહની આધીન રાખશે, જેથી મસીહ બધી વસ્તુઓનો સ્વામી થાય.

11 પરમેશ્વરની યોજના અને એણે સુકાદા પરમાણે બધીય બાબતો બને છે. પરમેશ્વરે શરુઆતથી જે નક્કી કરયુ હતું ઈ પરમાણે એનો હેતુ આપણને મસીહમાં મેળવીને એના પોતાના લોકો બનાવવાનો હતો.

12 આપડે યહુદીઓ પેલા લોકો છયી જેઓએ મસીહ ઉપર આશા રાખી, અને આપણને ઈ હાટુ ગમાડવામાં આવ્યા જેથી આપડે પરમેશ્વરને સ્તુતિ અને મહિમા કરી.

13 તો તમારી હારે એવુ છે તમે હાસા તારણના હારા હમાસાર હાંભળા છે જે આ વિષે બતાવે છે કે, પરમેશ્વર તમને કેવી રીતે બસાવે છે જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો છે તો પરમેશ્વરે પોતાનો વાયદો કરેલ પવિત્ર આત્મા તમને દીધો ઈ બતાવવા હાટુ કે, તમે પરમેશ્વરનાં છો.

14 પરમેશ્વરની આત્મામાં પોતાના ધનરૂપી લોકોના છોડાવવાના સબંધમાં પરભુની મહિમાને અરથે આપણા વારસાની ખાતરી આપી છે.


પાઉલની પ્રાર્થના

15 આ બધાયને કારણે, જઈ મેં પરભુ ઈસુ ઉપર તમારો વિશ્વાસ અને પરમેશ્વરનાં બધાય લોકોની હાટુ તમારા પ્રેમના વિષે હાંભળીને,

16 હું સદાય તમારી હાટુ પરમેશ્વરનો આભાર માનું છું અને પોતાની પ્રાર્થનાઓમાં તમને યાદ કરું છું

17 હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર, આપણા પરભુ ઈસુ મસીહના મહિમામય બાપ, તમને આત્મા દેય, જે તમને હમજદાર બનાવી દેહે અને પરમેશ્વરને તમારી ઉપર પરગટ કરશે, જેથી તમે એને ઓળખી હકો.

18 હું ઈ પણ પ્રાર્થના કરું છું કે, ઈ હાસને હમજવામાં તમારી સહાયતા કરશે કે, તમે જાણી લ્યો કે ઈ આશા જેની હાટુ એણે તમને બોલાવ્યા છે. જેથી તમે જાણી હકો કે, ઈ આશીર્વાદ કેટલો મહાન અને મહિમાવંત છે જેનો વાયદો પરમેશ્વરે પોતાના પવિત્ર લોકોથી કરયો છે.

19 હું ઈચ્છું છું કે, તમે તે મહાન અને શકિતશાળી સામર્થ્ય વિષે જાણો જે પરમેશ્વરની પાહે આપડા હાટુ છે, જે મસીહ ઉપર વિશ્વાસ કરે છે. ઈ આપડી હાટુ શકિતશાળી સામર્થ્ય છે.

20 જેણે મસીહને મરણમાંથી જીવતો ઉઠાડયો અને એને સ્વર્ગમાં પરમેશ્વરનાં જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહાડયો છે.

21 ન્યા બધીય પરકારની રાજ્યસતા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને દરેક નામ જે આ યુગનું જ નય પણ જે આવનાર યુગનું દરેક નામ હોય, ઈ બધાય કરતાં ઉસુ કરયુ,

22 અને પરમેશ્વરે બધીય વસ્તુઓને મસીહની તાકાતની આધીન કરી દીધુ છે અને આ ઈ જ છે જેણે પરમેશ્વરે મંડળીના બધાય ઉપર વિશ્વાસ કરનારા આગેવાનના રૂપમા નિમણુક કરી છે.

23 મંડળી મસીહનો દેહ છે, એને મસીહ દ્વારા પરિપૂર્ણ અને પુરૂ બનાવવામાં આવ્યું છે, જે દરેક જગ્યાએ બધી વસ્તુઓને પોતાની જાતે ભરી દેય છે.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan