કલોસ્સીઓને પત્ર 4 - કોલી નવો કરારસૂચનાઓ 1 હે માલિકો, પોતપોતાના નોકરની હારે ન્યાય અને હાસો વ્યહેવાર કરો, હંમજીને સ્વર્ગમા તમારો પણ એક માલીક છે. 2 ઈ હાટુ સદાય પ્રાર્થના કરતાં રયો, જઈ તમે પ્રાર્થના કરો છો તો સાવધાન રયો અને સદાય હાટુ પરમેશ્વરનો આભાર માનો. 3 અને એની હારે અમારી હાટુ પણ પ્રાર્થના કરતાં રયો કે, પરમેશ્વર અમારી હાટુ વચનનું પરચાર કરવાનો મારગ ખોલે કે, અમે મસીહની ગુપ્ત વાતોને હંમજાવી હકી, જેનો પરચાર કરવાના કારણે હું જેલખાનામાં છું 4 ઈ હાટુ પ્રાર્થના કરો કે, હું મસીહ વિષેના શિક્ષણને ખરેખર સોખાયથી પરગટ કરી હકુ જેથી જે એને હાંભળે ઈ ખરેખર એને હંમજી હકે. 5 અવિશ્વાસી હારે વાત કરવા હાટુ મળવાવાળા અવસરને હારી રીતે ઉપયોગ કરો, અને તેઓની હારે બુદ્ધિથી વહેવાર કરો. 6 તમે સદાય દયાભાવથી વાતો કરો, અને એવી વાતો ક્યો; જે મનભાવથી હોય જેથી તમને દરેક માણસોને હારી રીતેથી જવાબ દેતા આવડી જાહે. છેલ્લી સલામ 7 વાલા ભાઈ અને વિશ્વાસી ચાકર, તુખિકસ જે મારી હારે પરભુની સેવા કરે છે, મારી બધીય વાતો તમને બતાવી દેહે. 8 એને મે ઈ હાટુ તમારી પાહે મોકલ્યા છે કે, તમને ખબર પડી જાય કે, અમે કેમ છયી, અને ઈ વિશ્વાસમા તમને મજબુત કરે. 9 મે એની હારે ઓનેસિમસને પણ મોકલ્યો છે, જે વિશ્વાસુ અને વાલા વિશ્વાસી ભાઈ અને ન્યા તમારા શહેરમાંથી જ છે, તેઓ તમને આયના બધાય હમાચાર જણાવી દેહે. 10 આરિસ્તાર્ખસ જે મારી હારે કેદમાં છે, અને બાર્નાબાસનો ભાણયો માર્ક તમને બધાયને સલામ કેય છે. માર્કની વિષે તમને પેલાથી જ એક પત્ર મળ્યોતો જો ઈ તમારી પાહે આવે તો એની હારે હારી રીતે વરતન કરજો. 11 અને ઈસુ જેને લોકો યુસ્તસ કેય છે, ઈ તમને સલામ કેય છે કેમ કે, આ બધાય સુન્નતીઓમાંના યહુદી વિશ્વાસી લોકોમાંથી ખાલી આ ત્રણ માણસો ઈજ પરમેશ્વરનાં રાજ્ય હાટુ મારી હારે કામ કરે છે, અને તેઓએ મને બોવ હિમંત આપી છે. 12 એપાફ્રાસ જે તમારા શહેરમાંથી છે, અને મસીહ ઈસુનો સેવક છે તમને સલામ કેય છે. ઈ સદાય તમારી હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે, જેથી તમે ખરા ઉતરીને પુરેપુરા વિશ્વાસથી પરમેશ્વરની ઈચ્છા ઉપર ઉભા રયો. 13 હું એનો સાક્ષી છું કે ઈ તમારી હાટુ અને લાઓદિકિયા અને હિયરાપોલીસ શહેરના લોકોને હાટુ મન લગાડીને પ્રાર્થના કરે છે. 14 વાલો વૈદ લૂક અને દેમાસ તમને સલામ કેય છે. 15 લાઓદિકિયા શહેરના વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનોને અને નુમ્ફા અને એના ઘરમાની મંડળીને સલામ કેજો. 16 અને જઈ આ પત્ર તમારી ન્યા વાસી લેવાય, તો આવું કરજો કે, લાઓદિકિયાની મંડળીની વસે પણ વાસીને હંભળાવવામાં આવે, અને તમે પણ ઈ પત્રને વાસજો જે મે એની હાટુ લખ્યું હતું. 17 વળી આર્ખિપસને કેજો, “જે સેવા પરભુમાં તને આપી દીધી છે એને સાવધાનીથી પુરી કરજે.” 18 હું પાઉલ, તમને સલામ કરવાને હાટુ પત્રના આ ભાગને પોતાની હાથે લખી રયો છું, અને હું જેલખાનામાં છું ઈ યાદ રાખીને મારી હાટુ પ્રાર્થના કરો, અને પરમેશ્વરની કૃપા તમારી ઉપર થાતી રેય. આમીન. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation