Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

કલોસ્સીઓને પત્ર 3 - કોલી નવો કરાર

1 આ એવુ છે કે, તમને પરમેશ્વરે મોતમાંથી જીવતો કરયો, જઈ એણે મસીહને મોતમાંથી જીવતો કરયો, ઈ હાટુ એની ઈચ્છા પુરી કરો જે સ્વર્ગમા પરમેશ્વર પાહે તમારી હાટુ છે, જ્યાં મસીહ પરમેશ્વરની જમણી બાજુ બેઠો છે જે બધાયથી માનવાળી જગ્યા છે.

2 પૃથ્વી ઉપરની નય પણ સ્વર્ગની વસ્તુઓની ખોજમાં રયો.

3 કેમ કે, આ એવુ છે, જેમ કે, જઈ મસીહ મરયો તઈ તમે પણ મરી ગયા, અને હવે તમારુ નવું જીવન મસીહની હારે પરમેશ્વરમાં હંતાડેલુ છે.

4 મસીહ જે તમને નવું જીવન આપે છે, ઈ જઈ ધરતી ઉપર પાછો આયશે, તઈ તમે પણ એની હારે જોવા મળશો, અને તમે એની મહિમામાં ભાગીદાર થાહો.


જુનું જીવન ત્યાગી નવીનપણે જીવો

5 ઈ હાટુ ખરાબ કામોને બંધ કરી દયો જે તમારા પાપી સ્વભાવ હારે જોડાયેલા છે, જેમ કે, સોરી છીનાળવા, મેલા કામો, ભુંડી ઈચ્છાઓ, ખરાબ લાલસ અને લોભ જે મૂર્તિપૂજાની જેમ છે.

6 કેમ કે, લોકોના આ બધાય ખરાબ કામોના કારણે, પરમેશ્વર એને કડક સજા આપશે.

7 એક વખત તમે પણ પોતાના જીવનને આ ખરાબ કામોમાં વિતાવતા હતા.

8 પણ હવે તમે પણ આ બધાયને જેમ કે, ગુસ્સો, રીહ કરવી, વેર ભાવ, નિંદા, અને ગાળું બોલવાનુ, બંધ કરવુ જોયી.

9 એકબીજાથી ખોટુંનો બોલો કેમ કે તમે પોતાના જુના પાપીલો સ્વભાવ અને બધાય ખરાબ કામો છોડી દીધા છે.

10 અને હવે તમે એક નવા માણસ બની ગયા છો. પરમેશ્વરે તમને એક નવો માણસ બનાવ્યો છે. ઈ તમે વધારેને વધારે પોતાની જેવો બનાવી રયો છે એટલે એને વાસ્તવમાં જાણશો.

11 ઈ કારણે તેઓમાં એક પણ નથી, નય કોય યહુદી, નય કોય બિનયહુદી, નય કોય સુન્‍નતી, નય કોય બેસુન્‍નતી, નય કોય વિદેશી, નય કોય સ્વદેશી, નય કોય ગુલામ અને નય કોય સ્વતંત્ર, ઈ બધાયની વસે કોય ભેદભાવ નથી, મસીહ દરેકમાં સમાન રીતે રેય છે.

12 ઈ હાટુ જઈ કે, પરમેશ્વરે તમને પોતાના પવિત્ર લોકો થાવા હાટુ ગમાડયો છે અને તમને પ્રેમ કરે છે, મોટી દયા, ભલાય, દયાળુ, નમ્ર, અને સહનશીલતા અપનાવો.

13 અને જો કોયને કોયની ઉપર આરોપ દેવાનો કોય કારણ હોય, તો એક્બીજાનું સહન કરી લ્યો, અને એકબીજાના ગુનાઓ માફ કરો, જેમ પરભુએ તમારા ગુનાઓ માફ કરયા, એમ તમે પણ કરો.

14 અને આ બધીય બાબતોને હરખી બનાવનાર પ્રેમ જે સંપૂર્ણતાનું બંધન છે એને તમે પેરી લ્યો.

15 અને ઈ શાંતિ જે મસીહ આપે છે, ઈ તમારા હ્રદયમાં રાજ કરવા દયો કેમ કે, તમે બધાય એક દેહના ભાગ છો અને ઈ હાટુ તમને એકબીજાની હારે શાંતિથી રેવા હાટુ બોલાવ્યા છે અને તમે આભારી બનેલા રયો.

16 મસીહના સંદેશને દરેક વખતે વિચારતા રયો, અને પુરા જ્ઞાન હારે એકબીજાને શીખવાડો, અને સેતવણી આપું, અને પોતપોતાના મનમા આભારી હ્રદય હારે પરમેશ્વર હાટુ ભજન અને આભાર સ્તુતિ અને આત્મિક ગીતો ગાવ.

17 જે કાય પણ તમે કયો છો કા કામોથી જે કાય કરો બધુય પરભુ ઈસુને નામે કરો, અને એની દ્વારા પરમેશ્વર બાપના આભારી રયો.


મસીહ પરિવાર હાટુ નિયમો

18 હે બાયડીઓ તમને પોતાના ધણીને આધીન થાવુ જોયી કેમ કે, પરભુની વાહે હાલવાવાળા લોકોની હાટુ ઈજ હારુ છે.

19 હે ધણીઓ પોત પોતાની બાયડીથી પ્રેમ રાખો, અને તેઓની હારે દયાથી વ્યહેવાર રાખો.

20 હે બાળકો, જે કાય પણ તમારા માં-બાપ તમને કરવાનું કેય, ઈ કરો કેમ કે, પરભુ એનાથી રાજી થાય છે.

21 હે બાપાઓ પોતાના બાળકોને ખીજવોમાં ક્યાક એવુ નો થાય કે, ઈ દુખી થય જાય.

22 હે ચાકર આ જગતમાં જેની આધીનમાં કામ કરો છો, એની બધીય આજ્ઞાનું પાલન કરો, માણસોને રાજી કરનારાની જેમ દેખાવ હાટુ નય પણ ઈમાદારીથી અને પરભુની બીકથી કામ કરો.

23 અને જે કાય તમે કરો, ઈ હંમજીને પુરા મનથી માણસો હાટુ નય પણ પરભુની હાટુ કરો.

24 કેમ કે, તમે જાણો છો કે, તમને એના બદલે પરભુ ઈનામ આપશે, અને ઈ આશીર્વાદો માંથી તમારો ભાગ આપે, જે એણે પોતાના લોકોની હાટુ તૈયાર કરયુ છે. તમે પરભુ મસીહની સેવા કરો છો.

25 કેમ કે, જે કોય ખરાબ કરે છે પરમેશ્વર એને સજા આપશે કેમ કે, પરમેશ્વર કોયનો ભેદભાવ નથી કરતો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan