પ્રેરિતોનાં કૃત્યો 8 - કોલી નવો કરારમંડળીની સતાવણી 1 શાઉલ પુરી રીતે સ્તેફનને મારવામાં સહમત હતો. ઈજ દિવસે યરુશાલેમ શહેરની મંડળીમાં મોટી સતાવણી શરુ થય ગય, તઈ ગમાડેલા ચેલાઓને મુકીને બધાય વિશ્વાસીઓ યહુદીયા અને સમરૂન પરદેશમા વેર વિખેર થય ગયા. 2 અને થોડાક માણસો જે પરમેશ્વરને વધારેમાંન દેતા હતાં, અને સ્તેફનને દફનાવ્યો, અને એની હાટુ છાતી કુટી કુટીને રોવા મંડ્યા. 3 પણ શાઉલ મંડળીને સંતાવતો હતો, અને ઘરે-ઘરે ઘરીને વિશ્વાસી માણસ અને બાયુઓને ઢહડી ઢહડીને જેલખાનામાં નાખી દેતો હતો. સમરુન પરદેશમા ફિલિપનો પરસાર 4 પણ જે વિશ્વાસી વેર વિખેર થય ગયા હતાં, ઈ હારા હમાસાર પરસાર કરતાં ફરતા હતા. 5 ઈ વિશ્વાસીઓમાંથી ફિલિપ નામે વિશ્વાસી યરુશાલેમ શહેરથી સમરૂન પરદેશમા ગયો અને એણે ન્યા મસીહનો પરચાર કરયો. 6 અને સમત્કાર ફિલિપ દેખાડતો હતો અને એને લોકો જોતા હતાં, અને જે વાતો ઈ કેતો હતો, એને ધ્યાનથી હાંભળતા હતા. 7 કેમ કે જઈ ફિલિપે એને હુકમ દીધો, તઈ ઘણાય લોકોમાંથી મેલી આત્મા રાડો નાખી નાખીને નીકળી ગય, અને ઈ ઘણાય લોકો જે લકવા મરેલા હાજા થય ગયા, અને લંગડા પણ હાલવા મંડા . 8 અને ઈ લોકોમા બોવ મોજ આવી ગય. સિમોન જાદુગર 9 ઈ શહેરમાં સિમોન નામનો એક માણસ હતો, જે જાદુ ટોણા કરીને સમરૂન પરદેશના લોકોને સોકાવી દેતો હતો, અને પોતાની જાતને બોવ મોટો જાદુગર કેતો હતો. 10 અને નાનાથી લયને મોટા બધાય લોકો બોવ માન દયને કેતા હતાં કે, “આ માણસમાં પરમેશ્વરનું એવું સામર્થ છે, જે મહાશક્તિ કેવાય છે.” 11 એણે એને ઘણાય દિવસોથી નવાય પામડી દીધી હતી, ઈ હાટુ બધાય એને બોવ માનતા હતા. 12 પણ જઈ ઈ લોકોએ ફિલિપને પરચાર દ્વારા પરમેશ્વરનાં રાજ્ય અને પરભુ ઈસુ મસીહના નામના હારા હમાસાર હાંભળ્યા તો એણે ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરયો, અને બોવ માણસો અને બાયુએ વિશ્વાસ કરીને જળદીક્ષા લીધી. 13 તઈ સિમોને પોતે પણ ફિલિપના પરસાર ઉપર વિશ્વાસ કરયો અને જળદીક્ષા લયને ફિલિપની હારે રેવા મંડ્યો. જે નિશાનીઓ અને મોટા-મોટા સામર્થ્યના કામ થાતા જોયને સોકી જાતો હતો. સમરુન પરદેશમા પિતર અને યોહાન 14 જઈ ગમાડેલા ચેલાઓ જે યરુશાલેમમાં હતાં, આ હાંભળ્યું કે સમરૂન પરદેશના લોકોએ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરયો છે, તઈ એણે પિતર અને યોહાનને એની પાહે મોકલ્યા. 15 અને એણે ન્યા જયને પ્રાર્થના કરી કે, ઈ પવિત્ર આત્માને પામે. 16 કેમ કે, એનામાંથી હજી લાગી કોયે પણ પવિત્ર આત્માને પામી નોતી, તેઓએ તો ખાલી પરભુ ઈસુ મસીહના નામે જળદીક્ષા લીધી હતી. 17 તઈ પિતર અને યોહાને એના ઉપર હાથ મુક્યા અને તેઓએ પવિત્ર આત્માને પામયો. 18 તઈ સિમોને જોયું કે ગમાડેલા ચેલાઓના હાથ રાખવાથી પવિત્ર આત્મા દેવામાં આવે છે, તો એની પાહે રૂપીયા લયને કીધું કે, 19 “આ પરાક્રમ મને હોતન દે, જેનાથી હું કોયની ઉપર હાથ રાખું અને ઈ પવિત્ર આત્મા પામે.” 20 પણ પિતરે એને કીધું કે, પરમેશ્વરનાં દાનને રૂપીયાથી વેસાતું લેવાનું એવુ વિસારયુ ઈ હાટુ તારા રૂપીયા તારી હારે નાશ પામે. 21 આ સેવામાં તારે કાય લેણા-દેણી નથી, અને તું અમારી હારે કાય ભાગ લય હકતો નથી કેમ કે, તારું મન પરમેશ્વરની હામે હારુ નથી. 22 ઈ હાટુ તુ પસ્તાવો કર અને પાપ કરવાનું બંધ કર, અને પ્રાર્થના કર કે પરભુ તારા એવા ખરાબ વિસારોને માફ કરશે. 23 તારી ખરાબ રીતને મુકી દે, કેમ કે હું જોવ છું કે, તુ બોવ ઈર્ષા કરનારો અને ગુલામીમાં છે. 24 સિમોને જવાબ દીધો કે, “તુ મારા હાટુ પરમેશ્વરને પ્રાર્થના કર કે, જે વાતો તે મને કીધી ઈ મારી હારે નો થાય.” 25 જઈ પિતરે અને યોહાને પોતાની સાક્ષી દઈને પરભુના વચનો હંભળાવ્યા અને સમરૂન પરદેશના ઘણાય ગામોમાં હારા હમાસાર હંભળાવતા યરુશાલેમ પરદેશમા પાછા વયા ગયા. ફિલિપ અને ઈથોપિયાનો અધિકારી 26 પરભુના સ્વર્ગદુતે ફિલિપને કીધું કે, “ઉઠ, તૈયાર થયને અને દક્ષિણ દિશામાં યરુશાલેમ શહેરમાંથી ગાઝા શહેર જાવાના મારગ ઉપર જા.” આ મારગ વગડામાં થયને જાય છે. 27 તઈ ઈ ઉભો થયને વયો ગયો, અને મારગમાં એને એક ખોજો મળ્યો, ઈ એક મુખ્ય અધિકારી હતો જો કે, ઈથિયોપિયાની રાણીના બધાય ખજાનાની દેખભાળ કરતો હતો અને ભજન કરવા હાટુ યરુશાલેમ શહેરમાં આવ્યો હતો. 28 ઈ રથમાં બેહીને, યશાયા આગમભાખીયાની સોપડીને વાસતા-વાસતા પોતાના દેશ ઈથિયોપિયામાં પાછો જાતો હતો. 29 તઈ પવિત્ર આત્માએ ફિલિપને કીધું કે, “પાહે જયને એના રથની હારે થયજા.” 30 ફિલિપ હડી કાઢીને; ઈ રથની પાહે પૂગ્યો, તો એણે ખોજાની યશાયા આગમભાખીયાની સોપડીમા હાંભળ્યું હતું, અને એને પુછયું કે, “તુ જે વાસશો એને હમજશો?” 31 એણે કીધું કે, “મને કોય હમજાવે ઈ વિના હું કેવી રીતે હંમજી હકુ?” અને એણે ફિલિપને વિનવણી કરી કે, તુ રથમાં સડીને મારી પાહે બેહય? તઈ ઈ રથમાં સડીને બેઠો. 32 શાસ્ત્રનો જે પાઠ વાસી રયો હતો, ઈ આ હતો, “ઈ ઘેટાની સમાન મારી નાખવા હાટુ લય જવામાં આવ્યો, અને જેમ ઘેટું પોતાનુ ઊન કાપનાર પાહે સાનોમનો ઉભો રેય છે. ઈ જ લોકોએ એને દુખ દીધા, તો પણ મોઢામાંથી એક પણ શબ્દ કાઢયો નય. 33 એનુ અપમાન કરવામા આવ્યું, એને કાય ન્યાય મળ્યો નય, કોય પણ એના વંશની વિષે નય બતાડી હકે કેમ કે, એના વંશ થવાની પેલા જ એને મારી નાખવામાં આયશે.” 34 તઈ ખોજાએ ફિલિપને પુછયું કે, “કુર્પા કરીને મને ઈ બતાવી દે કે, આગમભાખીયા કોના વિષે કેય છે. આપડા વિષે કે, બીજા કોયના વિષે?” 35 તઈ ફિલિપે બોલવાનું સાલુ કરયુ એને શાસ્ત્રમા ઈ જ પાઠમાંથી લયને ઈ માણસ જે ઈસુના હારા હમાસાર હાંભળા, અને એણે ઈસુ ઉપર વિશ્વાસ કરયો. 36 એને મારગમાં હાલતા-હાલતા એક તળાવ મળુ, તઈ ખોજાએ ફિલિપને કીધું કે, “જો, આ તળાવ પણ છે, તો મને જળદીક્ષા લેવામાં શું વાંધો છે?” 37 ફીલીપે કીધું કે, “તુ જો પુરા મનથી વિશ્વાસ કરે છે. તો જળદીક્ષા લય હક છો.” એણે જવાબ દીધો કે, “હું વિશ્વાસ કરું છું કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો છે.” 38 તઈ એને ન્યા રથને ઉભો રખાવ્યો, ઈ બેય રથમાંથી ઉતારયા તળાવમાં ગયા, અને ફિલિપે એને જળદીક્ષા દીધી. 39 જઈ ઈ તળાવમાંથી બારે આવ્યા, તઈ પરભુની આત્મા ફિલિપને ઉપાડીને લય ગય, અને ખોજાને પાછો જોવા મળો, તઈ ઈ પાછો પોતાના દેશમાં વયો ગયો, અને એનાથી બોવ રાજી થયો કે, પરમેશ્વરે મને બસાવી લીધો છે. 40 ફિલિપે જાણ્યું કે, એને અશ્દોદ શહેરમાં લાવવામાં આવ્યો છે ઈ કાઈસારિયા શહેર પુગ્યા હુધી બધાય નગરો હારા હમાસારનો પરચાર કરતો ગયો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation