કલોસ્સીઓને પત્ર 1 - કોલી નવો કરારપ્રસ્તાવના 1 હું પાઉલ આ પત્ર લખું છું, અને હું મસીહ ઈસુનો ગમાડેલો ચેલો છું કેમ કે, પરમેશ્વરે મને એક ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડયો. સાથી વિશ્વાસી ભાઈ તિમોથી મારી હારે છે. 2 હું પાઉલ આ પત્ર મસીહમા ઈ પવિત્ર અને હાસા વિશ્વાસી ભાઈઓને લખું છું જેઓ કોલોસ્સી શહેરમાં રેય છે. આપડા પરમેશ્વર બાપ તમને કૃપા અને શાંતિ આપતો રેહે. આભાર 3 જઈ અમે તમારી હાટુ પ્રાર્થના કરી છયી, તઈ અમે પોતાના પરભુ ઈસુ મસીહના બાપ પરમેશ્વરનો આભાર માની છયી. 4 કેમ કે, અમે હાંભળ્યું છે કે, મસીહ ઈસુ ઉપર તમારો વિશ્વાસ છે, અને બધાય પવિત્ર લોકોને તમે પ્રેમ કરો છો. 5 તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે. 6 જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા. 7 ઈજ શિક્ષણ તમે આપડા વાલા સાથી સેવક એપાફ્રાસથી શીખ્યું છે, જે આપડી હાટુ મસીહનો હાસો સેવક છે. 8 ઈજ છે, જેણે અમને બીજાની પ્રત્યે પ્રેમની વિષે બતાવ્યું જે પવિત્ર આત્માએ તમને આપ્યુ છે. આત્મિક ઉન્નતી હાટુ પ્રાર્થના 9 ઈ હાટુ જે દીવસથી આ હાંભળ્યું છે, અમે પણ સદાય તમારી હાટુ આ પ્રાર્થના કરી રયા છયી, અને પરમેશ્વરને વિનવણી કરી છયી જેથી પરમેશ્વરની આત્મા તમે જ્ઞાન અને બુદ્ધિ આપે જેનાથી તમે ઈચ્છાઓને પુરી રીતે હમજી હકો. 10 અને અમે ઈ પ્રાર્થના કરી છયી કે, જેથી તમે આ રીતે જીવન જીવો જે રીતે પરભુના લોકોને જીવવું જોયી, અને તમે દરેક વાતોમાં પરભુને રાજી કરશો, અને તમે એક ધારા દરેક પરકારના હારા કામ કરશો, અને તમે સદાયને હાટુ હારા કામો કરશો અને પરમેશ્વરની વિષે વધારેને વધારે જાણતા જાહો. 11 અમે પ્રાર્થના કરી છયી કે, પરમેશ્વર એની મહિમાના સામર્થથી તમને મજબુત બનાવે જેનાથી તમે ધીરજ અને આનંદથી પોતાના દુખોને સહન કરી હકો. 12 અને પરમેશ્વર બાપનો આભાર માનતા રયો કે, જેણે તમને ઈ વારસામાં ભાગીદાર થાવાને લાયક બનાવ્યા છે, જેણે એને સ્વર્ગ રાજ્યમાં પોતાના પવિત્ર લોકો હાટુ તૈયાર કરયુ છે. 13 કેમ કે, અમને શેતાનની તાકાતથી છોડાવીને પરમેશ્વર પોતાના વાલા દીકરાના રાજ્ય લય આવ્યો છે. 14 જેના લોહી દ્વારા પરમેશ્વરે અમને છુટકારો કા પોતાના પાપો માફ કરયા છે. મસીહનું જીવન અને કામો 15 કોય પણ પરમેશ્વરને નથી જોય હકતો, પણ જઈ એનો દીકરો એક માણસ બન્યો, તો એને પરમેશ્વરની હામે પરગટ કરવામા આવ્યો, અને પરમેશ્વરે જે પણ બનાવ્યું છે, એની બધાય ઉપર એનો ઉસો અધિકાર છે. 16 કેમ કે, આ ઈજ (મસીહ) હતો જેણે બધુય રસવા હાટુ પરમેશ્વરની હારે કામ કરયુ, સ્વર્ગની હોય કે, પૃથ્વીની, જોયેલી અને નો જોયેલી, શું રાજાઓ, શું અધિપતિઓ, શાસકો શું અધિકારી બધીય વસ્તુઓ એની દ્વારા અને એની સેવા કરવા હાટુ બનાવવામાં આવી. 17 અને કાય પણ રસવામાં આવ્યું ઈ પેલા, મસીહ પેલાથી જ હાજર હતો, અને બધીય વસ્તુ એનામાંજ ટકી રય છે. 18 ઈ ઈજ છે જે મંડળીની ઉપર રાજ કરે છે, ઈ એનો દેહ છે. ઈજ શરૂઆત છે, અને મરેલમાંથી જીવતા થયેલામાં પેલો કે, બધીય વાતોમાં ઈજ મુખ્ય રેહે. 19 કેમ કે, પરમેશ્વર બાપની ખુશી એમા જ છે કે, પરમેશ્વરનો બધોય સ્વભાવ મસીહમા રેહે. 20 પરમેશ્વરે પોતાના દીકરા મસીહને મોકલવાનો ફેસલો લીધો, જેણે પોતાનુ લોહી વ્હેડાવ્યું અને વધસ્થંભ ઉપર મરી ગયો. પરમેશ્વરે એવુ પોતાના અને બધીય વસ્તુની વસે મેળ કરાવવા હાટુ કરયુ, ઈજ રીતેથી એણે પોતાના અને ઈ બધાયની વસે શાંતિ બનાવી રાખી કે, જે ઈ પૃથ્વી ઉપર હોય કે, સ્વર્ગની હોય. 21 એનાથી પેલા તમે પરમેશ્વરથી બોવ સેટા હતાં, અને તમે પરમેશ્વરનાં વેરીઓ હતાં કેમ કે, તમારા વિસારો અને કામો ભુંડા હતા. 22 પણ પરમેશ્વરે હવે પોતાના દીકરા મસીહને માણસ બનાવીને અને એના વધસ્થંભ ઉપર મરણ દ્વારા તમારો પણ મેળ કરી લીધો જેથી તમને પોતાની હામે પવિત્ર અને દોષ વગરના અને ભૂલ વગરના બનાવીને હાજર કરે. 23 પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો. મંડળીના સેવક તરીકે પાઉલની ધરમ સેવા 24 હવે હું તમારી હાટુ જે દુખ ઉઠાઉ છું, એના કારણથી રાજી છું અને હું એક ધારો પોતાના દેહમાં દુખો સહન કરું છું જેમ મસીહે એના દેહની હાટુ કા મંડળી હાટુ સહન કરયુ. 25 આ મંડળી હાટુ હું પરમેશ્વર દ્વારા હોપવામાં આવેલી સેવા હાટુ સેવક બનાવામાં આવ્યો છું કે, હું પરમેશ્વરનાં હારા હમાસારને પુરી રીતેથી શિખવાડી હકુ. 26 અને ઈ ગુપ્ત વાતો જે વરસોથી વીતી ગ્યેલી પેઠીયોથી ગુપ્ત રય પણ હવે પરમેશ્વર પોતાના પવિત્ર લોકો ઉપર પરગટ કરી છે. 27 પરમેશ્વરે પોતાના ઈ કિંમત અને મહિમાનું ગુપ્ત જે એની પાહે બધાય લોકો હાટુ છે, પોતાના લોકો ઉપર પરગટ કરવાનો ફેસલો લીધો. ઈ ભેદ પોતે મસીહ છે, જે તમારામા છે, આ તમને મહિમામાં ભાગીદારી થવાની આશા આપે છે. 28 આપડે બીજાઓને મસીહના વિષે બતાવીએ છયી ઈ પુરા જ્ઞાન હારે જે પરમેશ્વરે આપણને આપ્યુ છે, બધાયને સેતવણી આપે છે, અને બધાયને શિક્ષણ આપે છે, જેથી કોય માણસ મસીહમા એક પાકો વિશ્વાસી બની હકે જઈ પરમેશ્વરની હામે ઉભો થય હકે. 29 આને પુરું કરવા હાટુ ઈ પરાક્રમી તાકાતથી જે મસીહ આપે છે, અને જે મારામાં કામ કરે છે, હું મેનત કરું છું અને ઝઝુમું છું. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation