Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

કલોસ્સીઓને પત્ર 2 - કોલી નવો કરાર

1 હું ઈચ્છું કે, તમે જાણી લ્યો કે, તમારી હાટુ અને તેઓની હાટુ લાઓદિકિયા શહેર છે, અને તેઓ બધાયની હાટુ જેઓને મે નથી જોયા, હું કેટલી મેનત કરું છું

2 હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, હું એને વિશ્વાસમા મજબુત કરવા માગું છું, જેથી ઈ એકબીજાની હારે પ્રેમથી રય હકે, અને હું ઈ પણ માનું છું કે, એને પુરી રીતે ભરોસો હોય કે, પરમેશ્વરનાં ભેદને જાણી લીધું છે કે, જે પોતે મસીહ છે.

3 કેમ કે, ઈ પરમેશ્વરની બુદ્ધિ અને જ્ઞાનની ઓળખાણ કરાવે છે, જે હંતાડેલ ખજાના જેવું છે.

4 આ હું ઈ હાટુ કવ છું કે, કોય માણસ તમને ઈ ખોટા શિક્ષણ ઉપર વિશ્વાસ કરવા હાટુ રાજીનો કરી લેય.

5 કેમ કે, તમારાથી હું આઘો છું, તો પણ હું તમારા વિષે વિચારતો રવ છું, અને હું ઈ જોયને બોવ રાજી છું કે, તમે એક હારે થયને એમ જ જીવો છો જેમ તમારે જીવવું જોયી અને મસીહમા તમારો વિશ્વાસ મજબુત છે.


મસીહમા બનેલા રયો

6 જેથી જેમ તમે મસીહ ઈસુને પરભુ તરીકે સ્વીકાર કરયો છે, એમા જ જોડાયેલો એક માણસની જેમ જીવન વિતાવો.

7 મસીહમા તમારો વિશ્વાસ એક ઝાડવાના મુળયાની જેમ ઉડા વધતા જાય અને એક મજબુત પાયાની ઉપર બનાવે ઘરની જેમ હોય. જેમ તમને શિખવાડયુ છે એમ જ વિશ્વાસમા મજબુત થાતા જાવ અને વધારેને વધારે આભાર માનતા રયો.

8 સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.

9 ઈ હાટુ ભુલમાં નો રયો કેમ કે, જઈ મસીહ માણસ બન્યો, તઈ પણ ઈ પુરી રીતે પરમેશ્વર હતો.

10 અને ઈ દરેક તાકાત અધિકાર ઉપર મહાન છે, ઈ હાટુ જો તમે મસીહમા બનેલા રયો, તો તમને કોય વસ્તુની કમી રેહે નય.

11 જઈ તમે મસીહ ઉપર વિશ્વાસ કરયો, તો તમારી સુન્‍નત માણસો દ્વારા કરવામા આવી નથી, પણ ઈ સુન્‍નત મસીહના કારણે થય છે જેનાથી તમારો પાપી સ્વભાવ આઘો કરયો.

12 કેમ કે, જઈ તમે જળદીક્ષા લીધી તઈ મસીહની જેમ દાટી દીધો હતો અને નવા સ્વભાવ હારે મસીહની જેમ જીવતો કરયો હતો. એવુ ઈ હાટુ થયુ કેમ કે, તમે વિશ્વાસ કરયો કે, પરમેશ્વરે પોતાના સામર્થ દ્વારા મસીહને મારવા પછી ફરીથી જીવતો કરી દીધો.

13 અને જઈ તમે આપડા પાપો અને સુન્‍નતની જેમ તમારો ખરાબ સ્વભાવ નય કાપવાના કારણે મરેલા હતાં, તઈ પરમેશ્વરે તમને મસીહની હારે જીવતા કરયા અને આપડા બધાય અપરાધોને માફ કરયા.

14 આ એવુ હતું કે, જેમ પરમેશ્વરે આપડા પાપોના લેખ પત્રને મટાડી દીધા જેમાં વિધિના નિયમોના કારણે આપડી વિરોધમાં હતાં અને જઈ મસીહ વધસ્થંભ ઉપર સડાવવામાં આવ્યો તઈ એણે એના લખાણ દસ્તાવેજને પુરી રીતે મટાડી દીધું.

15 અને એણે અધિપતિઓને અને અધિકારીઓની તાકાત તોડી નાખી, એણે બધાયને દેખાડયું કે, એણે વધસ્થંભ ઉપર મસીહને મરવાના કારણે ઈ બધાયને હરાવ્યા છે.

16 ઈ હાટુ કોયને પણ ખાવા પીવાનું કા તેવાર કા નવો ચાંદો કે, વિશ્રામવારના દિવસના વિષે તમને દગો અને ન્યાય કરવા નો દયો.

17 કેમ કે, આ બધાય નિયમ ખાલી એક આવવાવાળી વાતુ કે, છાયાની જેમ છે, પણ મુળ વસ્તુતો મસીહની છે.

18 કોય પણ તમને પોતાની જાત અપમાનિત કરવાથી અને સ્વર્ગદુતોનું ભજન કરવા દ્વારા તમને ઈનામથી છેતરી નો લેય, એવો માણસ દર્શનની વાતોમાં લાગેલો રેય છે. અને એની જગતની હમજણ એને કોય પણ કારણ વગરનું અભિમાની બનાવી દેય છે.

19 આ માણસ મસીહ ઉપર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધુ છે જે દેહનું માથું છે અને જે પરકારે માથું દેહની આગેવાની કરે છે, એવી જ રીતે મસીહ પણ પોતાના બધાય લોકોની આગેવાની કરે છે જેથી ઈ એક હારે રેય, જેમ દેહના હાધા અને શ્વાસ લેનારા અંગો દેહને એક હારે રાખે છે અને વધે છે જેમ પરમેશ્વર ઈચ્છે છે.


મસીહની હારે જીવવું અને મરવું

20 કેમ કે, તમારો પાપીલો સ્વભાવ મસીહની હારે મરી ગયો છે, એટલે હવે તમને આ જગતના નિયમોને માનવાની જરૂર નથી. તો પછી તમે કેમ અત્યારે આ નિયમોનું પાલન કરો છો, જેમ કે, અત્યારે પણ જગત તમારી ઉપર રાજ કરે છે?

21 તમે આ વસ્તુને હાથમાં નો પકડતા, ઈ રીતનું ખાવાનું નો ખાતા અને આ રીતની વસ્તુઓને હાથ પણ નો લગાડતા.

22 કેમ કે, આ બધાય નિયમો કાય કામના નથી કેમ કે, ઈ માણસોની આજ્ઞાઓ અને શિક્ષણ પરમાણે છે.

23 એવુ લાગે છે જેમ આ નિયમ એક ભજનનો મારગ બતાવે છે જેમ કે, પોતાની જાતને પરમેશ્વરની તરફ પરાણેથી પુરેપુરો સમર્પિત કરવા દ્વારા પણ ખોટી નમ્રતા અને હકીકતમાં આ નિયમો દેહિક ઈચ્છાઓને કાબુ કરવામા મદદ નથી કરતા.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan